જોરદાર સંશોધન, હવે મધમાખી તમને આમ ચૂટકીમાં કહી દેશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ, જાણો કઈ રીતે

હાલમાં માહોલ એવો છે કે કોરોના મહામારીની સ્થિતિમાં તમને કોરોના થયો છે કે નહીં એ માટે RT-PCR રિપોર્ટ કરાવવો પડે છે, પરંતુ બધા જાણે છે એમ આ રિપોર્ટ આવવામાં જ કલાકો કે દિવસો પણ નીકળી જાય છે અને તેમાં આસાનીથી 1000 રૂપિયા જેટલો ખર્ચ પણ થઈ રહ્યો છે. ત્યારે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે તમે જાણીને હરખાઈ જશો. કારણ કે હવે આ રિપોર્ટમાં મધમાખીની મદદથી કોરોના સંક્રમણની ઓળખ કરવી એ માત્ર થોડી સેકન્ડ્સનો મામલો છે અને આ રિપોર્ટમાં ખર્ચ પણ મામૂલી જ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. તો આવો વિગતે વાત કરીએ આ નવી પદ્ધતિ વિશે.

image source

મળતી વિગત પ્રમાણે ડચના વિજ્ઞાનીઓએ મધમાખીઓને આ અંગે એક અનોખી તાલીમ આપવાનું શરૂ કર્યુ છે. વિજ્ઞાનીઓ મધમાખીઓને કોવિડ-19 સંક્રમણનો પતો લગાવવા માટે તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સૂંઘી શકવાની અને ગંધ-સુર્ગંધને પારખી લેવાની તીવ્ર ક્ષમતા હોય એ વાત તો આખું ગામ જાણે છે. વિજ્ઞાનીઓ કોવિડ-19થી સંક્રમિત સેમ્પલ્સને ઓળખવાની તાલીમ મધમાખીઓને આપી રહ્યા છે કે જેથી કોઈ જ રિપોર્ટની પણ જરૂર ન પડે. જો કે સૌથી સારી વાત એ છે કે આ મધમાખીઓ પોતાની ક્ષમતા પણ દર્શાવી રહી છે.

હવે હાલમાં જે પણ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામો મળી રહ્યા છે એના પરથી એવું જ લાગી રહ્યું છે કે વિજ્ઞાનીઓને આશા છે કે મધમાખીઓ તાલીમમાં બરાબર પાર ઊતરશે તો કોવિડ-19 સંક્રમણ અંગેનો રિપોર્ટ થોડા કલાકો નહીં, થોડી ક્ષણોમાં જ મળી જશે. હાલમાં માહોલ એવો છે કે કોરોના સંક્રમણ માટે RT-PCR રિપોર્ટ મળતાં એક-બે દિવસ લાગી જાય છે. એવામાં જો મધમાખીની મદદથી થોડી ક્ષણોમાં જ જો ખ્યાલ આવે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં.

ત્યારબાદ જો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો તમને અને સૌ કોઈને એક એવો પ્રશ્ન થતો હશે કે કોરોનાવાયરસથી કોઈ સંક્રમિત છે કે કેમ એ મધમાખીઓને કેવી રીતે ખબર પડે. તો એના જવાબમાં વેજેનિન્જેન યુનિવર્સિટીમાં સ્થિત બાયો-વેટરિનરી રિસર્ચના વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે મધમાખી કોરોના સંક્રમિત સેમ્પલ દર્શાવે છે ત્યારે તેમને ઈનામ આપવામાં આવે છે. આવું કરવાના કારણે કરવાથી મધમાખીઓ કોરોના સંક્રમિત સેમ્પલ્સ ઓળખવામાં વધુ તત્પર રહે છે અને એની ગંધ પારખવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરતી થાય છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

image source

ઈનામમાં શું આપવામાં આવે એનો પણ જવાબ આપતા કહેવામાં આવે છે કે જ્યારે મધમાખી કોઈ કોરોના સંક્રમિત સેમ્પલ ઓળખી કાઢે તો એને ગળ્યું પ્રવાહી ઈનામ તરીકે અપાય છે. જ્યારે મધમાખી સંક્રમિત ન હોય એવું સેમ્પલ દર્શાવે તો ત્યારે તેને કોઈ ઈનામ મળતું નથી. કોરોના સંક્રમિત સેમ્પલ જોતાં મધમાખી તરત જીભ લાંબી કરે છે. મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા તાલીમ આપવાના આ પ્રોજેક્ટમાં સામેલ પ્રોફેસર ઓફ વાયરોલોજી વિમ વેન ડેર પોએલ સમગ્ર વાત કરતાં આપણને માહિતી આપે છે કે અમે બી-કિપર પાસેથી સામાન્ય એવી મધમાખીઓ મેળવી અને એને મધપૂડા માટેની પેટીઓમાં રાખવામાં આવી.

image source

વૈજ્ઞાનિક તેના પ્રયોગની સમગ્ર માહિતી આપતા વાત કરે છે કે અમે મધમાખીઓને જ્યારે કોરોના પોઝિટિવ સેમ્પલ્સ સાથે રાખી ત્યારે તેની સાથે ગળ્યું પાણી પણ રાખવામાં આવ્યું. એવું કરવાના કારણે જ્યારે પણ આ મધમાખી કોઈપણ કોવિડ-19 સંક્રમિત સેમ્પલ પાસે પહોંચે કે તરત તે પોતાની સ્ટ્રો જેવી જીભ પોતાનો રિવોર્ડ મેળવવા માટે લંબાવે છે કે જે એના માટે ઈનામ જેવું છે. માટે મધમાખી જેવી જીભ લંબાવે કે તરત એ નક્કી થશે કે જે-તે સેમ્પલ કોરોના વાયરસથી સંક્રમિત છે. આ રીતે તાલીમ પામેલી મધમાખી વ્યક્તિ પાસેથી લેવાયેલા સેમ્પલની ગંધ માત્રથી થોડી ક્ષણોમાં જ કહી દેશે કે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ નેગેટિવ.

image source

જો કે જેમ સિક્કાની બે બાજુ છે એમ આ કેસમાં પણ એવું જ કઈક જોવા મળી રહ્યું છે. કેટલાક વિજ્ઞાનીઓ આ અંગે જુદા-જુદા મંતવ્ય માને છે. પ્રોફેસર ડિર્ક ડે ગ્રાફે મધમાખી, જંતુઓ અને પ્રાણીઓની ઈમ્યુનોલોજી પર અનેક અભ્યાસ કર્યા છે. બેલ્જિયમની ઘેન્ટ યુનિવર્સિટીના ઈમ્યુનોલોજી પ્રોફેસર ડિર્ક ડે ગ્રાફ કહે છે, તેમને લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં કોવિડ-19 ટેસ્ટ માટેની વધુ પરંપરાગત સ્વરૂપની પદ્ધતિ આવી શકે. તેઓનું માનવું એવું છે કે, “મધમાખીની મદદથી કોરોના સંક્રમણ છે કે નહીં એ જાણવું ખરેખર સારો વિચાર છે, પણ હું કોરોનાનો ટેસ્ટ ક્લાસિક ડાયોગ્નોસ્ટિક ટૂલ્સથી થાય એવું જ સજેશન આપીશ. મધમાખીથી ટેસ્ટ કરવા એ મારા માનવામાં આવતું નથી. હું મધમાખીઓને પસંદ કરું છું, પણ તેનો ઉપયોગ કોરોના સંક્રમણની ભાળ મેળવવા નહીં, પણ બીજા હેતુ માટે કરીશ. ત્યારે હવે વિશ્વમાં આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે અને લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *