ઘરે બનાવી લો સરળ રીતે ગુલાબજળ, આ 5 રીતે કરો ચહેરા પર પ્રયોગ, સુંદરતા વધવાની સાથે સ્કીન બનશે સોફ્ટ

દરેક વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓની ઈચ્છા હોય છે કે તેઓ સુંદર દેખાય અને તેમની સ્કીન પણ સોફ્ટ અને શાઈની રહે. આ સમયે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે તો તમે ખાસ કરીને ઘરે બનાવેલા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તેને કોઈ પણ ચીજ સાથે મિક્સ કરી સકો છો. ખાસ કરીને ફેસપેક લગાવવામાં કે પછી ફેસ ક્લીનિંગમાં તેનો ઉપયોગ કરાય છે. તો તમે પણ જાણી લો કે કઈ 5 રીતે તમે ઘરે બનાવેલા શુદ્ધ ગુલાબજળનો ઉપયોગ કરો છો તો તમારો ચહેરો ચમકી જશે.

image source

ગુલાબજળ એ ગુલાબની પાંખડીઓથી બનેલું સુગંધિત પાણી છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે સ્કીનને માટે ફાયદો કરે છે. તેનો ઉપયોગ તમારી સ્કીનને માટે અનેક રીતે કરી શકાય છે.

image source

જો તમે ગુલાબજળને ટોનરની જેમ વાપરો છો તો તમે સ્કીનના પીએચ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. કોઈ પણ ટોનરની જેમ તે સ્કીનની ગંદગી અને તેલને હટાવવામાં મદદ કરે છે.

image source

અનેક વાર તમે સીઝન ચેન્જ થાય ત્યારે સ્કીનના ઓઈલી થવાની કે પછી સૂકાઈ જવાની સમસ્યા અનુભવો છો. આ સમયે તમે સ્કીનમાં ખેંચાણ પણ અનુભવો છો. તો આ સમયે તમે ગુલાબજળને મોઈશ્ચરાઈઝરની જેમ યૂઝ કરી શકો છો. તે સ્કીનને ફ્રેશ રાખે છે.

image source

તમે કોઈ પાર્ટીમાંથી કે ઓફિસથી આવો છો ત્યારે તમારા મેકઅપને દૂર કરીને સ્કીનને સાફ રાખવામાં પણ આ ઘરે બનાવેલા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ગુલાબજળની સાથે નારિયેળ તેલના ટીપામાં મિક્સ કરો અને મેકઅપને સાફ કરવા ક્લીંજિંગ પેડનો ઉપયોગ કરો તે ઈચ્છનીય છે.

અનેક વાર સતત ઓનલાઈન કામ કરવાથી કે ફોનના વધારે પડતા ઉપયોગથી તમારી આંખો થાકી જાય છે. જેના કારણે ક્યારેક તેમાં સોજા પણ જોવા મળે છે. આ માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. સૌ પહેલા ઠંડુ ગુલાબજળ લો અને તેના કેટલાક ટીપાને રૂ પર નાંખો. આ પછી તેને આંખો પર થોડો સમય રહેવા દો. તમને જલ્દી આરામ મળશે.

image source

ગુલાબજળનો ઉપયોગ તમે ખીલને માટે પણ કરી શકો છો. તે પોતાના એન્ટી બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. લીંબુના રસમાં ગુલાબજળને મિક્સ કરી લો અને તેને ખીલ પર 20 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી સાફ પાણીથી ફેસ વોશ કરી લો. જલ્દી તમને રીઝલ્ટ જોવા મળશે અને સાથે આ પ્રયોગથી સ્કીન પર ડાઘ પણ પડશે નહીં.

ઘરે આ સરળ રીતે બનાવી લો ગુલાબજળ

image source

સૌથી પહેલા તમે 10-15 ગુલાબના ફૂલ લો અને તેને સાફ પાણીથી ધોઈ લો. આ ફૂલને કોઈ કોટન કપડા પર રાખીને પાણી સૂકવી લો. આમ તો તમે ગુલાબના કોઈ પણ રંગના ફૂલ લઈ શકો છો. લાલ દેશી ગુલાબનો ઉપયોગ કરવાનું ફાાયદારૂપ સાબિત થઈ શકે છે. કેમકે તેમાં સુગંધ હોય છે. હવે ફૂલોના ડંઠલથી તેની પાંખડીને અલગ કરી લો. હવે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાંખો અને સાથે ગેસ પર લો ફ્લેમ પર તેને ઉકાળો. આ પાણી થોડું ગરમ થાય તો પાણીમાં ગુલાબની પાંદડીઓ નાંખો. તેને થોડી વાર સુધી ઉકાળો. જ્યારે તમે ગુલાબની પાંદડીઓનો રંગ ઉતરતો અનુભવો અને પાણી અડધું થઈ જાય તો ગેસ બંધ કરી લો. ગુલાબ જળ એટલે કે રોઝ વોટર તૈયાર કરો. તેને ઠંડુ થવા દો અને કોઈ બોટલમાં ભરીને રાખી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *