અમદાવાદ શહેરમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યા, ૫ નોર્મલ રૂમ અને ૨ ઓક્સિજન બેડની સાથે.

અમદાવાદ શહેરમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યા, ૫ નોર્મલ રૂમ અને ૨ ઓક્સિજન બેડની સાથે.

-ડોક્ટર ત્રણ વાર વિઝીટ કરશે, નાસ્તા અને જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી.

image source

-શહેરમાં અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા પોતાના સ્ટાફ માટે આયુર્વેદિક દવાઓ એકઠી કરી છે, જેથી કરીને સ્ટાફના જીવ બચાવી શકાય.

image source

અમદાવાદ શહેરમાં પહેલીવાર રામોલ પોલીસ સ્ટેશનમાં આઈસોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ૫ નોર્મલ આઈસોલેશન બેડ અને ૨ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા ખાસ કરીને પોલીસ કર્મચારીઓને કોરોના વાયરસની અસર થાય તે સમયે ઘરે આઈસોલેશનમાં રહી શકે નહી, તે માટે પોલીસ કર્મચારીઓને અહિયાં જ રાખવામાં આવશે.

image source

બીજી બાજુ ૨ ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અહિયાં દિવસ દરમિયાન ડોક્ટર ૩ વાર વિઝીટ કરશે અને જે પણ પોલીસ કર્મચારીને આઈસોલેશનમાં રાખવામાં આવશે તેમને નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આઈસોલેશન રૂમ.

image source

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ કથળતી જઈ રહી છે. સામાન્ય નાગરિક માટે હોસ્પિટલ,અ જગ્યા નથી, લોકોને ઓક્સિજન મળી નથી રહ્યો. આવા સમયમાં અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આઈસોલેશન રૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રામોલના પીઆઈ કે. એસ. દવેએ ડોક્ટર અને લોકોનો સાથ પ્રાપ્ત કરીને રામોલ પોલીસ સ્ટેશનની નજીકમાં જ આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે.

દિવસ દરમિયાન ત્રણ વાર ડોક્ટર વિઝીટ કરશે.

image source

ખાસ મહત્વની વાત એ છે કે, જે પણ પોલીસ કર્મચારીમાં કોરોના વાયરસની અસર જોવા મળશે તેમને તાત્કાલિક સારવાર માટે આ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવશે અને આ સાથે જ જરૂરી દવા અને ડોક્ટર દ્વારા દિવસમાં ત્રણવાર તપાસ કરવામાં આવશે. તેમજ જો કોઈ પોલીસ કર્મચારીમાં વધારે મુશ્કેલી જણાશે તો ઓક્સિજનની પણ સુવિધા આપવામાં આવશે. તેમ છતાં પણ મુશ્કેલી વધશે તો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. નોંધનીય બાબત છે કે, અમદાવાદ શહેરમાં પહેલીવાર કોઈ પોલીસ સ્ટેશનમાં આવા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાથી પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

આની પહેલા બાપુનગરમાં આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યો હતો.

image source

આ વિષે ઝોન ૫ના ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાપુનગરમાં આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યો હતો. પણ એવું પહેલીવાર છે જયારે ઓક્સિજન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે આ પહેલીવાર વ્યવસ્થા પોલીસ માટે કરવામાં આવી છે. ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન પોલીસ માટે કેટલીક હોસ્પિટલમાં અલગથી બેડ રીઝર્વ રાખવામાં આવ્યા હતા.

જોઈન્ટ સીપી અજય તોમર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી.

image source

જે- તે સમયના ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ સીપી અજય તોમર દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જો કે, આ વખતે અમદાવાદ શહેરમાં આ વ્યવસ્થા કોઈ ઓફિસર દ્વારા નહી કરવામાં આવતા પોલીસને કોઈ સાથ આપી રહ્યું નથી હોવાથી પોલીસબેડામાં ચર્ચા થવા લાગી છે. ઉપરાંત પોલીસને એડમિટ પણ કરવામાં આવતા નથી, એટલા માટે આ વખતે પોલીસને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે પણ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *