ચહેરા પર બહુ ડાધા-ધબ્બાને બધું થઇ ગયું છે? તો આ હોમમેડ ફેસ પેક તમારા માટે છે ખાસ, જે ચહેરા પર લાવશે ગ્લો પણ

ઇન્સ્ટાગ્રામમા આજે ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમા આજકાલ ક્વિક ફેસ પેક શીખવવામાં આવે છે. જેમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને આ ફેસ પેક તૈયાર કરવામાં આવે છે, જે જાદુઈ રીતે ત્વચાને સુધારે છે, તેમજ તેને ત્વચાને સ્વસ્થ પણ રાખે છે. તો આજે આપણે પણ આવો જ માસ્ક બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો તેના વિષે જાણીએ.

એવોકાડો, કેળા, દહીંનું હાઇડ્રેટિંગ માસ્ક :

image source

એક એવોકાડો, એક મોટી ચમચી મધ, એક નંગ કેળા અને એક મોટી ચમચી દહીં. આ ચાર વસ્તુને એક બાઉલમાં મૂકો અને તેને સારી રીતે મિક્સ કરો. ત્યાર બાદ ચહેરા પર ફેસ વોશ કરી લો, અને ચહેરાને સારી રીતે સૂકવો. હવે આ માસ્કને ચહેરા પર લગાવો. તેને ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ માટે લગાવો.

તે લગાવેલી પેસ્ટ ચહેરા પર સૂકાઈ ગયા પછી તેને ધોઈ નાખો. ચહેરાને હળવા હાથથી લૂછીને ત્વચાને શ્વાસ લેવા દો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર લગાવીને કરી શકાય છે. તેનાથી ચહેરો ચમકી જાય છે.

મધ, બેકિંગ સોડા, લીંબુ, હળદર વાળું ચમકતુ માસ્ક :

image source

એક બાઉલમાં બે મોટી ચમચી મધ, ૧/૪ ચમચી બેકિંગ સોડા, એક લીંબુનો રસ, ૧/૪ ચમચી હળદર પાવડર આ બધી વસ્તુને મિક્સ કરો. ત્યાર બાદ આ પેકને ત્વચા પર લગાવો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર પછી સનસ્ક્રીન લોશન લગાવો. આ માસ્ક અઠવાડિયામાં ત્રણ વાર લગાવી શકાય છે. ટૂંક સમયમાં જ તમને તમારી ત્વચા પર તેની અસર જોવા મળશે. ઉનાળાની ઋતુમાં આ માસ્ક ઉત્તમ છે. આ માસ્કનો ઉપયોગ કરવાથી ચહેરા પર નિખાર આવે છે.

કેટલીક જરૂરી બાબતો :

image source

તમારે આખો દિવસ સાત થી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. હાનિકારક યુવી લાઇટ્સથી બચવા માટે સનગ્લાસ પહેરો. ત્રીસ એસપીએફ સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને દિવસમાં ત્રણ વખત તેને લગાવવું. શરીરને શક્ય તેટલું ઢાંકીને રાખવું. લૂઝ કપડાં પહેરો જેથી પરસેવો બંધ ન થાય અને ખીલ ન થાય. તમારા ચહેરાને ઢાંકવા માટે ટોપી અથવા સ્કાર્ફનો ઉપયોગ કરવો.

image source

તમે ડર્મેટોલોજિસ્ટ પાસે પણ જઈ શકો છો, અને ડર્માબ્રેશન સેશનમાં ભાગ લઈ શકો છો. હાઇડ્રા ફેશિયલ મેડિ ફેશિયલ તમારી ત્વચાને સુધારે છે. સનબર્ન ત્વચા માટે એન્ટિઓક્સિડન્ટ્સ ધરાવતા હળવા લોશનનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી ત્વચા સારી થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!