ગુજરાતના માણવદરની 2 બહેનો પહોંચી ઈઝરાયલ, આ કામ કરીને વધારશે ગુજરાતનું ગૌરવ

ગુજરાતના જૂનાગઢમાં માણાવદર તાલુકો આવેલો છે. અહીં નાના કોઠડી ગામના મૂળ વતની મહેર પરિવાર હાલમાં ઈઝરાયલમાં નિવાસી થયો છે. આ પરિવાર મૂળ ગુજરાતી છે.પરંતુ તે પરિવારની દીકરીઓ હવે ઈઝરાયલની સેનામાં નામ કમાશે. આ પરિવારની 2 દીકરીઓ એટલે કે 2 બહેનોએ ઈઝરાયલની સાથે સાથે ગુજરાતના માણાવદરનું નામ પણ રોશન કર્યું છે. ગુજરાતનો આ મહેર પરિવાર ઈઝરાયલમાં કરિયાણાનો વ્યવસાય કરી રહ્યો હોવાની વાત પણ જાણવા મળી છે.

શું કરશે આ ગુજરાતી મહિલાઓ

image source

ઈઝરાયલની આર્મીની વાત કરીએ તો આ પ્રથમ ગુજરાતી મહિલાઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોઠડી ગામના રહેવાસી જીવાભાઈ મુળિયાસિયા અને તેમના ભાઈ સવદાસભાઈ મુળિયાસિયા બંને ઈઝરાયલના તેલઅવીવમાં સ્થાયી થયા છે. જેમાં નિશા મુળિયાસિયા ઈઝરાયલી સેનામાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવે છે. આ સિવાય નિશા ફ્રન્ટલાઈન યૂનિટહેડનું કામ પણ કરશે.

શું કરશે પરિવારની અન્ય દીકરી રિયા

image source

પરિવારની અન્ય દીકરી રિયા મુળિયાસિયાની વાત કરીએ તો તે પણ બહેન નિશાના નક્શે કદમ પર ચાલી રહી છે. રિયાએ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ સૈન્યને પસંદગી આપી હતી. તે ઈઢરાયલની આર્મી પ્રી સર્વિસમાં છે અને સાથે કમાન્ડોની સમકક્ષ ટ્રેનિંગ છે. 3 મહિના બાદ અનેક પરીક્ષાઓ પાસ કર્યા બાદ તે પણ નિશાની જેમ આર્મીમાં પોસ્ટિંગ મેળવશે.

image source

આમ આ બંને બહેનો નિશા અને રિયા મુળિયાસિયા જે ગુજરાતના એક નાના ગામની છે તેઓ ઈઝરાયલમાં પોતાનું નામ રોશન કરીને પરિવારની સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યુ છે. ખરેખર આ પરિવાર અને બહેનોને ધન્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *