સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ: જાણો ક્યાં શહેરમાં સૌથી વધુ થયું મતદાન

ઘણા દિવસોથી ચાલતા ઈંતજારનો આજે અંત આવ્યો છે અને આજે રાજ્યની 6 મહાનગર પાલિકાનું મતદાન પૂરૂ થયું છે. જો કે આ જે મતદાન દરમિયાન ઘણી જગ્યાએ સારા નરશા પ્રસંગો પણ સામે આવ્યા હતા.ક્યાંક મતદારા યાદીમાં નામ કમી થવાથી મતદારોમાં રોષ હતો કો ક્યાંક લગ્નના તાંતણ બંધાતા પહેલા વરરાજા એ મતદાન કરી અનોખી પહેલ કરી હતી તો ક્યાંક ઈવીએમ અને બોગસ મતદાનને લઈને ફરિયાદ ઉઠી હતી. જો કે બધા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ રસ ન દાખવ્યો હોવાની સ્થિતિ સ્પષ્ટ સામે આવી રહી છે. કોરોના મહામારીનું કારણ હોય કે કઈ બીજી પરંતુ સામે આવેલા આંકડા બતાવે છે આ સ્થાનિક સ્વારજ્યની ચૂંટમીમાં મતદાન કરવામાં મતદારોએ ઉદાસિનતા બતાવી છે. સાંજે 6 વાગ્યાં સુધીમાં 6 મનપામાં 41 ટકા જ મતદાન થયું છે. જે દરેક પાર્ટી માટે ચિંતા વધારનારૂ છે.

image source

6 વાગ્યા સુધી સરેરાશ મતદાન

  • અમદાવાદ 37.81%
  • રાજકોટ 45.74%
  • સુરત 42.40%
  • વડોદરા 42.82%
  • ભાવનગર 43.66%
  • જામનગર 49.64%
image source

તમને જણાવી દઈએ કે આજે સવારથી જ લોકો મતદાન પ્રત્યા ઉદાસિન રહ્યા હતા. જો કે નેતાઓને લાગતુ હતું કે બપોર બાદ મતાદાનમાં તેજી આવશે પણ એવુ થયું ન હતું. જેને કારણે રાજકીય પક્ષો મતદાન વધારવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 6 મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 37 ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં 49 ટકા મતદાન નોંધાયું છે.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા.

image source

તો બીજી તરફ રંગીલા રાજકોટમાં પણ લોકશાહીના મહાપર્વ પર ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી જ રાજકોટવાસીઓએ મતદાન કરવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે સૌ પ્રથમ 75 વર્ષના વૃદ્ધે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે અને લોકોને પ્રેરણા આપી હતી.

વાત કરીએ જામનગર તો જામનગર મનપા ચૂંટણી માટે 645 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. તમને જણાવી દઈએ કે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ પરિવાર સાથે મતદાન કર્યું હતું. નોંધનિય છે કે તેમણે વોર્ડ નં.5માં શિશુ વિહાર સ્કૂલમાં મતદાન કર્યું હતું. જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

image source

તો આ તરફ ડાયમંડ નગરી સુરતામાં પણ ચૂંટણીનો માહોલ છવાયો હતો.આ ચૂંટણી જંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા હતા. તો બીજી તરફ અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે.

સંસ્કારી નગરી વડોદરાની જો વાત કરીએ તો મહાનગરપાલિકાની 19 વોર્ડની 76 બેઠકો માટે નિર્ધારીત સમયે સવારે 7 કલાકે શરૂ થઇ ગયું હતું. વડોદરમાં 280 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. નોંધનિય છે કે લોકો સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી ગયા હતા. જો કે કેટલાક સ્થળોએ મતદાન સ્પીલો ન મળતા મતદારો અટવાઈ ગયા હતા જેને લઈને તંત્ર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

image source

તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન યોજાયું હતું. સવારે 9 વાગ્યા સુધીમાં ભાવનગરમાં 8 ટકા મતદાન થયું હતું જેને લઈને નેતાઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. તો બીજી તરફ ભાવનગર યુનિવર્સિટી પાસે આવેલા બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે મતદાન મથક પર આજે 84 વર્ષના દાદા નટુભાઈ વોરાએ જન્મદિવસે મતદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. અને લોકોને મતદાન માટેની પ્રેરણા આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!