દિવાળી બાદ બેપરવાહ બનેલા ગુજરાતીઓ બન્યા ફરી સતર્ક, N-95 માસ્કનું વેચાણ વધ્યું, ડરો નહિં પણ સાવધાની રાખો

ઓક્ટોબર નવેમ્બર માસ બાદ જાણે કોરોના જતો રહ્યો હોય એમ લોકોએ ખૂબ જ બેદરકારી દાખવી હતી જેનું પરિણામ હાલ કોરોનાની બીજી લહેરખીમાં ભોગવવું પડે છે. થોડા મહિનાઓ પહેલા કોરોનાનું સંક્રમણના ઘટતું જોઈને માસ્ક પહેરવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની આળસ હવે નવી લહેર પછી ફરી સતર્કતા ઊભી કરી રહી છે.

image source

પહેલી અને બીજી લહેરમાં મુખ્ય ફરક એ જણાઈ રહ્યો છે કે બીજી લહેરમાં સાદા કાપડના માસ્કને બદલે લોકો થ્રી લેયર સુરક્ષા આપતાં માસ્કનો વધુ ઉપયોગ કરતાં થયા છે. જેને લીધે N-95 માસ્કના ઉત્પાદન અને વેચાણમાં પણ વધારો થયો છે. દિવાળી પછી સાવ ઘટી ગયેલા સેનેટાઈઝરના વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે.

image source

રાજકોટમાં માસ્ક ઉત્પાદન કરતા એક ઓટોમેશનના સંચાલકના જણાવ્યા મુજબ નવો સ્ટ્રેન ખૂબ જ ભયાનક છે, જેથી તેઓ સાદા માસ્કની સાથે સાથે હવે એન-95 માસ્કના ઉત્પાદન પર ભાર મુકી રહ્યા છે.

image source

તેમને એમ પણ જણાવ્યું હતું કે દિવાળી બાદ માસ્કની માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન તેમની પાસે મહિનાના 2 થી 10 હજાર માસ્કના ઓર્ડર હતા. તેની સામે હાલના સમયમાં જેટલુ પ્રોડકશન થાય છે, તે તમામ જથ્થો બજારમાં પહોંચી રહ્યો છે. ઓટોમેટિક મશીનમાં 24 કલાક કામ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે, 24 કલાકમાં 27 હજાર એન-95 માસ્ક તૈયાર થઇ રહ્યાં છે, જેની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે.

એક અંદાજ પ્રમાણે હાલ આખા રાજ્યમાં 70 થી 80 લાખ ટુ લેયર અને 3 લેયર માસ્કનું ઉત્પાદન થાય છે. આ માસ્કને બીજા રાજ્યમાં પણ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. જો કે છેલ્લા એક મહિનાથી રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં માસ્કની માગ વધી જતાં માસ્કના બંધ પડેલાં મશીન ફરી ધમધમતા થયા છે.

image source

અમદાવાદના કઠવાડા પાસે માસ્ક તૈયાર કરતા ખાંધલા એન્ટરપ્રાઇઝના સંચાલકનું કહેવું છે કે હવે લોકોમાં સાદા માસ્કની સાથે સાથે એન-95 માસ્ક અંગે પણ સજાગતા જોવા મળી રહી છે, જેથી તેઓ પણ એન-95 માટે અલગ મશીન ઇન્ટોલ કરી રહ્યા છે. રોજ વિદેશથી માસ્ક માટેના 2 થી 3 નવા મશીન પણ આવી રહ્યાં છે.

image source

તેમને આગળ કહ્યું હતું કે માસ્કની માંગ સામે હાલ ભલે 5 દિવસથી એક અઠવાડિયા સુધી વેઇટિંગ હોય પરંતુ પ્રોડકશન વધતા માસ્કની અછત નહિ પડે. અમદાવાદમાં માસ્ક ઉત્પાદન કરતા કેટલાક યુનિટમાં હવે શ્રમીકો વતન તરફ વળ્યા જેની અસર પ્રોડકશન પર પડી હોવાનું કહી રહ્યા છે, જેથી આવનાર દિવસોમાં માસ્ક પ્રોડકશનની ગતિ ધીમી પડશે તેમ માની રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં દિવાળી પછી લોકો લગ્ન પ્રસંગો, ચૂંટણી અને અન્ય પ્રસંગોમાં જાણે કોરોના હોય જ ન એ પ્રકારે વર્તવા લાગ્યા હતા. જેના કારણે લોકોનો કોરોના પ્રત્યેનો ડર પણ ઓછો થઈ ગયો જતો અને લોકો જાણે મસ્કને ભૂલી ગયા હતા.

. અમદાવાદના કેમિસ્ટ ફેડરેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર દિવાળીથી લઇ ફેબ્રુઆરી દરમિયાન જાણે માસ્ક અને સેટનેટાઇઝર ભૂલાઇ જ ગયા, જો કે હવે ફરી છેલ્લા બે મહિનાથી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ફરી એકવાર માસ્ક અને સેનેટાઇઝરની માંગ પણ વધી.

image source

ગયા વર્ષ કરતા કોરોનાનો આ નવો સ્ટ્રેન જોખમી હોવાથી લોકોમાં હવે કાપડના માસ્કની સાથે સાથે એન-95 અને થ્રિ લેયર માસ્કની ડિમાન્ડ વધી છે. રસપ્રદ બાબત એ છે કે બે મહિના પહેલાં એક મેડિકલ સ્ટોરમાં દિવસના સરેરાશ માંડ 40 થી 50 જેટલાં સાદા માસ્કનો ઉપાડ થતો. એન-95 માસ્કનો તો માંડ 10 નંગ ઉપાડ હતો. જેની સામે માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં વધારો નોંધાયો એટલે માસ્કની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બે મહિનાથી દૈનિક સાદા માસ્ક 800 થી લઇને 1000 નંગ, જ્યારે એન-95 હવે દૈનિક 400-500 નંગનો ઉપાડ જોવા મળી રહ્યો છે.

image source

માસ્કની સાથે સાથે સેનેટાઇઝરની ડિમાન્ડ પણ વધી છે જેના કારણે આલ્કોહોલના ભાવ વધ્યા છે. દિવાળી બાદ સેનેટાઈઝરની માંગમાં ભારે ઘટાડો થયો હતો. તેને લીધે મોટાભાગના સ્ટોકિસ્ટ પાસે બહુ મોટો જથ્થો પડ્યો રહ્યો હતો.

હવે છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસ વધ્યા છે, જેના કારણે દિવાળી બાદ તૈયાર થયેલ સ્ટોકનો હવે નીકાલ થઈ રહ્યો છે. સેનેટાઇઝરની વધેલી માંગના કારણે આલ્કોહલના ભાવમાં પણ 10 ટકાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે એન-95 માસ્ક 5 લેયરનું હોય છે, જેમાં બહારના બે લેયર ફેબ્રિક જ્યારે અંદરના 3 લેયર નોન વુવનના બનેલા હોય છે, જે હાલના સ્ટ્રેન સામે રક્ષણ અપાવે તેવા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *