ગુજરાતમાં અહીં નોંધાયો ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ, જાણો ક્યાંક તમારી આસપાસ તો નથી ને?

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે અને સતત કોરોના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટન એન્ટ્રી થઇ હતી તેવી જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આપી હતી. રાજ્યમાં એક સાથે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના
બે કેસ નોંધાયા હતા પરંતુ તે ત્રણ મહિના પહેલા. પરંતુ હવે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ત્રીજો કેસ મળતા હડકંપ મચી ગયો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો હતો જે યુવાન મહારાષ્ટ્રથી આવ્યો હતો તેમા ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો હતો. ત્યારે હવે જામનગરમાં એક દર્દી ડેલ્ટા પ્લસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રાજ્યમાં વડોદરા અને સુરતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 1-1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
અહીં અત્યાર સુધીમાં 20 કેસ સામે આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 7, પંજાબ-ગુજરાતમાં 2-2, કેરળમાં 3, આંધ્રપ્રદેશમાં એક, તમિલનાડુમાં 9, ઓરિસ્સા, રાજસ્થાન,જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં 1-1 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં આખુ ગુજરાત ભયાનક સ્થિતિમાં મૂકાયુ હતુ. પરંતુ બાદમાં આ મહામારી સામે ગુજરાત જંગ જીતતું નજર આવી રહ્યું છે પરંતુ હવે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ
વેરિયન્ટનોત્રીજો કેસ સામે આવ્યો છે. જે એક ચિંતાનો વિષય છે. જામનગરમાં એક દર્દી ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે. આ દર્દી 2 જૂનના રોજ ડિસ્ચાર્જ થયો હતો. અત્યાર સુધી રાજ્યમાં કુલ ત્રણ ડેલ્ટા+ વેરીયન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. જામનગરમાં 2 જુનના રોજ ડિસ્ચાર્જ થયેલ દર્દીનો રીપોર્ટ આજે આવ્યો છે. જોકે આ દર્દી સંપુર્ણ સ્વસ્થ હોવાની જાણકારી સામે આવી રહી છે.

image source

દેશમાં એક તરફ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને બીજી વેવ શમી જવાના આરે છે ત્યાં કોરોના વાઈરસનું વધુ એક નવું સ્વરૂપ ચિંતા જન્માવી રહ્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સતત સામે આવી રહ્યા છે. આ કેસમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળને ગંભીર સ્થિતિમાં હોવાનું
જણાવ્યું છે. આ ત્રણેય રાજ્યોમાં ડેલ્ટા પ્લસના કેસ સૌથી વધારે છે.

image source

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર માટે કારણભૂત બની શકે છે તેવું પણ કેટલાક તબીબોને આશંકા છે જોકે તેની કોઇ પુષ્ટિ નથી. સરકારે જણાવ્યું કે, ત્રણેય રાજ્યો ઉપરાંત દેશભરના અન્ય રાજ્યો માટે પણ આ સ્થિતિ ચિંતાજનક છે. તમામ સ્તરે આપણે સતર્ક રહેવું પડશે અને સાવધાની રાખવી પડશે.

image source

જણાવી દઇએ કે, કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અત્યંત ચેપી છે અને ડેલ્ટા વેરિયન્ટનું બદલાયેલું સ્વરૂપ છે. ભારતમાં બીજી લહેર માટે ડેલ્ટા જ જવાબદાર મનાય છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (B.1.617.2.1) ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)માં જ આવેલા બદલાવથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં આવેલા એક બદલાવના કારણે ડેલ્ટા પ્લસ બન્યું. સ્પાઇક પ્રોટીનથી જ વાયરસ શરીરમાં ફેલાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!