હવે કેવડિયામાં પણ યુરોપની જેમ બેટરીથી ચાલશે કાર-બસ અને બાઈક, આદિવાસી મહિલા-પુરુષો કરશે હેન્ડલ

5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસે પર્યાવરણના જતનને લઈને એક મહત્વ પૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. પોલ્યુશનને અટકાવવા માટે અહીંના વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે હવે કેવડિયા એ દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ શહેર બનવા જઈ રહ્યું છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચેલા પ્રવાસીઓને આવવા જવા માટે આ વિસ્તારમાં ફક્ત ઈલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરવામાં આવશે. આ પહેલનો હેતુ છે કે માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર જ નહીં પણ કેવડિયા સફારી પાર્કની જીવસૃષ્ટિને પણ આ રીતે સરક્ષણ આપી શકાશે. આ મુદ્દે નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલ (એનટીએસી)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રવાસન મંત્રી કે. જે. અલફોન્સે કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા પોહચેલ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

image source

આ સાથે માહિતી મળી છે કે અહી ઈલેક્ટ્રિક બસ અને અન્ય પાર્કિંગ સ્ટેન્ડ પણ તૈયાર કરવામાં આવશે. અહીં પ્રવાસીઓ માટે લભભગ 80 જેટલી બસો દોડી રહી છે. બસોની પાર્કિંગ વ્યવસ્થા માટે અહી બસ સ્ટેન્ડ પણ બનાવાયા હતા. પરંતુ આ નિર્ણય બાદ આ બસો બંધ થશે અને તેના બદલે અહી હવે ઈ-બસોને પાર્ક કરવામાં આવશે. આ સાથે બીજા પણ જે ઈ-વ્હિકલ અહી પોહચે છે તેને પાર્ક કરવાની વ્યવસ્થા વિશે પણ કાળજી રાખવામાં આવશે.

image source

આ વિશે વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વાત કરતાં કહ્યું હતું કે હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આવનાર દિવસોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત બેટરી આધારિત વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. અહી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે પ્રવાસનને ઘણો વેગ મળ્યો છે. આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું.

image source

જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં ઈ-વ્હિકલનો ઉપયોગ કરીને પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા યુરોપને જોઇને લેવામાં આવી છે. આ સિવાય ફ્રાંસ, જર્મની અને ઈટાલી જેવા દેશોમાં જોવા મળે છે કે ત્યાંના પ્રવાસીઓ ઈ-બાઈક્સ જ પસંદ કરે છે. લોકોની સગવડતા અને પર્યાવરણ બંનેને સાચવી લેતી આ ઈ-વ્હિકલના ઉપયોગ કરવાના પ્લાન ને જોતા સમગ્ર વિશ્વએ 2020માં તેની પ્રશંસા કરી હતી. એક રીપોર્ટ મુજબ તે વર્ષે ત્યાં 4 બિલિયન ડૉલરની કિંમતના ઈ-બાઈક્સ પણ વેચાયા છે.

image source

મળતી માહિતી મુજબ આવું પ્લાનિંગ આ અગાઉ ક્યારેય થયું નથી. આ પ્રકારનું દેશનું પહેલું ઈનિશિયેટિવ હશે. અહી બે વર્ષ પહેલાં દેશનું પહેલું ઈલેક્ટ્રિક વ્હિકલ ટુરિઝમ ઈનિશિએટિવ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સિવાય અહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઈકો ફ્રેન્ડલી ઈ-બાઈક્સ પણ ચાલુ કરવામાં આવી હતી. એ વખતેના પ્રવાસન મંત્રી અલફોન્સે આ અંગે કહ્યું હતું કે હવે અહીં પ્રવાસનમાં વધારો જોવા મળશે. આ યોજના પછી અહી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચેલા લોકો ઈ-બાઈક્સની મદદથી જ અવરજવર કરી શકશે. જાણવા મળ્યું છે કે હાલ કેવડિયામાં બી-લાઈવ તરફથી ઈ-બાઈક્સ સર્વિસ અપાઈ રહી છે. આ માટે તેઓ બે કલાકનું રૂ.1500 ભાડું લઈ રહ્યાં છે.

image source

આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત 2025 સુધી પેટ્રોલમાં 20% ઈથોનેલ મિશ્રણનું લક્ષ્ય રાખી તેનાં પર કામ કરી રહ્યો છે. આ અગાઉ આ લક્ષ્ય 2030 સુધી પ્રાપ્ત કરવાનું હતું. આવું કરવા પાછળનો હેતુ એ છે કે પ્રદૂષણને ઘટાડી શકશે અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં પણ આ યોજના મદદરૂપ સાબિત થશે. કાલે વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાને ભારતમાં 2020-2025 દરમિયાન ઈથોનેલ મિશ્રણ સંબંધિત રૂપરેખાનો રિપોર્ટ અંગે વાત કરી હતી. જેમાં કેહવામાં આવ્યું હતું કે ગત વર્ષે પેટ્રોલિયમ કંપનીઓએ 21,000 કરોડ રૂપિયાનું ઈથેનોલ ખરીદ્યું હતું.

image source

આ સાથે કેવડિયાના આજુબાજુના જે વિસ્તારો છે જે પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે ત્યાંના વાહનો પર પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ તો નર્મદા જિલ્લામાં 42 ટકા જમીન પર જંગલો છે. આ કારણે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને ઠંડુ રહે છે. આ વાતાવરણની સુંદરતા જળવાઈ રહે છે માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા અહીં મોટા ઉદ્યોગો ન સ્થાપવા આદેશ કર્યો હતો. હવે કેવડિયાનેનો પોલ્યુશન ઝોન જાહેર કરવા આવ્યો છે જેથી કેવડિયાના વાગડિયાથી પ્રદૂષણ ઠાલવતા વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે અહીં આ વિસ્તારમાં ફ્કત ઈ-વ્હિકલનો જ ઉપયોગ કરી શકાશે. આ માટે સરકારે કહ્યું છે કે ત્યાંના સ્થાનિક આદિવાસીઓને જ આ માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે જેથી તેમને રોજગારીની તક મળી રહે અને આ થકી જે સ્થાનિકોને આદર્શ ગામમાં શિફ્ટ કરાયા છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!