કાલથી કોરોના વેક્સીન માટે નહિં ઉભું રહેવું પડે બહુ લાઇનમાં, કરાઇ આ ખાસ સુવિધા, જાણો 1 ડોઝની કિંમત શું રહેશે

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. આ કડીમાં એક નવી જાહેરાતના આધારે 11 એપ્રિલે સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં કર્મચારીઓને કોરોનાની વેક્સીન અપાશે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આ માટેના દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે કોણ વેક્સીન લઈ શકે છે અને એક ડોઝની કિંમત શું રહેશે. આ માટે બુધવારે જ ઓફિસમાં વેક્સીન આપવાનું કામ દેશમાં વેક્સીનેશન અભિયાનને ધાર આપવા માટે શરૂ કરાયું છે.

image source

સરકારના એક નિવેદન અનુસાર ઓફિસમાં વેક્સીનેશનનું કામ સુવિધા સાથે થઈ શકે તે માટે કર્મચારીઓને બહાર નીકળવા રોકવામાં કારગર સાબિત થશે. વેક્સીન ઓફિસમાં અપાય તો વ્યક્તિ બહાર જવાનું ટાળશે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટવાની શક્યતા રહે છે. આ ઓફિસમાં પહેલા એ ઓફિસને પસંદ કરાશે જ્યાં ઓછામાં ઓછા 100 લોકો તેને લેવા તૈયાર થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાત અલગ અલગ રાજ્યોને સર્ક્યુલર મોકલીને જણાવી છે. ઓફિસમાં તેના માટે કોવિડ વેક્સીનેશન સેન્ટર બનાવવામાં આવશે.

કેવી રીતે થશે વેક્સીનેશન

image source

દરેક જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની નિમણૂંક કરવામાં આવશે, તેમની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારી રહેશે. આ રીતે નિગમ અધ્યક્ષની અધ્યક્ષતામાં શહેરોમાં અરબન ટાસ્ક ફોર્સનું ગઠન કરાશે. તેની દેખરેખમાં જિલ્લાવાર ઓફિસમાં વેક્સીનેશનનું કામ શરૂ કરાશે. કંપનીઓના નોડલ ઓફિસર બનાવાશે જે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી કે પ્રાઈવેટ કોવિડ વેક્સીનેશન સેન્ટરના સંપર્કમાં વેક્સીનેશનનું કામ કરશે. ઓફિસમાં વેક્સીનેશનનું કામ પૂરું કરવાની જવાબદારી નોડલ ઓફિસરની રહેશે. કોણે વેક્સીન લેવી છે, તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે થશે અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવું છે વગેરે કામની દેખરેખ તેઓની રહેશે. જે ઓફિસમાં વેક્સીનેશન થવું જોઈએ તેની ઓળખ બાદ આખી ડિટેલ કોવિન એપ પર રજિસ્ટર થશે. આ કામ સરકારી કે પ્રાઈવેટ ઓફિસના સમાન રીતે થશે. આ કામ માટે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખાસ વ્યક્તિઓની નિમણૂંક કરાઈ છે.

કોણ લઈ શકે છે વેક્સીન

image source

હાલના તબક્કામાં એ લોકો ને વેક્સીન અપાશે જેમની ઉંમર 45 વર્ષથી ઉપરની છે. ઓફિસમાં પણ આ ઉંમરને ધ્યાનમાં રાખીને વેક્સીનેશન થશે. ઓફિસમાં કોઈ બહારની વ્યક્તિને વેક્સીન લગાવાશે નહીં. એટલું નહીં કર્મચારીઓના પરિવારવાળા પણ વેક્સીન મેળવવાના હકદાર રહેશે નહીં. જે કર્મચારીને વેક્સીન લાગી છે તેણે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સીવીસીથી નોડલ ઓફિસર રજિસ્ટ્રેશનને વિશે નક્કી કરશે. ઓફિસમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવામાં આવશે.

કઈ વેક્સીન અપાશે

image source

કેન્દ્ર સરકારે પહેલા જ નક્કી કર્યું છે કે એક ઓફિસમાં કોઈ એક જ પ્રકારની વેક્સીન લગાવાશે જેથી તેના મિક્સ થવાનો ખતરો ન રહે. પહેલા અને બીજા ડોઝમાં કોઈ અંતર ન આવે. આ પહેલા પણ નક્કી થઈ ચૂક્યું છે ક કઈ વેક્સીન આપવાની છે. જો કોઈ કર્મચારીને કોઈ સેન્ટર પર પોતાની કંપનીની વેક્સીન લગાવે છે તો ફરી વારના ડોઝ માટે તે જ સેન્ટર પર જવાનું રહેશે. ઓફિસમાં એક જ કંપનીના 2 ડોઝ અપાશે.

વેક્સીનની કિંમત શું રહેશે

image source

સરકારી ઓફિસમાં જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીની તરફથી જે વેક્સીન લાગશે તે ફ્રી રહેશે. જ્યારે પ્રાઈવેટ સીવીસીની તરફથી લગાવાતી વેક્સીન પર પેમેન્ટ બેસિસિ પર રહેશે. પ્રાઈવેટ ઓફિસમાં વેક્સીનના ભાવ એ જ રહેશે જે પ્રાઈવેટ હોસ્પિટલમાં હોય છે. પ્રાઈવેટ ઓફિસમાં વેક્સીનનો સર્વિસ ચાર્જ લઈ શકાય છે જે વધારેમાં વધારે 100 રૂપિયા હોઈ શકે છે. પ્રતિ ડોઝ વેક્સીનની કિંમત 150 રૂપિયા હોય છે. સર્વિસ ચાર્જ જોડીને જોઈએ તો પ્રતિ ડોઝ વેક્સીનની કિમત 250 રૂપિયા સુધીની હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!