Site icon News Gujarat

સોનું ફરી વખત થયું સસ્તુ, 2 દિવસમાં 3000 રૂપિયા સુધી ઘટી કિંમત, જાણો શું છે આજનો નવો ભાવ

દેશમાં એક તરફ કોરોના મહામારી ચરમ સીમાએ પહોંચી છે ત્યારે જ સાથે લગ્નની સીઝનની પણ શરૂઆત થઈ ચૂકી છે. લગ્નની સીઝનમાં ખાસ કરીને સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે અને આવું પહેલીવાર થયું નથી. છેલ્લા 2 દિવસમાં સોનાની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનું પોતાના રેકોર્ડ હાઈથી ઘણું સસ્તુ વેચાઈ રહ્યું છે. સોનું હાલમાં રેકોર્ડ હાઈથી લગભગ 10 હજાર રૂપિયા સસ્તુ વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં 10 ગ્રામ સોનાની કિંમત 56000ને પાર પહોંચી હતી.

10 ગ્રામ સોનાની કિંમતો 46-47 હજાર રૂપિયાની વચ્ચે છે

image source

એક માહિતી અનુસાર સોનાની કિંમતમાં પ્રતિ 100 ગ્રામમાં ઘટાડાની વાત કરાય તો એક દિવસ પહેલા એટલે કે શનિવારે 1900 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. રવિવારે 24 કેરેટના 100 ગ્રામ ગોલ્ડની કિંમતમાં 1100 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીની કિંમતમાં પણ 200 રૂપિયાનો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 68900 હતો જે આજે 68700 પર પહોંચ્યો છે.

image source

મળતી માહીતી અનુસાર ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની સાઈટના આધારે 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત કારોબારી સત્ર એટલે કે શુક્રવારે બજાર ખુલવાનો સમય 47615 હતો જે બંધ થવાના સમયે 47806 પર પહોંચ્યો છે. ગુરુવારે આ રેટની સરખામણીના આધારે અહીં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે બજાર ખુલવાના સમયે 10 ગ્રામ સોનાની કિંમત 47864 હતી જે ઘટાડાની સાથે 47814 રૂપિયા પર બંધ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રેટ દેશભરમાં માનવામાં આવે છે. જો કે આ વેબસાઈટ પર આપવામાં આવેલા રેટ જીએસટીમાં સામેલ કરાતા નથી, સોનું ખરીદતી કે વેચતી સમયે તમે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ભાવનો આધાર લઈ શકો છો.

દિલ્હીમાં શું છે સોનાનો ભાવ

image source

સ્થાનિક સર્રાફા બજારમાં સોનાની માંગ નબળી પડવાથી સોનું 24 રૂપિયા ઘટીને 47273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. એચડીએફસી સિક્યોરિટીએ કહ્યું કે આ પહેલા ગયા સ ત્રમાં સોનાનો ભાવ 47297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ આ સમયે 909 રૂપિયા ઘટ્યો અને 68062 રૂપિયા કિલો રહ્યો છે. આ પહેલા ગઈકાલે તે 68971 પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ સામાન્ય વધ્યો અને 1784 ડોલર પ્રતિ ઓંસ પર રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષકે કહ્યું કે ન્યૂયોર્કના જિંસ એક્સચેન્જ બજારમાં કામેક્સમાં હાજર મૂલ્ય 1784 ડોલર પ્રતિ ઓંસ પર મજબૂતીમાં રહેવાથી સોનાના ભાવ ઠીક ઠીક રહ્યા છે.

સૌથી સસ્તુ સોનું ક્યા

image source

એક રિપોર્ટ અનુસાર મુંબઈ, પુના, નાસિક, નાગપુર, પટનામાં સોનું સૌથી સસ્તુ મળી રહ્યું છે. અહીં 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 45950 રૂપિયાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version