હવે Vi યૂઝર્સ આ સરળ રીતે કરી શકશે રિચાર્જ અને Bill Payment, જાણી લો આ વિશેની A TO Z માહિતી…

ભારત દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન- આઈડિયાના ઉપભોક્તાઓ માટે ખુશખબરી છે. વોડાફોન- આઈડિયા કંપની દ્વારા હાલમાં જ નવી ડીજીટલ પેમેન્ટ સર્વિસની શરુઆત કરવામાં આવી છે. જેની મદદથી ઉપભોક્તા પ્રીપેડ અને પોસ્ટપેડ ઉપભોક્તા WhatApp પરથી જ પોતાના ફોનનું રીચાર્જ અને બિલ પેમેન્ટ જેવા કાર્યો સહેલાઈથી કરી શકશે.

આપ WhatsApp ની મદદથી કરી શકશો આપના ફોનના બિલ પેમેન્ટ અને રીચાર્જ.

image source

વોડાફોન- આઈડિયા કંપનીના ઉપભોક્તાઓ માટે કંપની દ્વારા અત્યાર સુધી ફક્ત VI APP.PAYTM અને ડીજીટલ ટ્રાન્જેક્શન પ્લેટફોર્મ પર ઓફલાઈન રીચાર્જ કરવાની સર્વિસ આપવામાં આવી હતી. પરંતુ હવેથી VI તરફથી નવી જાહેરાત કરવામાં આવ્યા બાદ ઉપભોક્તા હવેથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સ એપ પર નવી સેવાની શરુઆત કરવામાં આવી છે. જેની મદદથી ઉપભોક્તા WhatsApp પેમેન્ટ દ્વારા પણ પોતાના મોબાઈલ નંબરના રીચાર્જ અને પોસ્ટપેડ કનેક્શનનું બિલ પેમેન્ટ કરી શકે છે.

આપ કોઈપણ પેમેન્ટ ગેટવેની મદદથી ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

image source

VI કંપનીના જણાવ્યા મુજબ આ ડીજીટલ પેમેન્ટ સર્વિસની મદદથી તેનું વર્ચ્યુઅલ એજન્ટ vic દ્વારા કોઈપણ પેમેન્ટ ગેટવેની મદદથી ટ્રાન્ઝેક્શન કરવા માટે સક્ષમ હોય છે. આ ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં upi ટ્રાન્ઝેક્શનને પણ સમાવવામાં આવ્યા છે.

SMS દ્વારા કરી શકશો બિલ પેમેન્ટ અને રીચાર્જ

જો આપ VIC ના ઉપભોક્તા છો તો આપ SMS ની મદદથી આપના બિલ પેમેન્ટ અને રીચાર્જ કરવા માટે એક લિંક આપવામાં આવશે. ઉપભોક્તા ફક્ત બે ક્લિકમાં જ કોઈપણ પ્રીપેડ પેકની ખરીદી કરીને પોતાના મોબાઈલ ફોનને રીચાર્જ કરી શકે છે.

ઝડપથી અને સહેલાઈથી પેમેન્ટ કરી શકશો.

image source

વોડાફોન- આઈડિયા કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, VIC પ્લેટફોર્મની મદદથી આપ ખુબ જ સહેલાઈથી અને ઝડપી ડીજીટલી પેમેન્ટ કરી શકશો. VIC ની મદદથી આપ કોઈપણ એસેટના બિલનું પેમેન્ટ કરી શકો છો આ સાથે જ આપ મોબાઈલ પણ રીચાર્જ કરી શકો છો.

વર્ષ ૨૦૨૦ માં શરુ કરવામાં આવેલ Chabot સર્વિસ.

image source

ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૦માં વોડાફોન- આઈડિયા દ્વારા WhatsApp પર વીઆઈસી નામનું ચેટબોટ સર્વિસ પણ શરુ કરવામાં આવી હતી, આ ચેટ્બોટ પર ઉપભોક્તા પોતાની સમસ્યાઓ વિષે જણાવી શકે છે તેમજ ઉપભોક્તાની સમસ્યાઓનું નિવારણ પણ શોધી શકાય છે. એટલું જ નહી, આ સર્વિસની મદદથી ઉપભોક્તા પોતાના બિલના પેમેન્ટ, રીચાર્જ પ્લાન, પ્લાન એક્ટીવેશન, કનેક્શન, ડેટા બેલેન્સ અને બિલની વિનંતી સહિત તાત્કાલિક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. VI પણ આવી સર્વિસ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવનાર સૌપ્રથમ ટેલિકોમ નેટવર્ક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *