ગુજરાતના આ ST ડેપોમાં ફરજ બજાવતા 39 કર્મચારીઓ એક સાથે કોરોના પોઝિટિવ આવતા ચિંતાજનક સ્થિતિ, મોટાભાગના રૂટો કરાયા બંધ

સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં કોરોનાની બીજી લહેરે પોતાનો પ્રકોપ ફેલાવ્યો છે. દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો
વધતો જાય છે અને એની સામે સાજા થનારની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત કેટલાય લોકોને આ કાળમુખો કોરોના
ભરખી રહ્યો છે. એવામાં ગુજરાતમાં કોરોનાના કહેરને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી
કર્ફ્યુથી માંડીને અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

image source

એટલું જ નહીં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કહેરને કારણે અનેક જગ્યાએ બસો તેમજ પ્રાઈવેટ વાહનો બંધ રાખવાની પણ
ફરજ પડી છે. એવામાં હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કપડવંજ ST ડેપોમાં ફરજ બજાવતા સ્ટાફના 39
કર્મચારીઓ કોરોના સંકમિત થયા છે. જેના કારણે મોટા ભાગના રૂટો પર એસટી બસ બંધ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે કપડવંજ પંથકમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો
નોંધાઇ રહ્યો છે. એવામાં કપડવંજ એસ.ટી.ડેપોના કર્મચારીઓ પણ કોરોના સંક્રમણમાંથી બાકાત નથી રહી શક્યા.

image source

તમને જણાવી દઈએ કે કપડવંજ એસટી ડેપોમાં 147 ડ્રાઇવર, 121 કંડકટર ઉપરાંત વર્કશોપ ખાતે મિકેનિકલ સ્ટાફનું મહેકમ છે.
જેમાંથી એક અઠવાડિયા પહેલા ડેપો મેનેજર સહિત અંદાજે 26 જેટલા એસટી બર્સના ડ્રાઇવર અને કંડકટર તેમજ મિકેનિકલ સ્ટાફ
કોરોના સંક્રમિત થયા છે. એ દિવસને લઈને આજ દિન સુધી 5-ડ્રાઇવર તથા 8-કંડકટર મળી કુલ 39 લોકો કોરોના સંક્રમણનો ભોગ
બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંકર્મીતો પૈકી એસ.ટી.ના બે કર્મચારીઓના કોરોનાને કારણે મોત પણ નિપજયા હતા. જેમાં એટીઆઇ તથા
ટ્રાફિક કન્ટ્રોલરનો સમાવેશ થાય છે.

image source

હાલ કપડવંજ એસટી ડેપોમાંથી બસના 72 સિડ્યુલ છે જેમાંથી 45 શિડયુલ હાલના સમયે કાર્યરત છે અને કપડવંજ તાલુકાના
ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ
નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા
હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યરે
એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યરે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

image source

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને
તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *