સોનાની ખરીદી કરવાનો છે પ્લાન, તો જાણી લો કેટલી વધી શકે છે કિંમત, જાણો નવો ભાવ

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ ઘટ્યા બાદ હવે તેમાં વધારો ચાલુ થયો છે. લગ્નની સીઝનમાં સોનું ફરી એકવાર મોંઘુ થવા લાગ્યું છે. સોનું ફરી 45000ને પાર થયું છે. લાંબા સમય બાદ સોનાની કિંમત 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી છે. આ હપ્તાના બીજા કારોબારી દિવસે મંગળવારે સોનાની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. મંગળવારે ચાંદીની કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

image source

છેલ્લા કારોબારી સત્રના સમયે સોમવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોનું 44966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે જ્યારે ચાંદી 64588 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. મંગળવારે સોનાના ભાવમાં 83 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો અને સાથે 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે સોનું પહોંચ્યું.હવે સોનું 45049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. પહેલા કારોબારી સત્રમાં સોનું 44966 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ થયું હતું.

image source

આંતરરાષ્ટ્રિય બજારમાં મંગળવારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રિય બજારમાં ભાવ વધીને 1733 રૂપિયા પ્રતિ ઔઁસ રહ્યો છે.

image source

સોનાની કિંમતોને લઈને જાણકારોનું માનીએ તો વધતા ભાવના કારણે શેરબજારમાં ઉઠકપટક જોવા મળી રહી છે. તેની અસર ભારતીય સર્રાફા બજારમાં પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસના નવા કેસમાં સતત થતા વધારાના કારણે શેરબજારમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જમાં સોનું આજે નીચેના સ્તરે કારોબાર કરી રહ્યું છે. એવામાં ભારતીય બજારમાં ગોલ્ડની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે.

image source

સોનાના હાલના ભાવના જો ઓલ ટાઈમ હાઈ કિંમતની તુલના કરીએ તો તે આજે ઘણું સસ્તુ મળી રહ્યું છે. સોનાની કિંમત હાલમાં પોતાના ઓલટાઈમ હાઈથી અત્યાર સુધી 11000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 7 ઓગસ્ટ 2020ના રોજ સોનં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. જે સૌથી ઉચ્ચ સ્તર હતું. ઓગસ્ટથી લઈને અત્યાર સુધી સોનાની કિંમતમાં 11000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે.

સર્રાફા બજારની માનીએ તો આવનારા 2 મહિનામાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જ્લદી સોનાના ભાવ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનામાં રોકાણ કરવાથી કિંમતમાં વધારો થશે. ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજારને પાર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!