હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકાર આવી હરકતમાં, જાણો સીએમ રૂપાણીએ લોકડાઉન અંગે સુરતમાં શું કહ્યું?

કોરોનાને કારણે ગુજરાતમાં બગડેલી સ્થિતિને લઈને હાઈકોર્ટ પણ નારાજ થઈ છે અને તેમણે ગુજરાત સરકારને નિર્દશ આપ્યા છે કે જરૂર પડે તો રાજ્યમાં લોકડાઉન અંગે વિચાર કરવા જણાવ્યું છે. નોંધનિય છે કે હાલમાં રાજ્યમાં કોરોના દિવસેને દિવસે નવા નવા રેકોર્ડ કરી રહ્યો છે. નોંધનિય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ રોકેટ ગતિ પકડી છે.

image source

આ અંગે હાઈકોર્ટે કહ્યં કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઇનને તોડવી બહુ જરૂરી છે. જેના માટે રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેમ જણાવ્યું છે. ત્યા બાદ સરકાર હરકતમાં આવી છે અને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

image source

આજે રાજ્યના સીએમ રૂપાણી અને અન્યા અધિકારીઓ સુરત પહોંચ્યા હતા જ્યાં સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે કરેલા નિર્દેશ મુદ્દે ચેનલો દ્વારા ખબર પડી છે. અમારા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સાથે પણ વાત થઈ છે. તેમની પાસેથી અહેવાલ લીધા બાદ કોર ગ્રૂપની મીટિંગમાં ચર્ચા કરીને પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અત્યારે આ અંગે કંઈ કહી શકાય એમ નથી.

image source

તો બીજી તરફ રાજ્યમાં લોકડાઉનની અફવાને પગલે અમદાવાદીઓ બજાર અને મોલમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. લોકોને અપિલ કરવામાં આવે છે કે કોઈ ગેરમાર્ગે ન દોરાય અને ખોટી રીતે ગભરાઈને ખરીદી કરવા ભીડ ન કરે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા કોઈ મેસેજ પર ભરોસો ના કરો.

image source

નોંધનિય છે કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.

image source

આ ઉપરાંત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાના વધતા કેસને કાબુમાં લઈ શકાય.

image source

નોંધનિય છે કે, આજે સવારથી ચાલી રહેલી લોકડાઉનની સંભાવનાને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરાના લોકો દૂધ, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે મોલ તેમજ અન્ય બજારોમાં ઉમટી પડ્યા હતા. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઊડતા જોવા મળ્યા હતા. નોંધનિય છે કે હાલમાં રોજના ત્રણ હજારની આસપાસ નવા કેસ આવી રહ્યા છે, તો જો આ જ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ વધુ વધશે અને સ્થિતિ વધુ ખરાબ થશે. તેથી લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *