દેશભરમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ: કઈ રીતે અપાશે રસી, રજીસ્ટ્રેશન કરાવવા શું કરવુ પડશે, આજે જ જાણી લો દરેક સવાલના જવાબ અહીં..

દેશમાં કોરોના વાયરસની સામે મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અને હવે આ અભિયાનમાં સામાન્ય જનતાને પણ કોરોના વાયરસની રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.  સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે. બીજી તરફ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી મળવાની શરૂઆત થઈ જશે.  ભારતમાં રસીકરણના બીજા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાની રસી લે તેવી સંભાવના છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે વડાપ્રધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી જેમાં પીએમએ જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હશે તે તમામનું રસીકરણ કરવામાં આવશે.

image source

વેક્સિનેશનના બીજા તબક્કામાં કેટલાક મુખ્યમંત્રીઓ સહિત 50થી વધુ ઉંમર ધરાવતા તમામ સાંસદો અને ધારાસભ્યો પણ રસી લે તેવી શક્યતા છે. દેશમાં હાલમાં રસીકરણનો પ્રથમ તબક્કો ચાલુ છે જેમાં 7 લાખથી વધુ આરોગ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આરોગ્યકર્મીઓનું સંપૂર્ણ રસીકરણ કરાયા બાદ બીજો તબક્કો શરૂ કરાશે.બીજા તબક્કામાં લશ્કર, અર્ધલશ્કર દળના જવાનો સહિત 50થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હાથ ધરાશે. જો કે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી થઈ ગઈ છે. બીજા ચરણમાં વડાપ્રધાન, કેટલાક રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીવીઆઈપી લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના મતે કોરોનાની કઈ રસીના ડોઝ ક્યારે આપવાના છે તે રાજ્ય સરકાર પર નિર્ભર રહે છે.

image source

હાલમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં કોરોના રસીકરણના લક્ષ્યને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. બીજીતરફ દિલ્હી અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં આરોગ્યકર્મીઓ રસી મૂકાવવાથી ખચકાટ અનુભવી રહ્યા છે. આવા કર્મચારીઓનું હવે કાઉન્સેલિંગ કરવામાં આવશે. ભારતે બે સ્વદેશી વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ તેમજ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારત બાયોટેકની નેઝલ વેક્સિનના ટ્રાયલને પણ મંજૂરી આપવામાં આવી છે.

વેક્સિનનેશન 2.0માં શું છે ખાસ?

image source

 ભારતમાં 16મી જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને આ રસી આપવામાં આવી છે. બધા જ કેન્દ્રો પર મફતમાં આ રસી આપવામાં આવી છે અને એક કરોડથી પણ વધારે લોકોને
રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.

 હવે આ અભિયાન બીજા ચરણમાં આવી ગયું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના સુધીમાં 30 કરોડ લોકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી શકે છે.

 બીજા ચરણમાં 10 હજાર સરકારી સેન્ટર પર રસીના ડોઝ આપવામાં આવશે જેમાં મફતમાં રસી મળશે

 હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોરોના વાયરસની રસી નાણાં ચૂકવીને લઈ શકાશે. જોકે તેના કિંમતની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવશે. 20 હજાર જેટલા પ્રાઇવે સેન્ટર પર પણ આ રસી મળશે.

image source

 બીજા ચરણમાં લોકોએ જાતે જ CO-WIN એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપમાં તમારા લોકેશન મુજબ સમય-જગ્યા અને અન્ય જાણકારીઑ આપવામાં આવશે.

 આ એપ સિવાય હોસ્પિટલો તથા કોમન સર્વિસ સેન્ટરમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા મળશે

 આ બધી જ પ્રક્રિયામાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી સેન્ટરની પસંદગી કરવાની તક આપવામાં આવશે.

image source

એમ્સના ડૉક્ટર ગુલેરીયાએ કહ્યું કે કોરોના વાયરસના રસીકરણમાં બીજું ચરણ ખૂબ મહત્વપૂર્ણ છે અને આશા છે કે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવશે જેથી કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય.

45 વર્ષથી વધુ વયના કયા લોકોને મળી શકશે વેક્સિન?

image source

સરકારે એલાન કર્યું છે કે 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસી આપવામાં આવશે ત્યારે ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે તે કેટેગરીમાં કોણ કોણ આવશે તેના પર સરકાર આધિકારિક એલાન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!