અભિનેત્રી હિના ખાનના પિતાનું મુંબઈમાં નિધન

એક્ટ્રેસ હિના ખાનના પિતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મંગળવારે મુંબઈમાં નિધન થઈ ગયું છે. એક્ટ્રેસ એ સમયે પોતાના એક શૂટના કારણે કશ્મીરમાં હતી, જ્યારે એમને આ દુઃખદ સમાચાર મળ્યા. એ પછી હિના ખાન તરત મુંબઈ પરત ફરી. હિના ખાન પોતાના પિતાની ખૂબ જ નજીક હતી, એ સોશિયલ મીડિયા પર એમની સાથે ઘણા વીડિયો અમે ફોટો શેર કરતી રહેતી હતી. હિના ખાનના પિતાના નિધનની ખબર સાંભળીને પરિવારની સાથે સાથે એમના ફેન્સને પણ ભારે આઘાત લાગ્યો છે.

hina khan
image source

તમને જણાવી દઈએ કે હિના ખાન કાશ્મીરમાં અભિનેતા શહીર શેખ સાથે પોતાના આવનારા પ્રોજેકટનું શૂટિંગ કરી રહી હતી. એક રિપોર્ટ અનુસાર પિતાના નિધનના સમાચાર મળ્યા પછી હિના ખાને તરત જ મુંબઈની ફ્લાઇટ લઈ લીધી હતી. એ પહેલાં એક્ટ્રેસ હિના ખાને હ્યુમન્સ ઓફ બોમ્બેમાં પોતાના પિતા વિશે વાત કરી હતી. એમને જણાવ્યું હતું કે કેવી રીતે એ પોતાના માતા પિતાને કહ્યા વગર દિલ્લીની કોલેજમાંથી એક્ટ્રેસ બનવા માટે મુંબઈ આવી ગઈ હતી. પણ જ્યારે એમને પોતાના પેરેન્ટ્સને જણાવ્યું તો ઘણા સગા વ્હાલાઓએ એમની સાથે સંબંધ તોડી નાખ્યો પણ પિતાએ એમનો સાથ આપ્યો.

image source

હિના ખાને જણાવ્યું હતું કે એમના પિતાએ એમની સામે શરત મૂકી હતી કે એ ત્યારે જ એક્ટિંગ કરી શકે છે જ્યારે એ સાથે સાથે પોતાના અભ્યાસ પર પણ ધ્યાન આપે. એ પછી હિના ખાને પિતાની વાત માની અને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. હિના ખાને જણાવ્યું હતું કે એમના માતા પિતાએ દરેક મુશ્કેલીમાં એમનો સાથ આપ્યો અને હંમેશા એમને આગળ વધવા માટે પ્રેરિત પણ કર્યું.

image source

થોડા દિવસ પહેલા હિના અને એમના પિતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં હિના ખાન એના પિતા સાથે વાત કરતી દેખાઈ રહી હતી. એમના પિતા હિના ખાનને કહી રહ્યા હતા કે એમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. હિના ખાનના વધતા ખર્ચાઓથી પરેશાન એમના પિતાએ જ્યારે આ પગલું ભર્યું તો એક્ટ્રેસ શોકડ થઈ ગઈ હતી. એ વીડિયોમાં કહેતી દેખાય છે કે મારી પાસે કોઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ નથી તમે એને બ્લોક કરી દીધા છે. જવાબમાં હિના ખાનનાં પિતાએ કહ્યું હતું કે એમને કાર્ડ બંધ કરી દીધા છે કારણ કે લોકડાઉનમાં એમને પૈસા બચાવવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સિવાય હિના ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતા સાથેના ફોટા અને વીડિયો પણ શેર કરતી હતી. એમને ફાધર્સ ડેના અવસર પર પોતાને પાપા કી પ્રિન્સેસ કહેતા એક સુંદર ફોટો શેર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!