દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ, 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 27 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ રહેલા બંગાળના અખાતના લો પ્રેશરના કારણે મેઘો મહેરબાન રહેશે. આ સાથે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ જગ્યાઓએ હવામાન વિભાગે આજે જાહેર કર્યું રેડ એલર્ટ

image source

રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં આજે ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં હળવાથી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમકે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ જગ્યાઓએ 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી

image source

બંગાળી ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આવનારા 24 કલાકમાં અનેક જગ્યાઓએ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે ગુજરાત રાજસ્થાનના સરહદી વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા છે. અમદાવાદમા રવિવારે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.

ગઈકાલે રાજ્યમાં જોવા મળ્યો સામાન્ય વરસાદ, સૌથી વધારે વરસાદ ગોંડલમાં પડ્યો

image source

શનિવારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા તો કેટલાક નદી નાળા પણ છલકાઈ ગયા છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે.ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

સીઝનનો 30 ટકા વરસાદ જ નોંધાયો છે, અનેક રાજ્યોમાં ઘટ જોવા મળી

image source

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.