‘પ્રાર્થના કરો કે ગામડાઓમાં કોરોના જલદી કાબૂમાં આવી જાય, જો સંક્રમણ વધ્યું તો…

દેશમાં કોરોનાનો કહેર ચાલુ છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, બીજી લહેર પછી ત્રીજી લહેર આવવાનું જોખમ રહેલું છે, પરંતુ સૌથી ખતરનાક વાત એ છે કે ત્રીજી લહેર ગામડાંમાં આવશે. તો શું ગામો આ મહામારીનો સામનો કરવા માટે તૈયાર છે? વાસ્તવમાં, ગ્રામીણ ભારતમાં દેશની 65 ટકા વસતિ રહે છે. મોટા ભાગના લોકો સરકારી આરોગ્ય સેવાઓ પર જ નિર્ભર છે. એસોસિયેશન ઓફ હેલ્થકેર
પ્રોવાઈડરના ડિરેક્ટર જનરલ ડોક્ટર ગિરધર જ્ઞાની કહે છે, ‘ઈશ્વર કરે મહામારી ગામોમાં પહોંચીને જ હવ અટકી જાય, જો વધુ ફેલાશે તો સંક્રમણ અને મોતના આંકડા ગણવા પણ મુશ્કેલ બની જશે.’જાણીતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ કે. આર. એન્ટની પણ આ વાત સાથે સહમત છે. તેઓ કહે છે, ‘ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા આજ સુધી ગર્ભવતી મહિલા અને તેના સંતાનની જિંદગી બચાવવાની 80 ટકા ગેરંટી પણ આપી શકી નથી તો પછી મહામારીનો સામનો કરવા માટે તો ગામડાં બિલકુલ તૈયાર નથી.’ બાળરોગ ચિકિત્સા તથા કન્સોર્શિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડન્ટ ડો. વિજય અગ્રવાલ કહે છે, ‘સરકારી આંકડા જણાવે છે કે આજે પણ દેશમાં સેકન્ડરી લેવલની આરોગ્ય સુવિધાઓ માટે સરેરાશ 40 કિમીનું અંતર કાપવું પડે છે. થોડા દિવસ અગાઉ સુધી એક ગર્ભવતી મહિલાને મુશ્કેલી થઈ તો એમ્બ્યુલન્સ માટે ફોન કરતા રહ્યા, પણ ફોન રિસિવ થયો જ નહીં. એના પછી બાઈકથી તેને લગભગ 5 કિમી દૂર લઈને પીએચસસી
પહોંચ્યા. ત્યાં એક પણ ડોક્ટર નહોતા. અમે ત્યાંથી લગભગ 18 કિમી દૂર સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા, તો ખબર પડી કે ત્યાં સર્જન ડોક્ટરને કોરોના થયો છે. અમે જિલ્લા હોસ્પિટલે પહોંચ્યા, જ્યાં તેને દાખલ કરાવી, પરંતુ તેને બચાવી ન શક્યા.’ આ કહાની બરગઢના ઉત્તરીય માફી ગામની છે. અહીંના સરપંચ કમલેશ દેવીએ કહ્યું, ‘અહીં પીએચસીમાં ડોક્ટર મળી જાય તો નસીબ સમજો, નહીં તો અમે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં જ જઈએ છીએ, ત્યાં બાળકો અને મહિલાઓનો કોઈ ડોક્ટર નથી. એક સર્જન અને એક નર્સ છે. અન્ય એક ડોક્ટર છે, જે દરેક દર્દની દવા આપે છે.’

image source

તેઓ કહે છે, અત્યારસુધી તો અમારું ગામ બચેલું છે, પરંતુ અહીં જો કોરાના આવશે તો શું થશે? કેમ કે સામાન્ય સમયમાં જ ડોક્ટર મળતા નથી તો ત્યારે શું થશે? સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઈન્ચાર્જને અનેકવાર ફોન કર્યા પછી કોઈ જવાબ ન મળ્યો. હોસ્પિટલના નંબર પર ફોન કર્યા પછી ત્યાં સફાઈ કામદાર એક વ્યક્તિએ કહ્યું, ‘અહીંના તમામ ડોક્ટરોની ડ્યૂટી કોરોનાના કારણે જિલ્લા હોસ્પિટલમાં લાગી છે.’

35 ગામો માટે બે ડોક્ટર્સ, એ પણ જિલ્લા હોસ્પિટલમાં ડ્યૂટી પર

image source

બિહારના મુઝફ્ફરપુરના કાંટી ગામમાં પણ આ જ હાલત છે. કાંતિ સામુદાયિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઈન્ચાર્જ અરૂણ કુમારે કહ્યું કે અહીં 11 ગ્રામ પંચાયત અથવા કહો કે લગભગ 35 ગામના લોકો આવે છે. અમારે ત્યાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ નથી. પણ ગાયનેક (મહિલાઓના ડોક્ટર), એક સર્જન અને એક ફિઝિશિયન છે પરંતુ મુશ્કેલી એ છે કે અત્યારે તમામ ડોક્ટર જિલ્લા હોસ્પિટલમાં ડ્યુટી આપી રહ્યા છે. તેમને પૂછ્યું કે જો ગામો સુધી કોરોના પહોંચશે તો શું થશે? ડો. અરૂણ કહે છે, ‘અમારે ત્યાં જે સૌથી દૂર ગામ છે એ લગભગ 35 કિમી દૂર છે. સ્ટાફ ક્યારેય પૂરતો હોતો નથી. તમામ પીએચસી અને સીએચસીના ડોક્ટર હાલ જિલ્લા હોસ્પિટલમાં નિયુક્ત છે જો ગામો સુધી કોરોના પહોંચશે તો સ્થિતિ સંભાળી જ શકાય તેમ નથી.’

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં હાલત વધુ ખરાબ

image source

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લાની બુરડી પંચાયતના કાકાદિયામાં ગામની આશા કર્મીએ કહ્યું, ‘8 મેના રોજ અહીં 3-4 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. મેં જિલ્લા હોસ્પિટલમાં ફોન કર્યો. ટીમ આવી તો ગામના લોકોએ તેમને બંધક બનાવી લીધા. નક્સલ પ્રભાવિત ગામ હોવાના કારણે અહીં લોકો કોઈ બહારનાને આવવા દેતા નથી. પ્રાઈમરી હેલ્થ સેન્ટર અહીંથી લગભગ 10 કિમી દૂર છે. પરંતું ડરના કારણે કોઈ ડોક્ટર આવતા નથી.’ ગામથી લગભગ 25 કિમી દૂર સામુદાયિક આરોગ્ય કેન્દ્રના એક વરિષ્ઠ હેલ્થ ઓફિસરે નામ ન છાપવાની શરતે કહ્યું, ‘સામાન્ય સ્થિતિમાં પણ અહીં પીએચસીમાં કોઈ ડોક્ટર બેસતા નથી, સીએચસીમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને ગાયનેકની પોસ્ટ ખાલી પડી છે. કોઈ ત્યાં જવા ઈચ્છતું નથી.’

image source

હેલ્થ ઓફિસરે કહ્યું, ‘કોરોનાની તપાસ માટે ગયેલી હેલ્થ ઓફિસરની ટીમને આ ગામમાં જ નહીં પણ અન્ય અનેક ગામમાં બંધક બનાવાયા છે. પણ છૂટ્યાં પછી કોઈપણ ઓફિસર નકસલીઓના ડરથી એના અંગે વાત કરતા નથી. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. શાસન આંકડા પણ મેળવી શક્યું નથી. આ સીએચસીથી લગભગ 12 ગ્રામ પંચાયતો એટલે કે 40 જેટલા ગામ જોડાયેલા છે. જ્યાં સુધી મને ખબર છે, અત્યાર સુધીમાં 50થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ગામોમાં એક્ટિવ કેસોની સંખ્યાનો સાચો આંકડો જિલ્લા તંત્ર પાસે નથી.’

image source

ડબલ્યુએચઓના પ્રમુખનું કહેવું છે કે, દુનિયાભરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સતત છ અઠવાડિયા સુધી સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો. હવે અમે સતત સાત અઠવાડિયાથી કેસમાં વૃદ્ધિ જોઇ રહ્યાં છે અને ચાર અઠવાડિયાથી મોતનાં આંકડા વધી રહ્યાં છે. ગયા અઠવાડિયે સૌથી વધુ કેસ સામે આવ્યા. આ પહેલાં ત્રણ વખત આનાથી વધુ કેસ આવ્યા છે. એશિયા અને પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં કેસમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રેબેયસસે જેનેવામાં પત્રકારોને કહ્યું કે, દુનિયામાં કોવિડ-19ની રસીના 78 કરોડથી વધુ ડોઝ અપાયા છે. રસી શક્તિશાળી હથિયાર તો છે, પરંતુ આ એકમાત્ર હથિયાર નથી. તેમણે કહ્યું કે, સામાજિક અંતર, માસ્કર પહેરવું, વેન્ટિલેશન કારગર છે. દેખરેખ, તપાસ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવી વગેરે સંક્રમણને પહોંચી વળવા અને લોકોના જીવન બચાવવાના ઉપાય છે. તેમણે ચેતવણી આપી છે કે, મહામારીનો અંત દૂર છે, પરંતુ દુનિયા પાસે આશાવાદી થવાના ઘણા કારણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!