હેમા માલિનીના બંગલામાં છે એક એકથી ચઢિયાતી ફેસિલિટી, અંદરની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

બોલીવુડમાં ડ્રિમગર્લના નામે જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ પોતાના અભિનયના દમ પર લોકોના દિલો પર રાજ કર્યું. ફિલ્મ સોદાગરથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર હેમા માલિની ભલે ફિલ્મોથી દૂર જતી રહી હોય પણ આજે પણ એમના કરોડો ફેન્સ છે. હેમા માલિનીએ 72 વર્ષની ઉંમરમાં પણ પોતાને ખૂબ જ ફિટ રાખી છે અને એના વખાણ એ હંમેશા સાંભળે છે. એ સિવાય હેમા માલિનીના ઘરના ફોટા જોઈને એમના ફેન્સ હેરાન રહી જાય છે. હેમા માલિનીનું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે અને એમના ઘરના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આજે અમે તમને ડ્રિમ ગર્લના ઘરની અમુક ખાસ તસવીરો બતાવવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ.

image source

હેમા માલિનીએ બોલિવુડના હિમેન ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. આ જોડી 70ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય રહી. લગભગ 9 વર્ષના રિલેશનશિપ પછી ફિલ્મી પડદાની આ હિટ જોડી 2 મેં 1979માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. હેમા અને ધર્મેન્દ્રના લગ્નને 41 વર્ષ થઈ ચૂક્યા છે.

image source

હેમા માલિની અને ધર્મેન્દ્રની બે દીકરીઓ ઈશા અને અહાના દેઓલ છે. એ સિવાય હેમા માલિની હવે રાજનીતિમાં છે અને એ મથુરામાં ત્રણવાર સાંસદ છે.

હેમા માલિની મુંબઈના પોશ વિસ્તાર જુહુમા રહે છે. આ ઘર એમને પતિ ધર્મેન્દ્ર સાથે મળીને 30 વર્ષ પહેલાં ખરીદ્યું હતું. આ ખૂબ જ શાનદાર બંગલો છે પણ હવે એ અહીંયા એકલી જ રહે છે. ધર્મેન્દ્ર ક્યારેક ક્યારેક એમને મળવા આવતા રહે છે.

image source

ધરમ પાજી પોતાના બંને પરિવારથી દૂર ફાર્મ હાઉસ પર રહે છે. હેમા માલિની અને ધર્મેન્દ્ર બંનેનું ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. ધર્મેન્દ્રના ઘરેથી હેમાનું ઘર ફક્ત 5 મિનિટના અંતર પર જ છે. પણ એ ક્યારેય પોતાના પતિને ઘરે નથી ગઈ.

image source

જુહુમા આવેલા આ ઘરમાં હેમની સાથે એમના ઘણા નોકર ચાકર રહે છે. બંને દીકરીઓના લગ્ન પછી હવે હેમા આ બંગલામાં એકલી જ રહે છે. હેમાએ પોતાના ઘરને પારંપરિક રીતે સજાવ્યું છે. એમના ઘરની સજાવટમાં સાઉથ ઇન્ડિયન ટચ જોવા મળે છે.

image source

એમના આ આલિશાન ઘરમાં દરેક વસ્તુ ખૂબ જ સરસ રીતે ગોઠવવામાં આવી છે. હેમના ઘરની દીવાલો પર મોટી મોટી પેઇન્ટિંગ જોવા મળે છે. ડ્રોઈંગ રૂમમાં મોટા મોટા અલગ અલગ રંગના સોફા મુકેલ છે. હેમાના ઘરમાં મોટી મોટી કાચની બારીઓ છે જેમાંથી બહારનો નઝારો સરળતાથી જોઈ શકાય છે. એ સિવાય હેમા માલિનીએ અન્ય એક ઘર પણ ખરીદ્યું છે.

image source

મથુરાના વૃંદાવનના ઓમેક્સ હાઉસિંગ સોસાયટીમાં એમને ઘર લીધું છે. પતિ ધર્મેન્દ્ર સાથે એ પોતાના નવા ઘરમાં પૂજા કરવા પણ ગઈ હતી. હેમા માલિની અને એમના ઘરના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને લોકો એના વખાણ કરતા થાકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!