ગૌરવવંતો ગુજરાતી હિતેશ, અમૂલ ડેરીના ડ્રાઇવરનો પુત્ર આકરાં સંઘર્ષ બાદ બન્યો ગુરુગ્રામની કંપનીમાં એસોસિયેટ મેનેજર

દેશમાં મેનેજમેન્ટની દિશામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) સૌથી આગળ હોવાનુ માનવામાં આવે છે. અહી અભ્યાસ કરવો તે મેનેજમેન્ટમાં રસ રાખનાર માટે ગર્વની વાત કહેવાય છે. અહી અભ્યાસ કરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટરના ડ્રાઈવર પંકજ સિંઘના 24 વર્ષીય પુત્ર હિતેશ સિંઘે કેટની પરીક્ષા ખુબ સારો દેખાવ કર્યો છે જે અંગે અહી વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ તેણે 96.12 પર્સન્ટાઇલ સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો.

image source

હાલમાં જાણવા મળ્યુ છે કે આઈઆઈએમમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં તેણે ગુરુગ્રામસ્થિત કન્ટ્રી ડિલાઇટ તરફથી એસોસિયેટ મેનેજર, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની ઓફર સ્વીકારી છે. તેના પિતા આમ તો ડેરી ક્ષેત્રમાં કામ કાર્યરત છે. હિતેશ સિંઘ માતાપિતાનાં સપનાંને સાકાર કરવા મેળવેલી સફળતા બીજા યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે. તેણે વાત કરતા કહ્યુ કે આઈઆઈએમમાં યોજાયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં મને પાંચથી છ કંપનીની ઓફર હતી. જો કે મેં દરેક કંપનીએ આપેલી ઓફર અને ત્યાં મારી શું જવાબદારી રહેશે એનો પૂરતો અભ્યાસ કર્યો અને બાદમાં ગુરુગ્રામની કન્ટ્રી ડિલાઇટ ડેરીમાં ઈન્ટરવ્યુ આપ્યો.

આગળ વાત કરતા તે કહે છે કે ત્યાં મારું સિલેક્શન પણ થઈ ગયું. આ પછી મને જણાવવામા આવ્યુ કે કન્ટ્રી ડિલાઈટ તરફથી ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એસોસિયેટ મેનેજર તરીકેની જવાબદારી મારી રહેશે.તે કહે છે કે મને આ દિશામા પહેલાથી જ ઘણો રસ હતો અને આ કંપનીમાં મને નવી પ્રોડક્ટ ડેવલપ કરવાથી લઈને તમામ પ્રકારનો અનુભવ મળી રહેશે જેથી મે આ નોકરી પસંદ કરી છે. મેં શરૂઆતથી જ ડેરીક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું. મેં ગ્રેજ્યુએશન પણ ડેરી સાયન્સમાં કર્યું હતું. એમબીએ પણ ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં કર્યું.

image source

તે કહે છે કે હવે ડેરીક્ષેત્રમાં કારકિર્દી બનાવીને નવા આયામો સર કરવાની મારી ઈચ્છા છે. જીવનમાં લક્ષ્ય નક્કી હોવું જોઇએ. આ માટે ધગશથી મહેનતથી આગળ વધાતા રહેવુ જેથી સફળતા અચૂક મેળવી શકાય છે. માતાપિતા કહે છે કે પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મળ્યું તે ગૌરવની વાત છે. હિતેશ વિશે મળતી માહિતી મુજબ સ્કૂલના સમયથી જ હિતેશ સ્કોલરશિપ પર સારી રીતે અભ્યાસ કરતો અને આજ સુધી તેણે એકપણ ધોરણમાં ટ્યૂશન લીધું નથી. ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરનાર હિતેશે ધો.12ની પરીક્ષામાં 97 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. હિતેશે કહે છે, મારી માતા જ મને ઘરે ભણાવતી હતી. તેના વિશે જીસીએમએમએફના એમ.ડી. આર. એસ. સોઢીએ વાત કરતા કહ્યું હતુ કે હિતેશ હોશિયાર વિદ્યાર્થી છે. એક સામાન્ય પરિવારનો કોઈ વિદ્યાર્થી આવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાની મહેનતથી એડમિશન મેળવે તે ગૌરવની વાત છે. હું અને મારા સહકર્મીઓ તેને કારકિર્દી વિશે વધુ માર્ગદર્શન આપીને મદદરૂપ થતા રહીશું.

image source

માતા-પિતા સાથે થયેલી વાતચીતમા તેમણે જણાવ્યુ હતુ કે રાત-દિવસ મહેનત કરી તેણે બાળકોને ભણાવ્યાં છે. હિતેશ સિંઘની કિમત 24 વર્ષ છે. હિતેશ સિંઘ આ વિશે કહે છે કે મારા પિતા પંકજ સિંઘ ગુજરાત કો-ઓપેરટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ., અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર. એસ. સોઢીના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે જ્યારે મારી માતા સરિતાબહેન ગૃહિણી છે. તે બંનેએ એસએસસી સુધીનો જ અભ્યાસ કર્યો છે પરંતુ અમે સારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવી શકીએ એ માટે તેમણે રાત-દિવસ મહેનત કરીને અમને ભણવ્યા છે અને હમેશા પ્રોત્સાહિત પણ કર્યા છે. તેણે અહી સુધી પહોચ્યાનો શ્રેય પરિવાર્ને આપતા કહ્યુ હતુ કે તેમની કેળવણી અને સતત પ્રોત્સાહનના કારણે જ હું આજે અહીં પહોંચી શક્યો છું.

image source

નવાઇની વાત એ છે કે તેણે કોઈ ટ્યૂશન કર્યા વિના આ સિદ્ધિ મેળવી છે. પંકજ સિંઘ દીકરાની સિદ્ધિથી ગૌરવ અનુભવતા કહે છે જ્યારે પણ હું આ કેમ્પસમાં મારા બોસ સાથે આવતો ત્યારે હું પ્રાર્થના કરતો હતો કે એક દિવસ મારા દીકરાને પણ અહીં એડમિશન મળે અને સાચે મારુ આ સપનું આજે હકીકત બની ગયુ છે. જાણવા મળ્યુ છે કે પંકજ સિંઘનો પરિવાર બિહારથી આણંદ આવ્યો હતો અને અહીં જ હિતેશનો જન્મ થયો હતો.