જાણો હોમ ક્વારેન્ટિન દરમિયાન તાવ આવે કે ઓક્સિજન લેવલ ઘટે તો શું કરવું?

કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ઘણા દર્દીઓ ઘરે આઈસોલેશનમાં છે અને ઘણાને હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. ગંભીર કિસ્સાઓમાં ચેપગ્રસ્ત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ દરમિયાન ઓક્સિજનની તંગી પણ સામે આવી રહી છે, ઘણા લોકો ઓક્સિજન સિલિન્ડરના અભાવે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આનાથી ડરીને, ઘણા દર્દીઓના પરિવારો ઘરમાં ઓક્સિજન સ્ટોર કરી રહ્યા છે, જે હાલના સંજોગોમાં યોગ્ય નથી.

image source

દર્દીઓનું ઓક્સિજન સ્તર ઘટતા હોસ્પિટલમાં જવા માટે અફરાતફરી મચવા લાગે છે. આવી સ્થિતિમાં, કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકોએ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સામાન્ય ઓક્સિજનનું સ્તર શું છે અને હજુ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ. નોંધનિય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. તો બીજી તરફ ન્યુ સ્ટ્રેનમાં સતત કેસમાં વધારાની સાથે ડેથ રેટ પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓક્સિજન લેવલ ડાઉન થતાં આ સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીઓ હોમક્વોરોન્ટાઇન રહીને સારવાર લઇ રહયાં છે.

image source

આવા સમયે દરેક લોકોને સવાલ થાય છે હોમ ક્વોરોન્ટાઇન દરમિયા કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ઓક્સિજન લેવલ કેટલું હોય તે સામાન્ય ગણાય. તો એમ્સના ડાયરેક્ટરે કોવિડ સંદર્ભે મુંઝવતા કેટલાક સવાલના જવાબ મીડિયા સમક્ષ આપ્યાં છે. જેમાનો સૌથી મહત્વનો સવાલ એ છે કે, હોમ ક્વોરોન્ટાઇન દરમિયાન તાવ હોય અને ઓક્સિજન લેવલ 90ની નીચે જાય તો શું કરવું?

image source

તેમણે કહ્યું કે, જો હોમ ક્વોરોન્ટાઇન દર્દીનું ટેમ્પરેચર 100 કે તેનાથી વધુ જતુ હોય અને તેનું ઓક્સિજન લેવલ 90થી નીચે હોય તો તરત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું યોગ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, આવા દર્દીએ એલ-1ની હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ. તેમણે કહ્યું કે, આ સ્થિતિમાં ઘરે પણ ઓક્સિજન સિલિન્ડરનો પ્રબંધ રાખવો અને જો હોસ્પિટલમા બેડ ન મળે ત્યાં સુધીમાં પેરાસિટામોલ આપો અને દર્દીને પેટ પર સૂવડાવીને એટલે કે પેટ પર સૂવડાવની પ્રોનિંગ ટેકનિકથી ઓક્સિજન લેવલને નોર્મલ કરી શકાય છે. આ ટેકનિક 2 કલાક સુધી કરી શકાય છે.

ઓક્સિજન લેવલ શુ છે?

image source

રક્તકણોમાં ઓક્સિજનની માત્રા ટકાવારીના આધારે માપવામાં આવે છે. શરીરમાં લાલ રક્તકણો(રેડ બ્લડ સેલ્સ)ના ગુણોત્તરના આધારે, કોઈપણ ઓક્સિમીટર શરીરમાં ઓક્સિજન સૈચુરેશનને ટકાવારીમાં બતાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું ઓક્સિજન સ્તર 96 છે, તો બ્લ્ડ સેલ્સમાં માત્ર 4 ટકાનીઓક્સિજનની ઉણપ છે.

સ્વસ્થ ઓક્સિજન સ્તર કેટલું હોય છે

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તંદુરસ્ત વ્યક્તિમાં ઓક્સિજનનું સામાન્ય સ્તર 95 થી 100 ની વચ્ચે હોઇ શકે છે. 95થી ઓછો ઓક્સિજન સૂચવે છે કે વ્યક્તિના ફેફસામાં સમસ્યા આવી રહી છે. તે જ સમયે, જો ઓક્સિજનનું સ્તર 92 અથવા 90 ટકા હોય, તો ટૂંક સમયમાં ડોક્ટરનો સંપર્ક કરો.

ઓક્સિજન સ્તરની તપાસ કેવી રીતે કરવી

image source

લોકો ઓક્સિમીટરથી તેમના ઓક્સિજન લેવને ચકાસી શકે છે. તેની વચ્ચે આંગળી નાખવાથી અંદરની તરફ એક રોશની ઉત્પન્ન થાય છે જે બ્લડ સેલ્સના રંગ અને તેમની હલચલને ડિટેક્ટ કરે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓક્સિમીટરને તમારો જે હાથવધુ એક્ટિવ રહેતો હોય તેની મધ્ય આંગળીમાં મૂકવુ જોઈએ. ઓક્સિમીટર લગાવો ત્યારે તે વાતની ખાતરી કરો કે તમારા હાથમાં તેલ, નેઇલ પોલિશ અથવા તમારા હાથમાં બીજી કોઈ વસ્તુ ન લાગેલી હોય. આ ઉપરાંત હાથ સુકો હોવો જોઈએ. હાથ અને આંગળીઓ સીધી રાખો, નહીં તો રિડિંગ પર અસર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *