હવામાન વિભાગની આગાહીથી થરથરી ઉઠ્યાં માણસો, કોરોના પછી વરસાદ પણ મચાવશે તબાહી

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ વાતાવરણ બદલાયેલ જોવાં મળ્યું હતું. ઘણી જગ્યાએ તાપમાનનો આંકડો ઉંચો ચડ્યો તો ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના સમચાર પણ મળ્યાં હતાં. હાલમાં હવામાન વિભાગે વરસાદ વિશેની મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. આ વિશે મળતી માહિતી મુજબ દેશના મધ્ય, દક્ષિણ અને ઉત્તરપૂર્વ સહિતના ઘણા વિસ્તારોમાં સોમવારથી 30 એપ્રિલ સુધી ભેજનું વાતાવરણ રહેશે. સોમવારે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ તેલંગાણા, કેરળ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં 26 એપ્રિલથી વાતાવરણ માં જોરદાર બદલાવ જોવા મળશે. અહીં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝાપટા સાથે વાવાઝોડાની શક્યતા છે. આ સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે.

image source

બીજી એક મહત્ત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે કે સોમવારે પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, રાયલાસીમા, દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કારૈકલના ગંગાના મેદાનોમાં ઘણા સ્થળોએ વીજળી સાથે ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં લૂ જોવા મળશે જેમાં ગુજરાત અને ઓડિશાનાં દરિયાકાંઠાનાં વિસ્તારનો સમાવેશ થાય છે. આઇએમડી અનુસાર આગળ એક વાતાવરણમાં થવાનાં ફેરફાર જોઈને કહ્યું છે કે 27 એપ્રિલે ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, તેલંગાણા, કેરળ અને પોડુચેરીમાં વાવાઝોડા અને વીજળી સાથે પવન ફૂંકાશે.

image source

આ પછી 28 એપ્રિલનાં રોજ દક્ષિણ આંતરીક કર્ણાટક અને ઉત્તર કેરળના કેટલાક વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે છે. આઇએમડી મુજબ 30 એપ્રિલના રોજ ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠો, તેલંગાણા, કેરળ અને પુડુચેરીમાં વીજળી સાથે તેજ હવાઓની સંભાવના છે. આ સાથે દક્ષિણ કર્ણાટક અને ઉત્તર કેરળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

image source

ત્યારે અમદાવાદ શહેરમાં રાતના 9 વાગ્યે અચાનક જ ભારે પવન ફુંકાવાનો શરૂ થયો હતો. જેને પગલે છાપરાઓ ઉડીને રસ્તા પર પડ્યા હતા. ભારે ધૂળની ડમરીઓ ઉડી હતી. પવન ફુંકાવાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે નાઈટ કર્ફ્યૂ અમલમાં હોવાથી મોટા ભાગના શહેરીજનો ઘરમાં જ હતા. પરંતુ ઘરની બારીઓથી બારણાઓ પર જોરથી અથડાવા લાગ્યા હતા. તેમજ ઘરોમાં ધૂળ ઉડીને આવી ગઈ હતી. તેમજ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વરસાદી માહોલ થઈ ગયો હતો. લગભગ 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *