Site icon News Gujarat

સપનામાં પણ ખ્યાલ નહોતો કે આવા દિવસો આવશે…હવે સિવિલમાં ડેડ બોડી સોંપવા માટે માઈક પર અનાઉન્સમેન્ટ, પરિવારજનોંની હાલત ખૂબ કરુણ

કોરોના વાયરસની બીજી લહેરે તો લોકોને હેરાન હેરાન કરી મુક્યા છે. દિવસે બમણા અને રાત્રે ચાર ગણા કેસ વધી રહ્યા છે. અને એ સાથે જ મોટી સંખ્યામાં લોકોને આ કાળમુખો કોરોના ભરખી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1200 બેડના ડેડ બોડી વિભાગ પાસે પરિવાર જનો મોટી સંખ્યામાં એકઠા થાય છે જેના કારણે ડેડ બોડી આપવા માટે હવે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પીકરમાં દર્દીનું નામ બોલવામાં આવે છે અને તેમના સગાને બોલાવવામાં આવે છે.

image source

અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં દાખલ થનાર કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે તો તેની સામે મોતના આંકડાઓ પણ સતત વધી રહ્યા છે.જેને કારણે ડેડ બોડી વિભાગ પાસે મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં ઉમટે છે. પરિસ્થિતિ એવી છે કે હજી એક એમ્બ્યુલન્સ ગઈ હોય ત્યાં તરત જ બીજી એમ્બ્યુલન્સ આવી જાય છે.

image source

મૃતકોની સંખ્યા વધુ હોવાના કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાય છે જેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મોતનો આંકડો એટલો બધો વધ્યો છે કે, હવે કોરોનાથી મરનારના પરિવારજનોને જાણ કરવા માટે હવે માઇક અને સ્પીકરનો ઉપયોગ કરવો પડે છે. આ સ્પીકરમાં મૃતકના નામની જાહેરાત કરીને મૃતકના પરિવારને બોલાવવામાં આવે છે. એ પછી તેમને અંતિમ દર્શન માટે મોઢું બતાવવામાં આવે છે અને તે બાદ એમ્બ્યુલન્સ દ્વારા બોડીને સ્મશાન મોકલવામાં આવે છે.

સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે, ડેડ બોડી વિભાગની બહાર એક બોડી ગયા બાદ તરત જ બીજી એમ્બ્યુલન્સ લગાવી દેવામાં આવે છે. એમ્બ્યુલન્સની પણ લાંબી લાઇન જોવા મળી હતી. સતત 24 કલાક પરિવારજનો ડેડ બોડી વિભાગની બહાર જોવા મળે છે. એટલું જ નહીંડેડ બોડી લેવા આવેલ પરિવાર અને અન્ય લોકો અંદરના જાય તે માટે ગેટ પર બોડી બહાર નીકળ્યા બાદ તરત જ લોક મારી દેવામાં આવે છે.

image source

આ અંગે કેટલાક પરિવારજનો દ્વાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેના લીધે હવે પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે.

પરિસ્થિતિ એવી છે કે આજથી મૃતકના સ્વજનો માટે રાહ જોવા માટે પણ મંડપ પણ બાંધવામાં આવી રહ્યા છે.

સપનામાં પણ ક્યારેય કલ્પના ન કરી હોય એવા કપરા દિવસો આ કોરોના લોકોને બતાવો રહ્યો છે. પોતાના સ્નેહીજનનું છેલ્લીવાર મોઢું જોવા માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડશે એવી તો ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

Exit mobile version