Site icon News Gujarat

સાતમા પગારપંચમાં લેવાયો નવો નિર્ણય, રેલ્વે કર્મચારીઓને મળશે આ મોટો ફાયદો, જાણો તમે પણ

રેલ્વે કર્મચારીઓ માટે નવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ન્યૂઝ આવ્યા છે કે હવે રેલ્વે કર્મચારીઓને સાતમા પગારપંચને લઈને મોટો ફાયદો મળી શકે છે. રેલ્વે કર્મચારીઓને આ નિયમથી મોટો ફાયદો થશે. નવા નિયમમાં રેલ્વેએ નાઈટમાં ડ્યૂટી કરનારા કર્મચારીઓને મળનારા અલાઉન્સના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. 43600 રૂપિયા બેસિક સેલેરી વાળા કર્મચારીઓને નાઈટ એલાઉન્સ ન આપવાનો મુદ્દો હતો. એવી ચર્ચા હતી કે જો આ કર્મતારીઓને નાઈટ એલાઉન્સ મળે છે તો સાતમા વેતન આયોગની સિફારિશ લાગૂ થયા બાદ તે રૂપિયાની રિકવરી કરાશે.

image source

રેલ્વે ડિપાર્ટમેન્ટે હાલમાં રિકવરી પર રોક લગાવી છે. આ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના રિકવરી પર રોક લગાવવા માટે પત્ર મોકલ્યો છે. તેમાં લખાયું છે કે જે પણ કર્મચારીઓ અલગ અલગ પરિસ્થિતિમાં નાઈટ ડ્યૂટી કરે છે તેમના માટે નાઈટ એલાઉન્સની વ્યવસ્થા હોવી જોઈએ, અહીં તમને જણાવી દઈએ કે રેલ્વે કર્મચારી યૂનિયનોએ આ મુદ્દાની જોર શોરથી માંગણી કરી હતી.

image source

ઉત્તર રેલ્વેએ દિલ્હી ડિવિઝનના મહાસચિવ અનૂપ શર્માએ મીડિયાને કહ્યું કે રેલ્વેએ નાઈટ એલાઉન્સના રિકવરી પર હાલમાં રોક લગાવી છે. અલગ અલગ રેલ્વે યૂનિયનોએ રેલ મંત્રાલયને માંગ કરી કે જો શ્રમિકોને નાઈટ એલાઉન્સ નહીં અપાય તો તેમને નાઈટ ડ્યૂટીમાં પણ બોલાવવા ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે નાઈટ ડ્યુટી એલાઉન્સની ગણનાના નિયમમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ ફેરફારને પણ તત્કાલ રીતે લાગૂ કરવાનું સૂચન કરાયું છે. નાઈટ ડ્યૂટી એલાઉન્સની નવી ગણના માટે તૈયાર કરાયેલા ફોર્મ્યુલા અનુસાર બેસિક સેલેરી+ડીએ/200ના આઘારે એલાઉન્સ નક્કી કરાશે. આ ફોર્મ્યુલા પણ દરેક સરકારી વિભાગો અને મંત્રાલયોમાં લાગૂ કરાશે.

image source

એક મોટો ફેરફાર એ કરાયો છે કે જે પણ કર્મચારી નાઈટ ડ્યૂટી કરશે તેમના દિવસની ગણતરી સુપરવાઈઝરના રિપોર્ટના આધારે કરવામાં આવશે. એટલે કે કયા કર્મચારી કેટલા દિવસ નાઈટ ડ્યૂટી કરે છે તેનું સર્ટિફિકેટ સુપરવાઈઝર પાસેથી લેવાનું રહેશે. ગ્રેડ એના દરેક કર્મચારીઓને એક જ નાઈટ ડ્યૂટી એલાઉન્સ આપવામાં આવશે. એલાઉન્સ ત્યારે જ મળશે જ્યારે કર્મચારી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે કામ કરે છે.

image source

તો આ છે સાતમા પગાર પંચના રેલ્વેના કર્મચારીઓને લઈને બદલાયેલા નિયમો. તમે પમ જાણી લો અને તમારા કામના કલાકની નોંધણી ભૂલ્યા વિના કરાવો. જેથી તમે પણ નાઈટ ડ્યૂટી એલાઉન્સ મેળવી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version