Site icon News Gujarat

વાસ્તુ મુજબ ઘરની આ દિશામાં રાખો ફ્રિજ, ક્યારે ઘરમાં નહિં રહે અનાજની અછત

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ જ છીએ કે, આપણા દેશમા વાસ્તુશાસ્ત્રને ખૂબ જ વિશેષ મહત્વ આપવામા આવે છે. અહીનો દરેક વ્યક્તિ તેમના ઘરે વાસ્તુના નિયમોનુ વિશેષ ધ્યાન પણ રાખે છે અને તેનુ પાલન પણ કરે છે જેથી, તેમના ઘરમા હમેંશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે પરંતુ, જે વ્યક્તિ તેના ઘરમા વાસ્તુના આ નિયમોનુ પાલન નથી કરતુ તેણે દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. ચાલો આ અંગે આજે આ લેખમાં થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

આ પાછળનુ કારણ એક જ છે કે, જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુ મુજબ આયોજિત હોય તો ઘરમા એક સકારાત્મક વાતાવરણ બની રહે છે પરંતુ, જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુની વિરુદ્ધ હોય તો તમારા ઘરમા નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધારે છે અને તમામ વસ્તુઓને બગાડે છે. તે તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિને છીનવી લે છે અને તમારા ઘરમા ગરીબી લાવી દે છે.

image source

આજે અમે તમને ઘરની એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને ઘરમા યોગ્ય દિશામા રાખવામા ના આવે તો તે તમારા માટે સંકટનુ કારણ બની શકે છે. પ્રવર્તમાન સમયમા લગભગ મોટાભાગના લોકોના ઘરે ફ્રિજ હોય જ છે. આ ફ્રિજની અંદર આપણે આપણી રોજબરોજની વસ્તુઓ પણ રાખતા જ હોઈએ છીએ. આવી સ્થિતિમા જો તેને યોગ્ય દિશામા રાખવામા ના આવે તો તે આપણા વિનાશનુ કારણ બની શકે છે.

image source

જો તમે ફ્રિજને ઘરમા ખોટી દિશામાં ગોઠવી દો છો તો પછી તમારા ઘરમા ખાવાની ધાન્યની અછત પણ થવા લાગે છે. આ ઉપરાંત ઘરનુ વાતાવરણ પણ વાદ-વિવાદથી ભરપૂર અને અશાંત બની જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, રેફ્રીજરેટરને ઘરમા કઈ દિશામા રાખવામા આવે તો તે આપણા માટે શુભ સાબિત થઇ શકે છે.

image source

વાસ્તુ મુજબ તમારા ઘરની દક્ષિણ દિશામા ક્યારેય ભૂલથી પણ ફ્રિજ ના રાખવુ જોઈએ. આનુ કારણ એક જ છે કે, આ દિશામા સૌથી વધુ નકારાત્મક ઉર્જાનો વાસ થતો હોય છે. જો તમે અહી ફ્રીજ રાખો છો તો નકારાત્મક ઉર્જા સીધી જ ફ્રીજમા રહેલી ખાધ વસ્તુઓમા સમાવિષ્ટ થાય છે અને આ ખાદ્ય વસ્તુઓ ઘરના સદસ્યો ખાઈ એટલે તેમની વિચારસરણી પણ નકારાત્મક બને છે અને પરિણામે ઘરનુ વાતાવરણ વાદ-વિવાદથી ભરપૂર અને અશાંત બને છે.

વાસ્તુ મુજબ રેફ્રિજરેટર એવી રીતે રાખવુ જોઈએ કે, તેનો દરવાજો હંમેશાં પૂર્વ તરફ ખુલતો રહે. તેનું કારણ એ છે કે પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે. આવી સ્થિતિમાં, સૂર્યમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારા ફ્રિજમાં સંગ્રહિત ખોરાકમાં પ્રવેશે છે અને ખોરાક જે કોઈપણ લે છે, તે લોકોમા પણ સકારાત્મક ઉર્જા આવે છે અને ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version