બાકીની મેચો માટે IPLને હોસ્ટ કરવા 4 દેશોની લાઈન લાગી, ઈંગ્લેન્ડ સહિત આ 3 નામો ભારે ચર્ચામાં

ભારતમાં કોવિડની પરિસ્થિતિ આઉન્ટ ઓફ કન્ટ્રોલ થતાં IPL 2021ને સસપેન્ડ કરી દેવામાં આવી છે. ત્યારે ચાહકોમાં પણ નિરાશા જોવા મળી હતી. ત્યારે હવે બીજા એક સારા સમાચાર આવી રહ્યા છે. જે આઈપીએલ બાકી છે એ મેચો રમાઈ શકે છે. કારણ કે કોરોના મહામારીનાં કારણે IPL 2021ને 2 ફેઝમાં અલગ કરી દેવાઈ છે, જેમાં પ્રથમ ફેઝની 29 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે બીજા ફેઝની 31 મેચ યોજાવાની બાકી છે. એ મેચોને લઈ સમાચાર આવ્યા છે કે BCCI ગત વર્ષની જેમ વિદેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.

image source

જો હાલમાં મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડ, UAE, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા આ 4 દેશોએ તૈયારી બતાવી છે અને એમાંથી કોઈ 1 દેશ હોસ્ટ કરે તેવી પણ શક્યતા બતાવવામાં આવી રહી છે. હાલમાં IPLનાં બીજા ફેઝ માટે BCCI 20 દિવસનાં એક વિન્ડોની તપાસ કરી રહી હોવાનું પણ કહેવામાં આવે છે. UAE BCCIનું પ્રથમ ઓપ્શન હોવાની પણ વાત સામે આવી છે. કારણ કે ગત સીઝન પણ અહીંયા હોસ્ટ કરાઈ હોવાથી ક્રિકેટ બોર્ડ આની પસંદગી પહેલા કરી શકે છે.

image source

જો બીજા ઓપ્શન વિશે વાત કરીએ તો ભારતીય ટીમ મેથી લઈને સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડમાંજ રહેવાની છે. એવામાં BCCI ઈંગ્લેન્ડનાં સમરનો સારે એવો ઉપયોગ IPL માટે કરી શકે છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમાંક પર આવે છે.

image source

બિગ બેશ લીગ જેવી પ્રસિદ્ધ T20 લીગ પણ ઓસ્ટ્રેલિયા હોસ્ટ કરે છે. તેવામાં જો આ 4 મહિનામાં ઓસ્ટ્રેલિયાની સરકારે કઈક નિયમોમાં ફેરફાર કર્યા અથવા પોલિસી બદલી તો ભારતીય બોર્ડ ત્યાં પણ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.

image source

આ સાથે જ ચોથા ઓપ્શન પર શ્રીલંકાને રાખવામાં આવ્યું છે. શ્રીલંકા જુલાઈ કે ઓગસ્ટની વચ્ચે લંકા પ્રીમિયર લીગ કરવા જઈ રહ્યું છે. તેવામાં જો IPL ત્યાં યોજાશે તો શ્રીલંકાની લીગ મેનેજમેન્ટ ટીમ પણ એ જ હોટલ અને અન્ય જગ્યાઓને પોતાની સ્થાનિક લીગમાં વપરાશમાં લઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે રમાઈ છે કે કેમ અને રમાઈ તો કયા દેશમાં રમાઈ છે. ઉલ્લેખનીય છે કે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યારે અમે IPL અંગે કોઈપણ પ્રકારનો ત્વરિત નિર્ણય લેવા માગતા નથી. ધીરે-ધીરે આનો નિર્ણય લેવાશે. જો IPL આ વર્ષે નહીં યોજાય તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે એ પણ નક્કી છે.