જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરવા ઘરે લઈ આવો 6માંથી 1 છોડ, મળશે સકારાત્મક પરિણામ

કેટલાક ઔષધિય છોડ અને ફૂલ એવા હોય છે જેને ઘરમાં રાખવાથી તમને પોઝિટિવ એનર્જી મળે છે અને કોરોના કાળમાં તમારો સ્ટ્રેસ છૂમંતર થઈ જાય છે. જો તમે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમે આજે જ ઘરમાં આમાંથી કોઈ પણ છોડ ઘરે લાવી શકો છો.

image source

કોરોનાના વધતા કેસને લઈને લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાનું કહેવાયું છે. અનેક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવાયું છે. લોકોને સાબુ અને હેન્ડવોશથી વારેઘડી હાથ ધોવાની અને માસ્ક પહેરવાની તથા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં લાંબા સમયથી ઘરમાં રહેવાના રારણે લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. અનેક લોકોની સહનશીલતા ઘટી છે અને કેટલાક લોકો પોતાની તમામ ચીજો ખોવી રહ્યા છે. કેટલાક ઘરોમાં લડાઈનું પ્રમાણ વધવા લાગ્યું છે. એવામાં માનસિક સ્થિતિને સારી રાખવા માટે અને ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખવું જરૂરી છે જેથી ધ્યાન વહેંચાયેલું રહે અને વિચારો પણ પોઝિટિવ રહે.

image source

આ માટે સૌથી પહેલા આ કોશિશ કરવી કે કોઈ પણ પ્રકારની નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ઘરનું વાતાવરણ પણ એવું હોવું જોઈએ જેનાથી વિચારો સકારાત્મક રહી શકે અને તેનાથી પોઝિટિવ એનર્જી મળી શકે. એવામાં કેટલાક છોડ સકારાત્મક ઉર્જાનું સૌથી મહત્વનું સાધન હોય છે. તો જાણો કેટલીક એવી ઔષધિઓ અને ફૂલોને વિશે જેને ઘરમાં રાખવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે અને કોરોના કાળમાં તમારો સ્ટ્રેસ દૂર થશે.

તુલસી

image source

આપણા દેશમાં તુલસીના છોડને પૂજવામાં આવે છે. તેને અનેક વાર ઔષધીના રૂપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ અને શાંતિ બની રહે છે. સાથે આ છોડ સકારાત્મક ઉર્જાનો પણ સારો સ્ત્રોત છે. તુલસીના પાનનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારી દૂર થાય છે અને સાથે સ્ટ્રેસને પણ દૂર કરી શકાય છે.

ગુલાબ

image source

આમ તો ગુલાબના અલગ અલગ પ્રકારના છોડ હોય છે. જો તમે તમારા ઘરમાં ગુલાબનો છોડ લગાવો છો તો દેશી ગુલાબ લગાવવું જરૂરી છે. ગુલાબની સુગંધ તમારું મન મોહી લે છે. તેને મહિલાઓ વાળમાં લગાવવાનું પણ પસંદ કરે છે. ગુલાબનું ફૂલ શાંતિ, પ્રેમ અને સકારાત્મકતાનું પ્રતીક છે. આ પવિત્ર ફૂલ તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે ચે અને તમારી જિંદગીમાંથી સ્ટ્રેસને દૂર કરે છે. આ કારણ છે કે શુભ કાર્યોમાં ગુલાબના ફૂલનો ઉપયોગ કરી શકાશે.

મની પ્લાન્ટ

image source

મની પ્લાન્ટ એક એવો છોડ છે જે ક્યાંય પણ ફિટ થઈ જાય છે. તમે તેને બેડરૂમ, બાલકની, બાથરૂમ, ડ્રોઈંગ રૂમ કે બગીચામાં લગાવી શકો છો. કેટલાક લોકો કિચનમાં તેને લગાવી લેતા હોય છે જેથી હરિયાળી દેખાતી રહે. આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા જન્માવે છે અને સાથે આ છોડને ઓછી દેખરેખની જરૂર રહે છે.

જેસ્મીન

image source

જેસ્મીનના ફૂલની સુગંધ કોઈનું પણ મન મોહી લે છે. લોકો તેની સુગંધને પસંદ કરે છે. વિશ્વના અનેક દેશોમાં તો જેસ્મીનનો છોડ પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે છે. જેસ્મીનના ફૂલને આત્મ વિશ્વાસ વધારનારું, પ્રેમ અને મિત્રતા વધારનારું, સંબંધોને મજબૂત કરનારું માનવામાં આવે છે. આ સિવાય આ ફૂલથી અનેક પ્રકારના ઓઈલ અને બોડીવોશ, સાબુ પણ બનાવાય છે. આ સિવાય તેના ફૂલની સુગંધને અગરબત્તી, મીણબત્તીની સુગંધ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લોકોનું માનવું છે કે ઘરમાં તેને લગાવી દેવાથી રાતે સારા સપના આવે છે.

રોઝમેરી

image source

રોઝમેરીના છોડને ઘરમાં લગાવી રાખવાથી પવિત્રતાનો અનુભવ થાય છે. કહેવાય છે કે તેનાથી ગુસ્સો ઓછો આવે છે. ડિપ્રેશનની સમસ્યાથી મુક્તિ મળશે અને સાથે એકલાપણાનો અનુભવ થતો નથી. રોઝમેરીનો છોડ અંતર્મનમાં શાંતિ આપે છે. લોકોનું કહેવું છે કે આ છોડને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવો લાભદાયી રહે છે. આ સિવાય તમે તમારા ભોજનમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

લિલી

image source

લિલીને પવિત્ર માનવામાં આવે છે. આ ફૂલને ખુશીઓનું પ્રતીક માનવામાં આવે છે. તે ઘરમાં ખુશીઓ લાવે છે અને સાથે ઘરથી નકારાત્મક ચીજોને દૂર રાખે છે. લીલીનો છોડ ઘરના બેડરૂમમાં રાખવાથી લાભ થાય છે. કહેવાય છે કે રાતના સમયે સારી ઉંઘ લાવવામાં તે તમારી મદદ કરે છે. આ સાથે તમારી સવાર ખુશીઓ અને તાકાતથી ભરેલી રહે છે.