રેમડેસિવિરને લઈ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે લેવા માટે નહિં જરૂર પડે આ રિપોર્ટની

ભારત જ્યારે કોરોના વાઇરસની બીજી લહેર સામે લડી રહ્યું છે અને કોરોનાના કેસે ગત વર્ષના સપ્ટેમ્બર (કોરોનાની પ્રથમ લહેર)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે ત્યારે દેશમાં રેમડેસિવિરની અછત સર્જાવાનું કારણ શું છે?

image source

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગત ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રેમડેસિવિર ઓછી કે લગભગ ન બરોબર માગ હતી એટલે આનું ઉત્પાદન અટાકવી દેવાયું હતું. સ્પષ્ટ છે કે ત્રણ મહિના સુધી ઉત્પાદન ન બરાબર થવું આ દવાના પુરવઠાની ઘટ પાછળનું મોટું કારણ છે.

image source

ભારતમાં સાત કંપનીઓ (માયલેન, હેટ્રો હેલ્થ કૅર, જુબલિયન્ટ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ્ લૅબ, સન ફાર્મા અને ઝાયડસ) રેમડેસિવિરનું ઉત્પાદન કરે છે. હવે કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં લોકો મોટા પ્રમાણમાં રેમડેસિવિર ખરીદી રહ્યા છે અને સંગ્રહ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે તેઓ રેમડેસિવિરનાં 5000 ઇન્જેક્શનો જરૂરીયાતવાળા લોકોને વહેંચશે. એ બાદ સુરતસ્થિત ભાજપના કાર્યાલય પર લોકોની લાંબી કતારો લાગી અને આ વાતની ભારે ટીકા પણ થઈ. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહાસચિવ ડૉક્ટર રવિ વાનખેડકરે
બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે ગત એક વર્ષમાં અમે જોયું કે જો કોઈ કોરાનાથી સંક્રમિત દરદીના પ્રારંભિક દિવસોમાં રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્થિતિ ગંભીર બનતા અટકાવી શકાય છે.” તેઓ કહે છે, “રેમડેસિવિરની અછત સર્જાવા પાછળનું કારણ ડૉક્ટરો દ્વારા વગર વિચાર્યે સૌને રેમડેસિવિર લેવાની સલાહ આપવી પણ છે. હકીકતમાં આને માત્ર મધ્યમ કે ગંભીર સંક્રમણમાં જ આપવી જોઈએ. પણ કેટલાય ડૉક્ટરો વિચાર્યા વગર જ આ દવા લખી રહ્યા છે.”

કોરોના વાયરસની મહામારીથી લડવા માટે ભલે તમે દરેક પ્રયત્ન કરી રહ્યા હોવ.

image source

પરંતુ દિવસે ને દિવસે કોઇ સમસ્યા સામે આવી જાય છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે દેશમાં કોરોના વાયરસ સામે લડવાની દવા રેમડેસિવિરની કાળાબજારી થઇ રહી છે. તેથી જરૂરિયાતમંદ લોકો પાસે આ દવા માટે મોં માંગી કિંમત વસૂલવામાં આવી રહી છે. હવે તેના માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના દવા નિયામક (DCGI) એ રાજ્યો
અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દવા નિયંત્રકોને એન્ટી-વાયરલ રસી ‘રેમડેસિવિર’ની કાળાબજારી રોકવા માટે કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ દવાને ઇમરજન્સી અને સીમિત આધાર પર કોવિડ 19 દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે.  રેમડીસિવિર ઈન્જેક્શનને લઈ સૌથી મોટો નિર્ણય, હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નહી, HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ ઈન્જેક્શન મળી શકશે. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે એક તરફ અછત અને પડાપડી થઈ રહી છે. તો રેમડીસિવિર ઈન્જેક્શનને લઈ સૌથી મોટો નિર્ણય કર્યો છે. હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ ઈન્જેક્શન મળી શકશે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પણ આ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે.

સરકારે એક જ દિવસમાં ખરીદ્યા નવા 2 લાખ ઈન્જેક્શન

image source

આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે 2 લાખ કરતા વધુ ઇન્જેક્શન ખરીદ્યા છે. એન્ટીજન ટેસ્ટના આધારે પણ ઇન્જેક્શન આપવામાં આવશે. એક જ દિવસમાં 2 લાખથી વધુ ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં હવે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાય છે.

સરકારના વકીલ કમલ ત્રિવેદીએ રેમડેસિવિર અંગે આપ્યું નિવેદન

image source

ગુજરાત હાઈકોર્ટેમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અનેક મામલે સરકાર પાસેથી જવાબ લીધા હતા. તો પત્રકારો સાથે વાતચીત કરતા સરકારના વકીલે રેમડેસિવિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી. આ સાથે કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના બાળકો,
ગરીબ વર્ગો માટે સરકારે કોવિડ સેન્ટરો બનાવ્યા છે. અને હોસ્પિટલ બહાર જે રીતે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીને રાહ જુએ છે. તે મામલે SOP બહાર પડાશે. અને દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાના છે તેની સ્પષ્ટતા પહેલા કરાશે. તેવી વાત પણ સરકારના વકીલ કમલ ત્રિવેદીએ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!