હોળીના એક સીને હિટ કરાવી દીધી હતી આ પાંચ ફિલ્મો, જણાવો અમને કોમેન્ટમાં કે તમે આ 5માંથી કઇ ફિલ્મ નથી જોઇ?

થોડા દિવસમાં જ આખો દેશ હોળીના તહેવારને સેલિબ્રેટ કરશે. પણ આ વખતે કોરોના વાયરસને કારણે હોળીનો માહોલ દર વર્ષ જેઓ નહિ હોય. બાકી દર વર્ષે તો લોકો આ તહેવારના જશન માટે જોરશોરથી તૈયારી કરતા હોય છે. જોશ અને ઉમંગથી ભરેલા આ તહેવારને બોલીવુડની ફિલ્મોમાં પણ મુખ્યરૂપે બતાવવામાં આવે છે પછી શાહરુખ ખાનનું મોહબતે ફિલ્મમાં અમિતાભ બચ્ચનને તિલક લગાવવું હોય, સિલસિલા ફિલ્મના રેખા અને અમીતાભનો ડાન્સ હોય કે પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું લહુ મુહ લગ ગયા ગીત હોય. તમને જણાવી દઈએ કે રાજેશ ખન્નાની એક ફિલ્મ તો હોલી સીનના કારણે જ હિટ ગઈ હતી.

image source

સૌથી પહેલા વાત કરીએ રાજેશ ખન્નાની ફિલ્મની. વર્ષ 1970માં રાજેશ ખન્નાનું કરિયર ટોચ પર હતું અને દરેક ફિલ્મ નિર્માતા એમની સાથે ફિલ્મ બનાવવા માગતા હતા. એ સમયે ડાયરેકટર શક્તિ સમાનથાએ ફિલ્મ બનાવી હતી કટી પતંગ. રાજેશ ખન્ના અને આયશા પરીખની આ ફિલ્મનો એક સીન યાદગાર છે. આ ફિલ્મમાં રાજેશ ખન્ના આયશા પરીખને હોળી રમવા માટે પોતાના તરફ ખેંચે છે આ ફિલ્મમાં હોળીનું ફેમસ ગીત આજ ન છોડગે છે. આ ગીત સુપરહિટ થયું હતું.

વર્ષ 1975માં આવેલી ફિલ્મ શોલે ફિલ્મનું આ મસ્તી ભરેલું ગીત હોળી કે દિન દિલ મિલ જાતે હે ગીત ખૂબ જ ફેમસ છે. આજે પણ આ ગીત સુપરહિટના લિસ્ટમાં આવે છે. આ ગીત દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા માલિનીનો રોમાન્સ બતાવવામાં આવ્યો છે.

image source

ફિલ્મ સિલસિલાનું રંગ બરસે ગીત આજે પણ ઘણું ફેમસ છે. આ ગીતમાં જયા, અમિતાભ ,રેખા અને સંજીવ કુમાર રંગમાં રંગાયેલા હોય છે ત્યારે રેખા જયાને જઈને કહે છે કે એને એ વ્યક્તિ સાથે લગ્ન નથી કર્યા જેને એ પ્રેમ કરે છે. આ જ વાત અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં સંજીવ કુમારને કહે છે. આ સીન પછી આખી ફિલ્મની વાર્તા પલટાઈ જાય છે.

image source

ગોલીયો કી રાસલીલા રામલીલા ફિલ્મમાં હોળીનો તહેવાર ઉજવાતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં લહુ મુહ લગ ગયા ગીતમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકબીજાને ગુલાલ લગાવે છે. આ સીનમાં બંને કિસ કરતા પણ દેખાયા છે.

image source

રણબીર કપૂર અને દીપિકા પાદુકોનની ઉમદા ફિલ્મ યે જવાની હે દિવાનીનું સોન્ગ બલમ પિચકારી પોતાના સમય દરમિયાન હોળી સેલિબ્રેશન માટે સૌથી ફેવરિટ સોંગમાંથી એક હતું અને આજે લોકો આ સોન્ગ પર હોળી સેલિબ્રેશનના દિવસે જુમતા દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!