Site icon News Gujarat

સ્પૂતનિક V: જાણો આ વેકિસન ભારતમાં ક્યારથી મળશે અને શું હશે એની કિંમત

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક શસ્ત્ર મળી ગયું છે.. છે. રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો ભારત પહોંચી ચુક્યો છે..રશિયાથી સુધી પ્લેન હૈદરાબાદ પહોંચ્યું.. આ પહેલાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન સાથે કોરોના સામે યુદ્ધ ચાલુ છે. સ્પૂતનિક-Vની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશેન ઝડપી બનશે, કારણ કે વિશ્વના સૌથી મોટી વેક્સિનેશન અભિયાનમાં વધુ એક વેક્સિન જોડાશે. રશિયાની સ્પૂતનિક વેક્સીનને દુનિયાના 60 દેશમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. આવનારા અઠવાડિયાથી તેની શરૂઆત થશે. તેનું સોફ્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. વેક્સીનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા છે. કોરોના વાયરસને માત આપવા માટે ભારતમાં હવે 3 વેક્સીન છે. કોવિશિલ્ડ, કોવેક્સિન અને હવે રશિયાની સ્પૂતનિક વીને પણ ભારતમાં મંજૂરી મળી છે. હૈદરાબાદમાં શુક્રવારથી તેની શરૂઆત થઈ છે. મોટા પાયે લોકોને વેક્સીનનો આ ડોઝ લગાવાશે. સ્પૂતનિક વીનો પહેલો સ્લોટ 1 મેના રોજ ભારત આવ્યો હતો.  રશિયાએ ગયા વર્ષે સ્પૂતનિક વીને લોન્ચ કરી હતી. આ પછી સપ્ટેમ્બરમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરી અને RDIFએ સ્પૂતનિક વીના ક્લીનિકલ ટ્રાયલ માટે એક કરાર કર્યો, આ વેક્સીનનો ઉપયોગ દુનિયાના 60 દેશમાં થઈ રહ્યો છે.

શું હશે સ્પૂતનિક વીની કિંમત?

image source

સ્પૂતનિક વીના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા સુધીની છે. તેમાં ટેક્સ સામેલ છે. આ દવાનો એક ડોઝ લગભગ 948 રૂપિયામાં મળશે. તેની પર 5 ટકા જીએસટીના આઘારે તેની કિંમત 995.40 રૂપિયા થશે.

ભારતમાં વેક્સીન બનશે તો તેની કિંમત ઓછી હશે?

image source

સ્પૂતનિક વી વેક્સીનને રશઇયાથી આયાત કરાશે. તેને ભવિષ્યમાં ભારતમાં બનાવાશે. ભારતમાં તૈયાર થનારી વેક્સીનની કિંમતને લઈને કંપની તરફથી કોઈ માહિતિ આપવામાં આવી નથી, ભારતમાં બનનારી વેક્સીન થોડી સસ્તી હોય તેવી આશા રાખવામાં આવી રહી છે.

ભારતના કયા શહેરોમાં મળશે આ વેક્સીન?

image source

સ્પૂતનિક વી વેક્સીનને -18 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરાય છે. એવામાં હાલમાં આ વેક્સીન 35 દેશમાં મળશે. તેની સંખ્યા પાછળથી વધારાશે.

કયા દેશ અને શહેરોમાં મળશે વેક્સીન?

સ્પૂતનિક વીને રાખવા માટે 2-8 ડિગ્રીનું તાપમાન જરૂરી છે. આ પછી શહેરોની સંખ્યા પર વિચાર કરાશે. આ વેક્સીનને શૂન્યથી નીચે 18 ડિગ્રી સેન્ટિગ્રેડના તાપમાન પર રાખવામાં આવે છે. વેક્સીનની આયાતમાં રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડથી કરાશે. તેને શૂન્યથી નીચે 18-22 સેન્ટિગ્રેડમાં રાખવાની જરૂર રહેશે. વેક્સીન આપતા પહેલા તેને 15-20 મિનિટ સામાન્ય ટેમ્પ્રેચર પર રાખવામાં આવશે.

લોકોને ક્યારથી મળશે આ વેકસીન?

આવનારા અઠવાડિયાની શરૂઆતમાં આ વેક્સીનને લોકો સુધી પહોંચાડવામાં આવી શકે છે. તેનું સોફ્ટ લોન્ચ કરી દેવાયું છે.

કેટલી અસરકારક છે સ્પૂતનિક વી

image source

સ્પૂતનિક વી કોરોના વાયરસની વિરોધમાં દુનિયામાં શરૂ થયેલા વેક્સીન અભિયાનમાં મંજૂરી મેળવનારી વેક્સીનમાંની એક છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વેક્સીનનો પ્રભાવ 91.6 ટકા સુધીનો છે. સ્પૂતનિક વીને લીધા બાદ દર્દ કે ફ્લૂ સાઈડ ઇફેક્ટનો સામનો કરવો પડી શકે છે.

ભારતે આપી છે ઇમરજન્સી ઉપયોગને મંજૂરી

image source

ભારતમાં રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક વી’ ને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ભારતની સેન્ટ્રલ મેડિસીન ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ દેશમાં કેટલીક શરતો સાથે રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક વી’ ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી. ગમાલયા ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે ‘સ્પૂતનિક વી’ વેક્સિન એ કોરોના સામે અત્યાર સુધી વિકસિત તમામ વેક્સિનોમાં સૌથી વધુ અસરકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version