હજુ પણ કોરોનાને મજાક સમજતા લોકો સુધરી જજો, રડતાં રડતાં ડૉક્ટરે કહ્યું એ સાંભળીને તમે ધ્રુજી ઉઠશો

હાલમાં રોજથી રોજ પરિસ્થિતિ વકરતી જઈ રહી છે. મંગળવારે કોરોનાના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત એક દિવસની અંદર સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સિવાય સૌથી વધુ મૃત્યુ થયાં અને સાજા થનારાઓનો પણ રેકોર્ડ બન્યો. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 94 હજાર 11 લોકો સંક્રમિત થયા છે. ગત વર્ષે શરૂઆતથી લઈને અત્યારસુધીમાં એક દિવસમાં મળનારા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે જ 24 કલાકમાં સંક્રમણથી 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે. માહોલ એેવો છે કે કોરોના પેશન્ટ દવા અને ઓક્સિજન વગર મરી રહ્યા છે અને ડૉક્ટર્સ લાચાર છે.

image source

ત્યારે આવી બદથી બદ્દતર હાલત વચ્ચે ડૉક્ટર તૃપ્તિ ગિલાડાનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ અંદાજો આવી જશે કે કોરોનાને લઈ દેશની હાલત કેવી છે. તમે પણ જો હજુ સીરિયસ ન હોય તો સીરિયસ થઈ જજો. વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર કહી રહી છે કે ઘણા ડૉક્ટર્સની જેમ હું પણ ખુબ પરેશાન છું. મુંબઇની હાલત ખુબ ખરાબ છે. અહીંના હોસ્પિટલમાં આઇસીયુમાં જગ્યા જ નથી. અમે લોકોની આવી હાલત પહેલા નથી જોઇ. અમે અસહાય છીએ.

image source

ડોક્ટર દુખની લાગણી સાથે કહી રહી છે કે હાલની પરિસ્થિતિમાં ઇમોશનલ બ્રેકડાઉન ડૉક્ટર્સમાં પણ થઇ રહ્યાં છે. માટે પોતાનુ ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. તમને એવુ લાગી રહ્યું છે કે તમને છેલ્લા 1 વર્ષમાં કોરોના નથી થયો તો તમે સુપર હિરો છો, તમારી ઇમ્યૂનિટી ખુબ સારી છે તો તમે એવા વિચારો છોડી દો કારણ કે અમે 35 વર્ષના યુવાનોને જોઇ રહ્યાં છીએ કે જે વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ ખુબ નાજુક છે. આવો સમય અમે પહેલા ક્યારેય નથી જોયો જ્યારે આટલા બધા લોકોને એક સાથે મેનેજ કરવાના હોય.

કેવી પરિસ્થિતિ છે એના વિશે વાત કરી રહ્યાં છે કે અમે લોકોને ઘરમાં ઓક્સિજન આપીને મેનેજ કરી રહ્યાં છીએ. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમનામાં સિરીયસ ઇન્ફેક્શન ઓછા દેખાઇ રહ્યાં છે. હોસ્પિટલાઇઝેશન નહિવત છે. સાફ છે કે વેક્સિન બચાવમાં ખુબ મદદગાર છે. ડૉક્ટરે આંસુઓને રોકવાની ખુબ કોશિષ કરી પરંતુ તેમણે ભાવૂક થઇને કહ્યું તે અત્યારની સ્થિતિમાં ઇમોશનલ બ્રેકડાઉન બધા ડૉક્ટર્સને ક્યાંક ને ક્યાંક થઇ જ રહ્યો છે. પોતાનુ ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. હવે આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ સાવચેત રહેવા માટે પ્રેરણા લઈ રહ્યા છે. ત્યારે હવે વીડિયો લોકો શેર કરી રહ્યાં છે.

જો હાલમાં વાત કરીએ ગુજરાતની તો રાજ્યમાં મંગળવારે 12206 લોકો કોરોના સંક્રમિત થયા છે, 4339 લોકો રિકવર થયા અને 121નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 4.28 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાં 3.46 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5615 દર્દીનાં મૃત્યુ થયાં છે. 76500 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!