Site icon News Gujarat

સસ્તામાં ઘર અને જમીન ખરીદવા માટે આ બેંક આપી રહી છે ખાસ અવસર, 2000થી વધારે સંપત્તિની કરશે નીલામી

જો તમે સસ્તામાં ઘર, પ્રોપર્ટી કે કારોબારને માટે કોઈ સાઈટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને ખાસ અવસર મળવાનો છે. કેનેરા બેંક તમારા માટે એક મોટી ઓફર લાવી છે. આ સરકારી બેંક દેશમાં 2000થી પણ વધારે સંપત્તિની ઈ નીલામી કરવા જઈ રહી છે. આ માટે તમે ઓનલાઈન બોલી લગાવી શકો છો. તેની જાણકારી કેનેરા બેંકના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપવામાં આવી છે.

16 અને 26 માર્ચે થશે ઈ ઓક્શન

image source

ટ્વિટર પર આપવામાં આવેલી માહિતી અનુસાર કેનેરા બેંકના મેગા ઈ નીલામી 16 અને 26 માર્ચે થશે. તેમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ, રહેવાના ઘર અને ઓફિસ, ઈન્ડસ્ટ્રીયલ જમીન, આવાસ અને ખાલી સાઈટની નીલામી થશે. આ પ્રોપર્ટી બેંક તરફથી સમય સમય પર ડિફોલ્ટરથી રિકવરીને માટે મોર્ગેજ પ્રોપર્ટીની નીલામી કરાઈ રહી છે.

જાણો શું કહ્યું બેંકે

કેનેરા બેંકે ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે આ મૂલ્યવાન સંપત્તિના માલિક બનો. સંપત્તિની બોલી લગાવો, સંપત્તિ પોતાના નામ કરાવો. આખા ભારતના પ્રમુખ શહેરોમાં સંપત્તિ ખરીદવા માટે આ સમયનો ફાયદો ઉઠાવો. એટલે કે તમે સસ્તામાં ઘર, એપાર્ટમેન્ટ અને જમીનના માલિક બની શકો છો. ઈ- નીલામીમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહે છે. કેનેરા બેંકની બ્રાન્ચ પર કેવાયસીની પૂરી ડિટેલ્સને માટે દરેક ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવાના રહે છે.

તમામ જાણકારી માટે અહીં ક્લિક કરો

image source

ટ્વિટર હેન્ડલ પર બેંક દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રસ ધરાવતા ગ્રાહકોને માટે કેનેરા બેંકની કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com પર જાઓ. અહીં બેંકે કહ્યું છે કે ગ્રાહક અમારી કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com > સંપત્તિ વેચાણ સૂચના અને નીલામી સેવા પાર્ટનર પર સંપર્ક કરી શકે છે. આ સિવાય આ વેબસાઈટ્સથી પણ જાણકારી મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version