Site icon News Gujarat

અરે બાપ રે…હજી તો કોરોનાની ત્રીજી અને ચોથી લહેર પણ આવશે, હવે સેલ્ફ લોકડાઉન જ એકમાત્ર ઉપાય

કોરોનાની બીજી લહેરખીએ ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદની સ્થિતિ તો એવી છે કે એ થોડા જ સમયમાં ચીનનું વુહાન બની જાય તો નવાઈ નહિ. શહેરમાં દરરોજ 5000થી વધુ કેસો સામે આવી રહ્યા છે અને 25 દર્દીનાં મોત થઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેર ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. અને આ એક સંક્રમિત બીજા 10થી 15 લોકોને ચેપ લગાડી રહ્યો છે. આ વખતે મોટા પ્રમાણમાં બાળકો અને વૃદ્ધો પણ સંક્રમિત થયા છે.

image source

હાલ બધાના જ મન મગજમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે આ પરિસ્થિતિ કેટલો સમય સુધી સહન કરવી પડશે, ક્યારે આ કોરોના વાયરસથી છુટકારો મળશે… આ અંગે નિષ્ણાત ડોકટરોએ જણાવ્યું છે કે લોકો નિયમોનું પાલન કરશે અને સેલ્ફ લોકડાઉનનો અમલ કરશે તો જૂન મહિનામાં સેકન્ડ વેવની તીવ્રતા ઘટશે. બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે.

image source

છેલ્લા એક વર્ષથી ડૉ.ધ્રુષિ પટેલ કોરોના સામે મેદાને પડ્યા છે. તેઓ એક વર્ષમાં અનેક લોકોના કોરોના રિપોર્ટ તથા સીટી સ્કેનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છે. ઉપરાંત વિદેશના પણ અલગ અલગ નિષ્ણાત ડોકટરો સાથે સતત સંપર્કમાં છે.

ડૉ ધ્રુષી પટેલે કરેલા અભ્યાસ મુજબ જ્યારે લોકો વધુ સંખ્યામાં ભેગા થયા હોય અને એ લોકોએ માસ્ક ન પહેર્યું હોય ત્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જ્યા લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે અને એકબીજાના સંપર્કથી દૂર રહે છે ત્યાં કોરોના સંક્રમણ ઓછું ફેલાય છે.

image source

ડૉ.ધ્રુષિ પટેલે જણાવ્યું હતું કે બીજા દેશની જેમ આપણે ત્યાં પણ કોરોનાનો પ્રકોપ વધ્યો છે અને હજુ એક મહિનો જેટલો સમય આ વાયરસની તીવ્રતા રહેશે. અને ત્યારબાદ જૂન મહિના સુધીમાં વાયરસની તીવ્રતા ઘટશે, પણ એ માટે લોકો કેટલાક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે જેમ કે માસ્ક પહેરવું, ભેગા ના થવું, બિનજરૂરી બહાર જવાનું ટાળવું તથા સેલ્ફ લોકડાઉનનું પાલન કરવું પડશે.

image source

તેમને આગળ કહ્યું હતું લે કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં કોરોનાની તીવ્રતા ઓછી થશે. એટલું જ નહીં તેમને એમ પણ કહ્યું હતું કે હજી તો કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે, પરંતુ આપણે હવે આપણી ઇમ્યુનિટી વધારવી પડશે. તેમને વેકસીનેશનની તરફેણમાં કહ્યું હતું કે વેક્સિનેશન વધશે તો બેઝલાઈન ઇમ્યુનિટી વધશે. આ અંગે લોકો જાગ્રત થાય એ જરૂરી છે. જો લોકો વેક્સિન લેશે તો કોરોના સામે લડવા માટે હોસ્પિટલ જવાની જરૂર નહિ પડે. લોકોમાં જાગૃતિ આવે તો કોરોના સામે લડતમાં જીતી શકાશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version