મોદી સરકારને સુપ્રીમની લપડાકઃ કૃષિ કાયદાઓની અમલવારી કરવા પર રોક લગાવતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

ખેડૂતોનો પક્ષ રજૂ કરતા વકીલ શર્માએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ખેડૂત સંગઠન સુપ્રીમ કોર્ટ તરફથી સમિતિ ગઠિત કરવાના પક્ષમાં નથી પણ કોર્ટે કહ્યું કે તે તેના માટે અંતરિમ આદેશ આપશે.

image source

કૃષિ કાયદા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ સંભળાવતા આ કાયદાને લાગુ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. કોર્ટના આગલા આદેશ સુધી આ કાયદો લાગુ નહીં થાય. સર્વોચ્ચ ન્યાયાલયે આ કાયદા પર ચર્ચા કરવા માટે એક સમિતિનું ગઠન પણ કર્યું છે. કોર્ટે હરસિમરત માન, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, ડૉ. પ્રમોદ કુમાર જોશી (પૂર્વ નિર્દેશક રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન પ્રબંધન), અનિલ ધનવતના નામ કમિટીના સભ્યો તરીકે સૂચવ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ખેડૂતો સંગઠન સમિતિના વિરોધમાં હતા પણ સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે તેઓ તેના માટે અંતરિમ આદેશ આપશે. સુનાવણી દરમિયાન ખેડૂતોનો પક્ષ રજુ કરી રહેલા વકીલ શર્માએ જણાવ્યું કે ખેડૂત સંગઠન સુપ્રીમ કોર્ટ તરફથી ગઠિત કરવામાં આવેલી સમિતિના પક્ષમાં નથી અને તેઓ સમિતિ સમક્ષ નથી જવા માગતા. કોર્ટે કહ્યું કે ‘જો ખેડૂતો સરકાર સમક્ષ જઈ શકતા હોય તો કમિટી સમક્ષ કેમ નહીં ? જો તેઓ સમસ્યાનું સમાધાન ઇચ્છતા હોય તો અમે તે નથી સાંભળવા માગતા કે ખેડૂત કમિટી સમક્ષ રજુ નહીં થાય.’

image source

એ એલ શર્માએ કહ્યું કે, ‘મેં ખેડૂતો સાથે વાત કરી છે. ખેડૂત કમીટી સમક્ષ હાજર નહીં થાય. તેઓ કાયદાને રદ કરવા માગે છે. તેઓ કહી રહ્યા છે કે પીએમ આ મામલામાં ચર્ચા માટે આગળ નથી આવ્યા.’ તેના પર ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બોબડે એ કહ્યું કે ‘અમને સમિતિ બનાવવાનો અધિકાર છે. જે લોકો વાસ્તવમાં નિરાકરણ ઇચ્છે છે તેઓ કમીટી પાસે જઈ શકે છે.’ તેમણે કહ્યું કે ‘સમિતિ અમે અમારા માટે બનાવી રહ્યા છીએ, કમિટી અમને રીપોર્ટ આપશે. કમિટી સમક્ષ કોઈ પણ જઈ શકે છે. ખેડૂત કે પછી તેઓ વકીલના માધ્યમથી પણ.’ સીજેઆઈએ કહ્યું કે કારણ કે પીએમ આ મામલામાં પક્ષકાર નથી, તેવામાં કોર્ટ તેના પર કંઈ કહી શકે તેમ નથી.

image source

કોર્ટે કહ્યું કે ‘અમે સમસ્યાને સૌથી સારી રીતે હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. શક્તિઓમાંથી એકનો ઉપયોગ કરી અમારે કાયદાને નિલંબિત કરવાનું રહેશે. અમે સમસ્યાનું સમાધાન ઇચ્છિએ છીએ. અમે મૂળભૂત હકિકતોને જાણવા માગીએ છીએ માટે કમિટીનું ગઠન ઇચ્છીએ છીએ.’ સીજેઆઈએ કહ્યું કે ‘અમે કાયદાને સસ્પેન્ડ કરવા માગીએ છીએ, સશર્ત. પણ અનિશ્ચિતકાળ માટે નહીં. અમે કોઈ નકારાત્મક ઇનપુટ નથી ઇચ્છતા.’

image source

કોર્ટે કડકાઈ બતાવતા કહ્યું છે કે ‘કોઈ પણ શક્તિ, અમને કૃષિ કાયદાના ગુણ અને દોષના મૂલ્યાંકન માટે એક સમિતિ ગઠિત કરવાથી નથી રોકી શકતી. આ સમિતિ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ હશે. સમિતિ તે જણાવશે કે કઈ કલમોને હટાવવી જોઈએ, પછી તે કાયદાને જોશે.’ સીજેઆઈએ કહ્યું કે ‘અમે એ ઇચ્છીએ છીએ કે કોઈ જાણકાર વ્યક્તિ (કમીટી) ખેડૂતોને મળે અને મુદ્ધાસર રીતે ચર્ચા કરે કે સમસ્યા ક્યાં છે.’

image source

તમને જણાવી દઈએ કે આ ઉપરાંત, ટ્રેક્ટર રેલી પર પ્રતિબંધ લગાવવાની કેન્દ્રની અપીલ પર કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ આપી છે અને કહ્યું છે કે તેઓ આ મુદ્દા પર સોમવારે સુનાવણી કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત