હિના ખાન અને મૌની રોયથી લઈને સુરભી ચંદના સુધી, આ 12 ટીવી અભિનેત્રીઓનું આ ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમે પણ રહી જશો દંગ

સમયની સાથે બધું બદલાય છે એટલે સુધી કે સુરત અને સિરત પણ.ટીવી વર્લ્ડની જાણીતી અભિનેત્રીઓ હિના ખાન અને મૌની રોયથી લઈને સુરભી ચંદના સાથે પણ આવું જ કંઈક થયું. સમય વિતતા આ ટીવી અભિનેત્રીઓમાં ખૂબ જ પરિવર્તન જોવા મળ્યું. ન ફક્ત એમની એક્ટિંગમાં પણ પર્સનાલિટી અને લુકસમાં પણ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. આ અભિનેત્રીઓના જુના ફોટા જોઈને ફેન્સ માટે એમને ઓળખવું મુશ્કેલ છે. તો ચાલો એક નજર નાખીએ એ અભિનેત્રીઓની પહેલાની અને આજની તસવીરો પર.

મૌની રોય.

image source

ક્યોંકી સાસ ભી કભી બહુ થીથી એક્ટિંગની દુનિયામાં પગ મુકનાર મૌની રોય આજે સ્મોલ સ્ક્રીનનું સુપરહિટ નામ છે.ટીવી વર્લ્ડમાં નામ કમાઈ ચુકેલી મૌની હવે બોલીવુડની ફિલ્મોમાં ફોક્સ કરી રહી છે. એમના ફોટા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય છે. સિરિયલમાં આવતા પહેલા એ મોડલિંગ કરતી હતી.

શ્વેતા તિવારી.

image source

ટીવી શો કસોટી જિંદગી કીમાં પ્રેરણાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એમના પહેલા અને અત્યારના ફોટા જોઈને તમે એ વાતનો અંદાજો લગાવો શકો છો કે એમનામાં કેટલું પરિવર્તન આવ્યું છે.

હિના ખાન.

image source

હિના ખાન પહેલીવાર ટીવી પર 2008માં જોવા મળી હતી. એ પછી એ ઇન્ડિયન આઇડલમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી.2009માં હિના ખાન ટીવી શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા અક્ષરાનું પાત્ર ભજવી દર્શકોનું દિલ જીતી લીધું.છેલ્લા 12 વર્ષના એક્ટિંગ કરિયરમાં દર્શકોના દિલમાં હિના ખાને ખાસ જગ્યા બનાવી છે.

અવિકા ગૌર.

image source

ટીવી શો બાલિકા વધુથી અવિકા ગૌરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉંમરમાં નાની અવિકાની સ્ટાઇલ બાળકો જેવી હતી. આ શોમાં અવિકાનું પાત્ર એ એમના એક્ટિંગ કરિયરમાં અગત્યનું સાબિત થયું. એ પછી અવિકા ગૌર સાસુરાલ સીમર કામાં દીપિકા કકકડ સાથે દેખાઈ હતી. આ સીરિયલમાં એમના ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકો હેરાન થઈ ગયા. ખાસ કરીને એમની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં એમનું ટ્રાન્સફોર્મેશન જબરદસ્ત છે.

સુરભી ચંદના.

image source

નાગીન 5ની એકટર સુરભી ચંદના હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની શાનદાર એક્ટિંગના કારણે તો ક્યારેક પોતાના લુકસને કારણે. એટલે જ તો આજે એમની આટલી જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. એમના ફોટા દર્શાવે છે કે એ ફક્ત એક્ટિંગ જ નહીં પોતાની પર્સનાલિટીને નિખારવા માટે પણ મહેનત કરે છે.

માહીરા શર્મા.

image source

એક્ટ્રેસ માહીરા શર્માને ઓળખ બિગ બોસ 13થી મળી. આમ તો એમના એક્ટિંગ કરિયરની શરૂઆત શો યારો કા ટશનથી થઈ હતી. એ પછી માહીરા કુંડળી ભાગ્ય વિધાતા અને નાગીન 3માં જોવા મળી.સમય વીતી રહ્યો છે અને એમના કરિયર ગ્રાફની જેમ એમની પર્સનાલિટીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે.

ક્રિસ્ટલ ડીસુઝા.

image source

ક્રિસ્ટલ ડીસુઝાએ શો કહે ના કહેથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી પણ લોકપ્રિયતા મળી એક હજારો મેં મેરી બહેના હેથી. ઇન્સ્ટાગ્રામ પર એમના ફોટાને જોઈન3 અંદાજો લગાવી શકાય છે કે છેલ્લા 10 વર્ષમાં એમનામાં કેટલું પરિવર્તન આવ્યું.

અનિતા હસનંદાની.

image source

ટીવીની મોસ્ટ પોપ્યુલર અને સ્ટાઈલિશ એક્ટ્રેસ અનિતા હસનંદાનીનું ઇન્સ્ટાગ્રામ એ વાતની સાબિતી આપે છે કે એમનો લુક કેટલો ચેન્જ થઈ ગયો છે. સુંદર બેબી બોયની મમ્મી બન્યા પછી પણ એમની સ્ટાઇલમાં કોઈ કમી નથી આવી.

મંદિરા બેદી.

image source

દૂરદર્શનની શાંતિ એટલે કે મંદિરા બેદીએ 1994માં નાના પડદા પર એન્ટ્રી કરી હતી. એ પછી એ ફિલ્મો અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોમેન્ટ્રી કરતી દેખાઈ. પણ આજે મંદિરા બેદી લોકો માટે ફિટનેસ રોલ મોડલ બની ગઈ છે. એમનું ટ્રાન્સફોર્મેશન જોઈને વધતી ઉંમરનો અહેસાસ જ નથી થતો.

રૂપાલી ગાંગુલી.

image source

આજકાલ રૂપાલી ગાંગુલી નાના પડદા પર છવાયેલી છે. સિરિયલ અનુપમાની લોકપ્રિયતાએ એમને સાતમા આસમાને પહોંચાડી દીધી છે. ક્યારેક સારાભાઈ વર્ષેસ સારભાઈમાં દેખાયેલી રૂપાલી ગાંગુલી સમયની સાથે આટલી બદલાઈ જશે કોઈએ વિચાર્યું પણ નહોતું.

સંજીદા શેખ.

image source

ટીવી એક્ટ્રેસ સંજીદા શેખનું નામ સ્મોલ સ્ક્રીનની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. એનું એક મોટું કારણ એમનું ચોંકાવનારું ટ્રાન્સફોર્મેશન છે.

સારા ખાન.

image source

ટીવી શો સપના બાબુલ કા….બીદાઈમાં મુખ્ય અભિનેત્રીના રૂપમાં સારા ખાન ખૂબ જ ચર્ચામાં રહી. સમયની સાથે એમનું ટ્રાન્સફોર્મેશન પણ આશ્ચર્યચકિત કરી દે તેવું છે.