સ્વિમિંગ પુલમાં પત્ની નતાશા સાથે રોમાન્સ કરતો હાર્દિક પંડ્યા, કિસ કરતી આ રોમેન્ટિક તસવીર વાયુવેગે થઇ રહી છે વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા અને એમની પાર્ટનર નતાશા સ્ટાનકોવિક ક્રિકેટના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે બંને પોતાની અંગત જિંદગીને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. હાર્દિક પાંડયા અને નતાશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ફોટા અને વીડિયો શેર કરતા રહે છે

natasha stankovics photo viral while kissing hardik pandya
image source

નતાશાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાર્દિક પાંડયા સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. બંને એક સ્વિમિંગ પુલમાં છે જ્યાં નતાશા હાર્દિક પાંડયાને કિસ કરતી દેખાઈ રહી છે. એમના ફેન્સ આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે

તમને જણાવી દઈએ કે હાર્દિક પાંડયા અને નતાશા હાલ પુનામાં છે. હાર્દિક પાંડયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ અહીંયા વન ડે સિરીઝમાં રમી રહ્યા છે. હાર્દિક જ્યારે રમતમાં બીઝી ન હોય તો નતાશા અને દીકરા અગસ્ત્ય સાથે સમય પસાર કરે છે અને એ સાથે જોડાયેલા ફોટા અને વીડિયો પણ શેર કરે છે.

natasha stankovics photo viral while kissing hardik pandya
image source

હાર્દિક પાંડયા ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ છે. એ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર છે. સાથે જ એ આઇપીએલમાં ટીમ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. 27 વર્ષના હાર્દિક પાંડયાએ અત્યાર સુધી 11 ટેસ્ટ, 59 વન ડે અને 48 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. એમનું નામ ટેસ્ટમાં 17, વન ડેમાં 55 અને ટી 20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં કુલ 41 વિકેટ છે

image source

નતાશાની વાત કરીએ તક એ એક સરબીયન ડાન્સર અને મોડલ છે. એમને બોલીવુડમાં ફિલ્મ સત્યાગ્રહ દ્વારા પણ મુક્યો હતો. નતાશાને ઓળખ રેપર બાદશાહના ગીત ડીજે વાલે બાબુથી મળી હતી. તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.પતિ હાર્દિક પાંડયા સાથે ફોટો શેર કરતા પહેલા એમને પુલમાં પોતાના હોટ લુકનો એક વિડીયો પણ શેર કર્યો હતો. વિડીયો શેર કરતા એમને કેપ્સનમાં લખ્યું હતું કર “તમારામાંથી અમૂકે મને એ સવાલ પૂછ્યો કે પ્રેગ્નનસી પછી તમે કેવી રીતે વજન ઘટાડયું. હું ન તો જિમ કરવું પસંદ કરું છું અને ન ભારે ટ્રેનિંગ કરવું પસંદ કરું છું. હું એક સારી ડાયટ ફોલો કરું છું.

image source

નતાશા અને હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં પોતાની સગાઈની ઘોષણા કરી હતી. બંનેએ પ્રપોઝલના ઘણા ફોટા શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા. એના થોડા સમય પછી બંનેએ પ્રેગ્નનસીની ન્યૂઝ આપી અને 30 જુલાઈ 2020માં નતાશાએ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *