41 વર્ષ પહેલાં થયું હતુ કંઇક એવું કે પારો ગુમાવી બેઠી હતી જયા બચ્ચન, અને અમિતાભની સામે જ જયાએ ચોડી દીધો હતો રેખાને જોરદાર તમાચો

હાલમાં જ ટીવીના મોસ્ટ પોપ્યુલર સિગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12માં પહોંચીને વેટરન એક્ટ્રેસ રેખા ઘણી જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. આ શોમાં રેખાએ કન્ટેસ્ટન્ટને પોતાના તરફથી ઘણા ગિફ્ટસ આપ્યા. અમુકને એમને પૈસા પણ આપ્યા. તો શોમાં જ્યારે પણ કન્ટેસ્ટન્ટ અમિતાભ બચ્ચનના ગીતો ગાયા એ દરમિયાન રેખા ઘણી જ એક્સાઇટેડ દેખાઈ. એટલું જ નહીં બિગ બીનું એક ગીત સાંભળીને તો રેખા જોર જોરથી બુમો પાડવા લાગી હતી કે આઈ લવ હિમ, આઈ લવ હમ. હવે રેખા સાથે જોડાયેલો 41 વર્ષ જૂનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ કિસ્સો અમિતાભ અને એમની પત્ની જયા બચ્ચન સાથે પણ જોડાયેલો છે.

image source

એમ સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન અને રેખાના ઇશ્કના કિસ્સા બી ટાઉનની હેડલાઇન હતા. અને હજી આ કિસ્સાઓનો લઈને વાતો થતી રહે છે. રેખા, અમિતાભ અને જયા સાથે જોડાયેલો એક કિસ્સો ફરી ચર્ચામાં છે. આ ત્યારની વાત છે જ્યારે બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા.

image source

પરણિત અમિતાભ માટે રેખા જ્યાં ઘણીવાર પોતાના પ્રેમનો એકરાર કરતી રહી છે તો બિગ બી હંમેશા આ બાબતમાં મૌન રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો જયાએ પણ આ ખબરોને ઘણી સારી રીતે હેન્ડલ કરી.

ખબરોનું માનીએ તો એક સમય એવો પણ આવ્યો જ્યારે જયા આ બધી વસ્તુઓ કન્ટ્રોલ નહોતી કરી શકતી. એટલું જ નહીં એક
ફિલ્મના સેટ પર જયાએ પારો ગુમાવી દીધો અને એમને રેખાને એક તમાચો મારી દીધો હતો.

આ વાત છે 41 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ રામ બલરામના સમયની. આ ફિલ્મમાં પ્રોડ્યુસર ટીટો ટોની અમિતાભ બચ્ચન અમે રેખાને કાસ્ટ કરવા માંગતા હતા. પણ જયા એવુ નહોતી ઈચ્છતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમની સારી પહોંચ હતી અને જયાએ રેખાની જગ્યાએ જિનત અમાનને કાસ્ટ કરવા માટે પ્રોડ્યુસરને મનાવી લીધા.

image source

રેખાને જ્યારે આ વાત ખબર પડી તો એમને ખૂબ જ ખોટું લાગ્યું. એમને ફિલ્મ ડાયરેકટર વિજય આંનદને અપ્રોચ કરીને કહ્યું કે એ આ ફિલ્મ કરવા માંગે છે. એ વાત પર ડાયરેકટરે કહ્યું કે આ માટે એમને પ્રોડ્યુસરને મનાવવા પડશે. રેખાએ પ્રોડ્યુસરને ફોન કરીને એવી ઓફર આપી કે એ ના ન પાડી શક્યા. એ આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરવા માટે તૈયાર થઈ ગઈ.

રેખા અને અમિતાભને લઈને ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. ખબરોનું માનીએ તો જયા, અમિતાભને રેખા સાથે ફિલ્મ ન કરવા માટે સમજાવીને થાકી ગઈ હતી. પણ આ જોડી હિટ હતી અને એમને સાથે કામ કરવા માટે ઘણી ઓફર મળી રહી હતી જેને બિગ બી નહોતા ઠુકરાવી રહ્યા.

ફિલ્મના શૂટિંગ દરમિયાન જયા પહોંચી ગઈ. રિપોર્ટ્સનું માનીએ તો એ સમયે રેખા અને અમિતાભ બેસીને વાતો કરી રહ્યા હતા. જયાથી આ ન જોવાયું અને ગુસ્સામાં એમને અમિતાભની સામે રેખાને તમાચો મારી દીધો. આ જોઈ ત્યાં હાજર રહેલા બધા લોકો ચોંકી ગયા.

image source

જો કે જયાને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે અમિતાભ અને રેખાના સંબંધો પર એ શું કહેવા માંગે છે તો એમને કહ્યું હતું કે જો એ સાચું હોત તો એ મારી પાસે ન હોત.

વચ્ચે વચ્ચે રેખાના અફેર્સના કિસ્સા ઘણા એક્ટર્સ સાથે હોવાની વાતો સામે આવી. એટલું જ નહીં એમને મુકેશ અગ્રવાલ નામના વ્યક્તિ સાથે લગ્ન પણ કર્યા પણ આ સંબંધ પણ વધુ દિવસ મ ટકી શક્યો. પતિએ સુસાઇડ કરી લીધું અને રેખા એકલી રહી ગઈ.

image source

એમને સિમી ગ્રેવાલના શોમાં બિગ બી પ્રત્યેના પોતાના પ્રેમને જાહેર પણ કર્યો હતો. એમને કહ્યું હતું કે દરેક ઉંમરની વ્યક્તિ એમને પ્રેમ કરે છે તો હું કેવી રીતે પાછળ રહી શકું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!