જ્યારે ટ્રેનની નીચે ફસાઈ ગઈ હતી આ અભિનેત્રી, અને કહ્યું હતું કે “મૃત્યુને ખૂબ જ નજીકથી જોયું”

મનોરંજન જગત પર જાણીતી અભિનેત્રી જયા પ્રદાએ ઘણા સમય સુધી રાજ કર્યું. ફિલ્મોમાં સફળતા પછી જયા રાજનીતિમાં ઉતરી છે. જયાનું સાચું નામ લલિતા રાની છે. ફિલ્મોમાં એન્ટ્રી સાથે એમને પોતાનું નામ બદલીને જયા પ્રદા રાખી લીધું હતું. એમનું જીવન ઘણું જ ઉતાર ચડાવ ભર્યું રહ્યું છે. પોતાના જીવનમાં જેટલો સફળતાનો સ્વાદ ચાખ્યો એટલી જ નિષ્ફળતાનો પણ એમને સામનો કરવો પડ્યો. એમને પોતાના જીવનમાં ઘણી ઘટનાઓ જોઈ. આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવીશું જ્યારે જયા એનો ભોગ બનીને બચી ગઈ હતી.

image source

બોલિવુડથી રાજનીતિ સુધીનો સફર નક્કી કરનાર જયા પ્રદા બાળપણમાં ખૂબ જ મસ્તી કરતી હતી અને રમવામાં ઉસ્તાદ હતી. પણ એમની મસ્તી ત્યારે ભારે પડી જ્યારે એકવાર એ રમત રમતમાં ટ્રેનની નીચે ફસાઈ ગઈ હતી. આ ઘટનાને ખુદ જયાએ એક શોમાં જણાવી હતી જેને સાંભળ્યા પછી બધા જ ચોંકી ગયા હતા. ખરેખર આ એમની જિંદગીની ખૂબ જ બિહામણી ઘટના હતી.

image source

એક શો જીના ઇસી કા નામ હેમા જયા એકવાર મહેમાન બનીને આવી હતી. અહીંયા એમની સાથે દિવંગત નેતા અમર સિંહ પણ હાજર હતા. એ દરમિયાન જયાએ પોતાના જીવન અને બાળપણ સાથે જોડાયેલી વાતોની ચર્ચા કરી હતી. શોમાં એ પોતાના બાળપણના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. સાથે જ બાળપણની મસ્તી વિશે પણ ખુલાસો કર્યો હતો.

image source

એ દરમિયાન જયાએ જણાવ્યું હતું કે એ અને એમના ભાઈ જ્યારે નાના હતા ત્યારે રેલવે ટ્રેક પાસે રમી રહ્યા હતા. એ દરમિયાન એમના ભાઈ ટ્રેનની નીચેથી બીજા ટ્રેક પર પહોંચી ગયા. પોતાના ભાઈને આવું કરતા જોઈ જયાનું મન પણ બીજા ટ્રેક પર જવાનું થયું. જ્યારે જયા એ બાજુ જઈ રહી હતી તો અચાનક ટ્રેન ચાલવા લાગી અને એ ટ્રેનની નીચે ફસાઈ ગઈ.

image source

જયાએ જણાવ્યું કે જ્યારે ટ્રેનની નીચે એ આવી ગઈ હતી તો એમનો ભાઈ જોર જોરથી બુમો પાડવા લાગ્યો અને ટ્રેન ઉભી રાખવાની વિનવણી કરવા લાગ્યો. જયા પોતે તો એ દરમિયાન ઘણી ગભરાઈ ગઈ હતી અને ટ્રેક પર સુઈ ગઈ હતી. જો કે બંને બાળકોનો અવાજ સાંભળીને ટ્રેનના ચાલકે ટ્રેન થોભાવી દીધી હતી.

image source

જયાએ જણાવ્યું કે એ દરમિયાન એ 5 મિનિટ સુધી ટ્રેક પર સુઈ રહી હતી. એ ઘટનાથી એ ઘણી જ ગભરાઈ ગઈ હતી. એ પછી એમને ટ્રેનની નીચેથી કાઢવામાં આવ્યા. જયાએ જણાવ્યું કે એ દિવસે એમને મૃત્યુને ખૂબ જ નજીકથી જોયું. આ ઘટના એમને જીવનભર યાદ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *