પત્નીએ ઘરની જવાબદારી સંભાળવાનું કહ્યું તો પતિએ વ્યંડળ વેશ કર્યો ધારણ, આ રીતે પૈસા માગવાનું કર્યું શરૂ

હાલમાં અમદાવાદથી એક તદ્દન વિપરીત કિસ્સો સામે આવ્યો છે. એક પુરુષ ઘરની જવાબદારીથી છટકવા વ્યંડળ બની વ્યંડળોની ટોળકીમાં જોડાઈ ગયો હોવા સુધીની વાત સામે આવી છે. જોકે તેની પત્નીએ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માગતાં કાઉન્સિલરોએ પુરુષને સમજાવ્યો અને આખરે તેણે વ્યંડળનો વેશ છોડી પત્ની અને બાળકોની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું છે. પરંતુ આવો જાણીએ કે આખરે આ નોબત કેમ આવી. બન્યું એવું કે ઘાટલોડિયામાંથી મહિલા હેલ્પલાઈન પર એક ફોન આવ્યો. મહિલાએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું હતું કે હું બે બાળકોની માતા છું અને મારો પતિ કોઈ કામધંધો કરતો નથી.

image source

આગળ વાત કરવામાં આવે તો પત્નીએ ફોન કરીને ત્યાં સુધી વાત કરી કે મારા પતિને હું મદદ કરવા માટે નાનું-મોટું કામ કરવા પણ તૈયાર છું, પરંતુ તે ઘરની જવાબદારીમાંથી છટકી ગયો અને વ્યંડળ બની ગયો. મારા પતિ સ્ત્રીઓનાં કપડાં પહેરી સ્ત્રીઓની જેમ જ શૃંગાર કરીને વ્યંડળોની ટોળકીમાં જ આંટા ફેરા કરી રહ્યા છે અને ઘરની કોઈ જ જવાબદારી ઉપાડવા તૈયાર નથી. આ સંજોગોમાં મારી પાસે હવે આવકનું કોઈ સાધન નથી, હું શું કરું? મને મરવાના પણ વિચારો આવવા લાગ્યા છે, પરંતુ બાળકોની સામે જોઈને ફરી એકવાર જીવું છું. અભયમની ટીમે આ ફોન કરનારી મહિલાની વાત સાંભળી તેમના ઘરે જઈને તેના પતિનો સંપર્ક સાધ્યો હતો.

image source

આ સાથે જ વાત કરીએ તો પોલીસ ટીમ ઘરે આવી હોવાનું જાણી પતિ સ્ત્રીના કપડામાં ઘેર આવ્યો હતો. કાઉન્સિલરે મહિલાના પતિને સમજાવ્યો કે તમે પુરુષ તરીકે જન્મ લીધો છે તો જવાબદારીમાંથી છટકી જવા માટે વ્યંડળ બની પત્ની અને બાળકોને નોધારાં મૂકી દો એ સારું ન લાગે. ત્યારબાદ તેનું સખત રીતે કાઉન્સિલીંગ કરવામાં આવ્યું અને આખરે લાંબી મથામણ બાદ સમજાવટ પછી પતિએ જવાબદારી ઉપાડવાનું સ્વીકાર્યું હતું.

image source

બે સંતાનો અને પત્નીનું ભરણપોષણ કરવાને બદલે પતિ કોઈ કામધંધો કરતો ન હતો. આ સંજોગોમાં પત્ની પતિને કામ કરીને પરિવારનો નિર્વાહ ચલાવવાનું કહેતી તો પતિ ઉશ્કેરાઈ જતો હતો. કારણ કે લગ્નજીવનના રથમાં બંને પૈડાં સરખાં હોય તો જ સંસારનો રથ સુખરૂપ ચાલે અન્યથા ઘર વિખેરાતાં વાર લાગતી નથી. આ સ્થિતિમાં પુરુષે ઘરની જવાબદારી નિભાવવી અનિવાર્ય છે. પરંતુ અમુક આવા પતિઓ પણ હોય કે જે છટકી જવા માગતા હોય છે.