Site icon News Gujarat

Big Breking: આ તારીખથી શાળાઓમાં શરૂ થશે શૈક્ષણિક સત્ર, 3મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન, જાણો તમામ માહિતી

કોરોનાના કારણે રાજ્યમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના સતત વધતાં કેસના કારણે અંતે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા ઠેર ઠેર મિની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં આજે વધુ એક મહત્વની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કોરોનાના કારણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ શાળાઓ અને કોલેજો બંધ કરાવી દીધી હતી. ત્યારે આજે શૈક્ષણિક સત્રના વેકેશન અને નવા સત્રની શરુઆત અંગે જાહેરાત કરવામાં આવી છે.

image source

શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતાને ધ્યાનમાં લઇને અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં જાહેર કર્યું હતું કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળામાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. ત્યારે હવે જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 3 મેથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન શરુ થઈ જશે. ત્યારબાદ આગામી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 6 જૂન બાદ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરુ થશે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

image source

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે જ અગાઉ રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

image source

ત્યારે આજે સરકારે નવા શૈક્ષણિક સત્ર અંગેની અને વેકેશનની તારીખો જાહેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version