Site icon News Gujarat

રાષ્ટ્રપતિ પદ પરથી હટ્યા બાદ ટ્રમ્પની જિંદગીને લઈને મેલેનિયાએ કર્યો મોટો ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાંથી વિદાય થયાને ઘણા અઠવાડિયા વીતી ગયા છે. 20મી જાન્યુઆરીએ જો બિડેનના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો પહેલા, ટ્રમ્પ ફ્લોરિડામાં માર-એ-લાગો સ્થિત તેમના નિવાસ સ્થાને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદથી ટ્રમ્પ તેમના પરિવાર સાથે ત્યાં રહી રહ્યા છે. ટ્રમ્પના પૂર્વ સલાહકારે મેલાનીયા ટ્રમ્પને ટાંકતા કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ ન રહેતા તેમનું જીવન કેટલું બદલાયું છે. ટ્રમ્પ એક ભૂતપૂર્વ કેમ્પેન રણનીતિકારના જણાવ્યા અનુસાર, યુએસની પૂર્વ પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પને લાગે છે કે, વ્હાઇટ હાઉસના દિવસો કરતા ટ્રમ્પ હવે વધારે ખુશ છે. તો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતને લઈને પણ વધારે ખુશ છે કે હવે ટ્વિટર નથી.

આખા વિશ્વનો ભાર ખભા પર લઈને ચાલવુ કઠણ

image source

‘સન્ડે ટાઇમ્સ’ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પના વિશ્વાસપાત્ર સહયોગી અને કેમ્પેન મેનેજર જેસન મિલરએ કહ્યું હતું કે, મહાભિયોગની સુનાવણી હોવા છતાં, આટલા વર્ષોમાં પહેલી વાર ટ્રમ્પનો ચહેરો ખીલેલો લાગે છે. મિલરે કહ્યું, અમેરિકન ઇતિહાસમાં ફક્ત 45 લોકો જ છે, જેઓ જાણે છે કે આખા વિશ્વનો ભાર તેમના ખભા પર લઈને ચાલવુ કેટલું કઠણ હોય છે. જ્યારે તમને ચાર વર્ષ પછી પહેલી વાર એ ખુબર પડી છે કે હવે બધી તમારી જવાબદારી નથી, તો તમે રાહતનો શ્વાસ લઈ શકો છો.

ટ્રમ્પ હવે વધુ ખુશ છે

image source

મિલરના કહેવા પ્રમાણે, ટ્રમ્પે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર ન રહેવું અને નફરતથી ભરેલા ઇકો-ચેમ્બર (જે સોશિયલ મીડિયા ઘણા પ્રસંગોએ બનાતુ રહે છે) નો વિષય ન બનવું તે ખરેખર સારું છે. ટ્રમ્પના ટ્વિટર પર લગભગ 8 કરોડ 80 લાખ ફોલોઅર્સ હતા. તેમને થોડા અઠવાડિયા પહેલા માઇક્રોબ્લોગિંગ સાઇટથી દૂર કરવામાં આવ્યા હતા. કેપિટલ હિલમાં તેમના સમર્થકો દ્વારા 6 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલા ઉત્પાત બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

image source

મિલરના જણાવ્યા મુજબ, મેલાનિયા ટ્રમ્પ પણ નવા વાતાવરણમાં ખુશ છે. મેલાનીયાએ કહ્યું છે કે તેને આ જોઈને બહુ આનંદ થાય છે કે, ટ્રમ્પ હવે વધુ ખુશ છે અને પહેલા કરતા વધારે આનંદ માણી રહ્યા છે.

ટ્રમ્પ તે સમયે ઘણા સારા મૂડમાં હતા

image source

વ્હાઇટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પની સાથે રહેલા મિલરે કહ્યું કે, ટ્રમ્પ તે સમયે ઘણા સારા મૂડમાં હતા અને આખું વાતાવરણ ભાવુક કરી દે તેવું હતું. ઘણા લોકો ખૂબ દુખી હતા કે ટ્રમ્પનો વિદાયનો દિવસ આવી ગયો, પરંતુ તેમને એ વાતનો પણ ગર્વ હતો કે ટ્રમ્પનો કાર્યકાળ અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ રહ્યો હતો. મિલેરે કહ્યું હતું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહાભિયોગની સુનાવણીમાં ટ્રમ્પ દોષી સાબિત નહીં થાય. તેમણે કહ્યું કે, એવી કોઈ શંભાવના નથી કે ટ્રમ્પને દોષિત ઠેરવી શકાય, તેથી અમે કોઈ પણ પ્રકારનું દબાણ અનુભવી રહ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version