પરિવારથી કંટાળીને શખ્સે જેલમાં રહેવાનો કર્યો નિર્ણય, અને કહ્યું…હાશ હવે…

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મોટાભાગના દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન સમયે મનોરંજન, પર્યટન અને ધાર્મિક સ્થળો બધુ જ બંધ રહ્યું. માનવી ઘરમાં કેદ થઈને રહી ગયો હતો. માની લો કે તમે ઘરે કંટાળી ગયા હોવ અને એકલા રહેવા માંગતા હોવ, મન હળવું કરવા માંગતા હો તો તો તમે શું કરશો? તમે ક્યાંક શાંત જગ્યાએ જઈને બેસશો અથવા કોઈક મનોરંજક સ્થળે મિત્રો સાથે જશો જ્યાં તમારું મન થોડું હળવું થાય, પરંતુ એક શખ્સે ઘરના લોકોથી કંટાળીને કંઈક એવું પગલું ભર્યું કે જેને સાંભળીને તમે પણ શોક્ડ રહી જશો.  કોરોના મહામારીએ ઘણાં લોકોને પોતાના પરિવારો સાથે સારો સમય વિતાવવા માટે અવસર આપ્યો છે. તો કેટલાક એવા પણ છે જે આ સમયનો ઉપયોગ પોતાને શોધવામાં કરી રહ્યા છે.

image source

જોકે દરેકનું ઘરમાં રહેવું સારું ન રહ્યું, કેટલાક એવા પણ લોકો છે જેમની પોતાની અલગ ચાહત છે. જ્યાં તેમને શાંતિ અને આરામ મળી શકે. તો એક શખ્સ એવો પણ છે જે પોતાના ઘરના લોકો સાથે વધારે સમય વિતાવવાથી પરેશાન થઈ ગયો અને આ કારણે તેણે પોતાને પોલીસને હવાલે કરવાનો નિર્ણય લીધો છે.હાલમાં જ એક અજાણ્યો શખ્સ ઇંગ્લેન્ડના બ્રગેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે પોતાની મરજીથી જેલમાં રહેવાની ઇચ્છા જતાવી હતી. તેણે કહ્યું કે ઘરમાં રહેવાથી સારુ છે કે હું જેલમાં રહે લઇ કારણકે ઘરમાં તેને શાંતિ નહોતી મળી રહીય ઇંસ્પેક્ટરનું કહેવુ છે કે આ એક વોન્ટેડ ક્રિમીનલ છે જે જેમાં પરત જવા માંગતો હતો, માટે તેણે પોલીસ સામે સરેન્ડર કરી લીધી હતું.

image source

ઇંસ્પેક્ટરે કહ્યું કે આ અસામાન્ય ઘટના છે. શાંતિ અને શાંત, વોન્ટેડ શખ્સ કાલે બપોરે પોલીસ સ્ટેશન આવ્યો અને પોતાની જાતને સોંપી દીધી હતી. તેણે કહ્યું કે તે જેલમાં પરત ફરવા માંગે છે કારણકે તે થોડા સમય માટે એકલો રહેવા માગે છે. એ શખ્સની હજુ ઓળખ થઈ શકી નથી, પરંતુ તેણે બુધવારે બર્ગસ હિલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પોતાને પોતાની ઇચ્છાથી પોલીસને હવાલે કરી દીધો, કેમકે તેને લાગ્યું કે ઘરમાં રહેવાથી સારું છે કે તે જેલમાં રહેનારા લોકો સાથે રહે.

image source

તે ઈચ્છતો હતો કે શાંતિ મળે, જે તેમના કુટુંબીજનો માટે કોઈ સપના જેવુ હશે. સક્સેસ નેબરહુડ પોલીસિંગ ઇંસ્પેક્ટર ડેરેન ટેલરે કહ્યું કે, એ શખ્સ જેલમાં પાછો જવા માંગતો હતો અને તેણે બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે પોતાને પોલીસના હવાલે કરી દીધો હતો. આ અજીબોગરીબ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. કેટલાક લોકો પોતાને કસ્ટડીમાં લેવા કહેનારા શખ્સ સાથે સહમત હતા તો કેટલાક લોકોએ કહ્યું કે, પરિવાર માટે આ ઘટના કેટલી દુઃખદ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!