પ્લાસ્ટિકની બોટલ્સની મદદથી બનાવવામાં આવ્યા આ ઘર, જે છે અનેક સુવિધાઓથી સજ્જ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે ત્યારે ભારત દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગને સંબંધિત કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ દેશના નાગરિકો દ્વારા તમામ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી, આ
પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી દેશમાં પ્રદુષણનું પ્રમાણ પણ વધતું જ જઈ રહ્યું છે. ત્યારે કેટલાક વ્યક્તિઓ એવા પણ છે જેઓ આ પ્લાસ્ટિકની વસ્તુઓનો એવી રીતે ઉપયોગ કરે છે કે, પ્લાસ્ટિકને કચરામાં નાખવાને બદલે તેનો અલગ રીતે ઉપયોગ કરી લેતા હોય છે.

image source

આવા જ કેટલાક ઉપાયો છે પ્લાસ્ટિકની બોટલ માંથી પેન હોલ્ડર બનાવવું કે પછી પ્લાસ્ટિકની બોટલને કાપીને નાના છોડ માટે કુંડા બનાવવા કે પછી વધારે બોટલ ભેગી કરીને બેસવાનું ટેબલ બનાવવું, આ બધી વસ્તુઓથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને નાના પાયે કામ કરી શકે છે.

image source

પરંતુ આજે અમે આપને જણાવીશું કે એક વ્યક્તિએ પ્લાસ્ટિકની ઘણી બધી બોટલ્સનો ઉપયોગ કરીને એક ઈમારત બનાવી રહ્યા છે. આજના સમયમાં પર્યાવરણમાં વધતું જતું પ્રદુષણ એક ખુબ જ ગંભીર સમસ્યા બની ગઈ છે. એનું એક મૂળભૂત કારણ છે પ્લાસ્ટિકના
કચરાથી થતું પ્રદુષણ છે. બધા જ આ પ્લાસ્ટિકના કચરાની સમસ્યાને ઉકેલવામાં લાગી ગયે છે. જેથી કરીને પ્લાસ્ટિકના કચરાથી થતા
પ્રદુષણથી બચાવી શકાય. એના માટે આજે આપને આ લેખમાં એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આ પ્લાસ્ટિકના
કચરાથી છુટકારો મેળવવા માટે એક અનોખો ઉપાય લઈને આવ્યા છે. તો ચાલો જાણીએ કે આ વ્યક્તિ અને તેમના દ્વારા અપનાવેલ અનોખા ઉપાય વિષે.

image source

આ લેખમાં અમે વાત કરી રહ્યા છીએ કેનેડામાં રહેતા રોબર્ટ બેજૌ વિષે. રોબર્ટ બેજૌએ જૂની પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ કરીને નિર્માણ કરી રહ્યા છે ઘર. અંદાજીત ૪૦ હજાર બોટલ્સનો ઉપયોગ કરીને, રોબર્ટ બેજૌ દ્વારા ઘરની સંરચનાની સૌથી સારી કલાકૃતિ બનાવી રહ્યા છે.

image source

કેનેડાના નિવાસી રોબર્ટ બેજૌ દ્વારા બનાવવામાં આવી રહેલ આ ઈમારત આ વર્ષના અંત સુધીમાં પૂરી થઈ જવાની સંભાવના છે. ત્યાર બાદ રોબર્ટ બેજૌ દ્વારા બનાવવામાં આવેલ પ્લાસ્ટિકની બોટલ્સની ઈમારતનો હોલિ ડે રિસોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે.

image source

રોબર્ટ બેજૌ આ ઈમારત વિષે જણાવે છે કે, તેઓ એકવાર એક દ્વીપ પર એક સ્વયંસેવક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તે દ્વીપ પર તેમનું
ધ્યાન ચારે તરફ ફેલાયેલ પ્લાસ્ટિકના કચરા પર જાય છે. ત્યાર પછી થયું એવું કે, તેમણે આ પ્લાસ્ટિકના કચરાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા માટે કામ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!