કોરોના વેક્સિનેશન 2.0: જાણી લો આ રસી લેવા માટે તમારે ખાસ શું કરવું પડશે મોટું કામ, શું આ કામ નહિં કરો તો રસી મળશે નહિં?

જો આપ કે પછી આપના પરિવારની કોઈ વ્યક્તિ વેક્સિનેશન માટે જઈ રહ્યા છે તો કેટલીક જરૂરી વાતોનું ખાસ ધ્યાનમાં રાખી  લેવી. વેક્સિનેશન સેન્ટર પર જતા પહેલા આપે તે ડોક્યુમેન્ટ લઈ લેવા જોઈએ જે સેન્ટર પર આપની પાસે માંગવામાં આવશે.

image source

આજે આખા દેશમાં વેક્સિનેશનના બીજા ચરણની શરુઆત થઈ રહી છે. કોરોના વાયરસની વિરુદ્ધ વેક્સિન યુદ્ધના બીજા ચરણમાં ૬૦ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકો કે પછી અલગ અલગ બીમારીઓ સાથે લડી રહેલ ૪૫ વર્ષની ઉમર કરતા વધારે ઉમરના નાગરિકોને વેક્સિન લગાવી શકશે. સરકારી હોસ્પિટલ્સની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

દેશમાં તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોરોના વાયરસ વેક્સિનેશનના પહેલા ચરણની શરુઆત કરવામાં આવી હતી. અંદાજીત દોઢ મહિના પછી હવે મહારસીકરણ અભિયાનનું બીજું ચરણ આવી ગયું છે. બીજા ચરણની ખાસિયત એ છે કે, આ વખતે સામાન્ય નાગરિક પણ વેક્સિન લગાવી શકશે, જયારે પહેલા ચરણમાં ફક્ત કોરોના વાયરસના ખતરાને સૌથી વધારે સામનો કરનાર સ્વાસ્થ્ય સેવા સાથે સંબંધિત નાગરિકો અને ફ્રંટલાઈન વર્કરને સમર્પિત હતું. પહેલા ચરણમાં વેક્સિન ફક્ત સરકારી કેન્દ્રો પર લગાવવામાં આવી રહી હતી પરંતુ બીજા ચરણમાં પ્રાઈવેટ હોસ્પિટલ્સને પણ એમાં સામેલ કરવામાં આવ્યા છે.

image source

આજ રોજથી કોરોના વેક્સિન સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ થઈ ગઈ છે પરંતુ હજી પણ કેટલીક શરતો છે જેમ કે, -૬૦ વર્ષ કરતા વધારે ઉમરના વૃદ્ધ નાગરિકોને વેક્સિન લગાવવામાં આવશે.

-૪૫ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા નાગરિકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ પણ વેક્સિન લગાવી શકે છે.

  • -ઉમરની ગણતરી તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૨ મુજબ કરવામાં આવશે.
  • -ગંભીર બીમારીની યાદીને પણ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.
  • -ગંભીર બીમારીથી પીડિત નાગરિકો માટે માન્યતા પ્રાપ્ત ડોક્ટરનું સર્ટીફીકેટ હોવું જરૂરી છે.
image source

-કેન્દ્ર સરકારએ આ સર્ટીફીકેટનું પ્રારૂપ પણ જાહેર કરી દીધું છે.

કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ધની તૈયારી પૂરી થઈ ગઈ છે. સામાન્ય નાગરિક સુધી કોરોના વાયરસ વેક્સિન પહોચાડીને મહામારીની વિરુદ્ધ રસીકરણ અભિયાનના બીજા ચરણને શરુ કરવામાં આવશે. જો આપ કે પછી આપના પરિવારની કોઈ વ્યક્તિ રસીકરણ માટે જઈ રહ્યા છે તો કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખી લેવું જોઈએ. રસીકરણ કેન્દ્ર પર જતા પહેલા તે તમામ ડોક્યુમેન્ટ લઈ લો જે ત્યાં આપની પાસે માંગવામાં આવશે. તે જરૂરી દસ્તાવેજ છે….

image source

-આધાર કાર્ડ કે પછી વોટર આઈડી કાર્ડ માંથી કોઈ એક આપવાનું રહેશે.

-ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ કે પછી વોટર આઈડી કાર્ડ છે નહી તો આપે ફોટો આઈડી કાર્ડ આપવાનું રહેશે.

-આ પ્રક્રિયા વેક્સિનેશનના રજીસ્ટ્રેશન માટે છે અને રજીસ્ટ્રેશન કરાવી લીધા બાદ વેક્સિનેશન કેન્દ્ર પર પણ ઓફીશીયલ આઈડી કાર્ડ બતાવવાનું રહેશે.

  • -૪૫ વર્ષ થી ૫૯ વર્ષની ઉમર ધરાવતા વ્યક્તિઓ માટે બીમારીનું સર્ટીફીકેટ પણ આપવાનું રહેશે.
  • -કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૨૦ બીમારીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

-કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ બીમારીઓમાં ડાયાબીટીસ (સુગર), હાઈપરટેન્શન, લ્યુકેમિયા બોન મેરો, કીડની, લિવર અને હાર્ટ સંબંધિત બીમારીઓ સામેલ છે.

CoWIN પોર્ટલ પરથી વેક્સિનેશન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ.

વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયાને હજી પણ સરળ કરી દેવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે કોવિન એપ, આરોગ્ય સેતુ એપની મદદ લઈ શકાય છે. એના સિવાય ઓન સાઈટ રજીસ્ટ્રેશન એટલે કે, આપ વેક્સિનેશન સેન્ટર પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સુવિધા એવા લોકો માટે છે, જેમની પાસે સ્માર્ટફોન કે પછી ઈન્ટરનેટની સુવિધા છે નહી.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ CoWIN પોર્ટલ (cowin.gov.in.) ના માધ્યમથી પણ કોરોના વાયરસ વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. આ સાથે જ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય નાગરિકો માટે કોઈ CoWIN એપ છે નહી ઉપરાંત પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપ ફક્ત એડમીનીસ્ટ્રેટર્સ માટે છે.

આ ચરણમાં પ્રાઈવેટ હોસ્પિટલ્સને વેક્સિન લગાવવાની મંજુરી આપી દેવાની સાથે સરકાર દ્વારા કેટલાક દિશા નિર્દેશ પણ લાગુ કરવામાં આવ્યા છે, જેનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પરિસ્થિતિમાં બચાવના નિયમોમાં ઢીલાશ કરવામાં આવે નહી જેથી સંક્રમણના ખતરાને વધતા અટકાવી શકાય.

પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં કીમત નક્કી કરવામાં આવી.

image source

કેન્દ્ર સરકાર દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં વેક્સિનની કીમત પણ નક્કી કરી દેવામાં આવી છે. એના મુજબ પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં વેક્સિનના એક ડોઝ માટે ૨૫૦ રૂપિયા લેવામાં આવશે, જેમાં ૧૫૦ રૂપિયા વેક્સિન માટે અને ૧૦૦ રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે લેવામાં આવશે. જયારે સરકારી હોસ્પિટલ્સમાં કોરોના વાયરસ વેક્સિન નિઃશુલ્ક જ આપવામાં આવશે. રસીકરણના આ નવા અભિયાનનો ફાયદો ૨૭ કરોડ નાગરિકોને મળશે. ૧૨ કરતા વધારે સરકારી અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર રસીકરણને ઝડપ આપવાની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ મૈક્સ, અપોલો અને ફોર્ટિસ જેવા કેટલાક મોટા પ્રાઈવેટ હોસ્પિટલ્સને આ અભિયાનમાં સામેલ થશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!