Site icon News Gujarat

હેમા માલિનીનો દાવો: ઘી, લીમડાના પાંદડા અને સાથે આ વસ્તુ લઇને કરો હવન, અને બચો કોરોનાથી

બોલીવુડ અભિનેત્રી અને મથુરાથી ભારતીય જનતા પક્ષના સાંસદ હેમા માલિની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, હવન કરવાથી કોરોના વાયરસ સંક્રમણ જેવી મહામારીથી બચી શકાય છે. આ સાથે જ અભિનેત્રી હેમા માલિનીનું એવું પણ કહેવું છે કે, સવાર અને સાંજના સમયે હવન કરવાથી ગૃહ કલેશ પણ થતા નથી.

image source

વિશ્વ પર્યાવરણ દિવસના અવસર નિમિતે જગ્યાએ જગ્યાએ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ શૃંખલામાં મથુરાના સાંસદ અભિનેત્રી હેમા માલિનીએ પોતાના મુંબઈ શહેરમાં આવેલ ઘરમાં વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે હવન કર્યો.

image source

આ ચર્ચા દરમિયાન સાંસદ હેમા માલિનીએ જણાવ્યું છે કે, આ હવન હું છેલ્લા ૧ વર્ષથી કરી રહી છું જ્યારથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી શરુ થઈ છે. સવારના સમયે અને સાંજના સમયે આ હવન હું કરી રહી છું. આ હવન કરવા માટે એમાં ઘી છે, લીમડાના પાંદડા છે જેની મદદથી સંપૂર્ણ વાતાવરણ સારું રહે છે.સાંસદ હેમા માલિનીનું કહેવું છે કે, આ હવન કરવાથી ઘરનું સંપૂર્ણ વાતાવરણ શુદ્ધ થાય છે.

આ હવનમાં રાઈ, લોબાનનો પણ ઉપયોગ થાય છે. આ હવન બીમારીઓને અટકાવવામાં મદદગાર સાબિત થાય છે. તેમનું કહેવું છે કે, આપે પણ આ હવન કરવો જોઈએ.

image source

સાંસદ હેમા માલિનીએ આ પણ જણાવ્યું છે કે, આ હવન કરવાથી અપ પોતાને કોરોના વાયરસ સંક્રમણ અને અન્ય કોઇપણ પ્રકારની બીમારીઓથી બચાવે છે. અહિયાં સુધી કે, આ હવન કરવાથી ઘરમાં થતા ગૃહ ક્લેશથી પણ આપના ઘરને બચાવે છે. સાંસદ હેમા માલિનીએ અહિયાં સુધી દાવો કર્યો છે કે, આ હવન કરવાથી કોરોના વાયરસ સંક્રમણથી પણ બચી શકાય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસનો કહેર.

image source

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે અત્યાર સુધી એન્ટરટેઈનમેંટ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થઈ ગયું છે. કેટલાક સેલેબ્સએ પોતાનો જીવ કોરોના વાયરસ સંક્રમણના કારણે ગુમાવી છે તો ત્યાં જ કેટલાક સેલેબ્સના પરિવારના સભ્યોનું અવસાન પણ થઈ ગયું છે. કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં હેમા માલિનીના સેક્રેટરી મેહતાજી પણ સામેલ છે. હેમા માલિની સાથે મહેતાજી છેલ્લા ૪૦ વર્ષથી કામ કરી રહ્યા હતા. જેમાં મેજર બિક્રમજીત કંવરપાલ, નદીમ- શ્રવણની જોડીના પ્રસિદ્ધ મ્યુઝીશિયન શ્રવણ રાથૌડ સહિત કેટલાક દિગ્ગજ કલાકારોના નામ પણ સામેલ છે. ત્યાં જ અક્ષય કુમાર, કાર્તિક આર્યન સહિત કેટલાક બોલીવુડ સેલેબ્સ એવા છે જેમણે કોરોના વાયરસને હરાવી દઈને પાછા પણ આવી ગયા છે.

Exit mobile version