Site icon News Gujarat

આ તારીખથી રિન્યૂ નહીં થાય 15 વર્ષ જૂની ગાડીનું રજિસ્ટ્રેશન, તારીખ છે બહુ નજીક, જાણી લો જલદી, નહિં તો..

કેન્દ્ર સરકારે સરકારી વિભાગો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે કોઈપણ સરકારી કચેરીના અધિકારીઓ 1 એપ્રિલ 2022થી તેમના 15 વર્ષ જુના સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરી શકશે નહીં. આ માટે, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલમાં આ દરખાસ્ત અંગે ડ્રાફ્ટ નોટિફેકેશન જારી કરવામાં આવ્યું છે અને તમામ હોદ્દેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચનો પર વિચાર કર્યા પછી, મંત્રાલય દ્વારા અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે. જો તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.

મંત્રાલયે ટ્વીટ કરીને આ પ્રસ્તાવ અંગે માહિતી આપી છે

image source

મંત્રાલયે આ સંદર્ભમાં નિયમોમાં સુધારો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને સંબંધિત પક્ષો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો છે. જાહેરનામા મુજબ, આ પ્રસ્તાવને મંજૂરી મળી ગયા પછી, આ નિયમ તમામ સરકારી વાહનો – કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર ઉપક્રમો, મ્યુનિસિપલ બોડીઝ અને સ્વાયત સંસ્થાઓ માટે લાગુ થશે. મંત્રાલયે ટ્વીટ કરીને આ પ્રસ્તાવ અંગે માહિતી આપી છે.

લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લેશે

image source

મહત્વપૂર્ણ છે કે દેશમાં પરિવહન ક્ષેત્રે વ્યાપક ફેરફારો થઈ રહ્યા છે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ સંદર્ભે, સરકાર કારમાં ફ્રન્ટ એરબેગને ફરજીયાત બનાવવા જઈ રહી છે. કારમાં મુસાફરી કરતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લેશે. વાહન વ્યવહાર મંત્રાલયે આગળના એરબેગ્સના નોટિફેકેશને મંજૂરી આપી છે અને માહિતી પ્રમાણે કાયદા મંત્રાલયે પરિવહન મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

નોટિફિકેશન 12 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું

image source

નવુ ડ્રાફ્ટ નોટિફિકેશન 12 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેના તમામ હોદ્દેદારો પાસેથી 30 દિવસની અંદર સૂચનો માંગવામાં આવ્યા છે. મંત્રાલયે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ નીતિ લાવવાની જાહેરાત કરી છે. તે જ સમયે, આ પોલીસી અંતર્ગત ખાનગી વાહનો 20 વર્ષ બાદ અને વ્યવસાયિક વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરવવો પડશે.

આ ટેસ્ટમાં પાસ ન થનાર વાહનો ઉપર દંડની સાથે આવા વાહનો જપ્ત પણ કરવામાં આવશે. નોંધનીય છે કે પરિવહન પ્રધાને કહ્યું છે કે જૂના વાહનો નવા વાહનો કરતા 10-12 ગણા વધુ પ્રદૂષણનું કારણ બને છે. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વિષયો પર વિચારમંત્ર બાદ, મંત્રાલય આ દિશામાં આગળ વધી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version