ખાણીપીણીના શોખીન અમદાવાદીઓને કર્ફ્યૂમાં છૂટ મળતા જ હોટલ- રેસ્ટોરાંની બહાર ભીડ જામી, એક કલાક લોકો બેઠા વેઇટિંગમાં

અમદાવાદ શહેરમાં કોરોનાના રવિવારે નવા ૨૪ કેસ અને એક દર્દીનું મોત નોંધાયા હતા.દૈનિક કેસમાં સતત ઘટાડો થવાની સાથે શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ ઘટીને ૮૭૮ ઉપર પહોંચી છે.રવિવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૪૫ દર્દીઓને રજા આપવામાં આવતા કોરોનામુકત થયા હતા.  રવિવારે કોરોનાના નવા ૨૪ કેસ નોંધાતા ગત વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ
૨,૩૦.૬૩૯ કેસ નોંધાવા પામ્યા છે. રવિવારે વધુ એક દર્દીનું મોત થતાં  અત્યારસુધીમાં કુલ ૩૩૦૯ કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે.ગત વર્ષથી અત્યાર સુધીમાં કુલ ૨,૨૬,૪૭૪ લોકો  કોરોનામુકત થયા છે.શહેરમાં સંક્રમણમાં ઘટાડો થતા લોકો હળવાશ અનુભવી રહ્યા છે.

image source

અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટલ અને રેસ્ટોરાંમાં માત્ર ટેક અવેની સુવિધા રાખવામાં આવી હતી, પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છૂટછાટ મળતાંની સાથે જ લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. હવે 9 વાગ્યાની છૂટ મળતાં રવિવારે મોડી સાંજે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ક્યાંક પાર્સલ માટે તો ક્યાંક જમવા માટે લોકોને કલાક કે તેથી વધુ સમય માટે રાહ જોવી પડી હતી.

સામાન્ય દિવસ કરતાં ત્રણથી ચાર ગણો ધસારો

image source

લાંબા સમય બાદ અમદાવાદ છૂટછાટ સાથે ફરીથી ધબકતું થયું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરાંની બહાર વેઈટિંગમાં ઊભા રહેલા અનેક લોકો જોવા મળ્યા હતા, ત્યારે કેટલીક દુકાનો બહાર પાર્સલ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. કેસ પણ નિયંત્રણમાં આવતાં અગાઉ જે લોકો બહાર આવતા નહોતા તેવા લોકો પણ બહાર આવ્યા હતા. રવિવાર હોવાને કારણે સામાન્ય દિવસ કરતાં 3થી 4 ગણો વધુ ધસારો જોવા મળ્યો હતો.

પાર્સલ લેવા માટે લોકો લાઈનમાં ઊભા રહ્યા

image source

શહેરમાં પશ્ચિમ વિસ્તારના ઘાટલોડિયા,નારણપુરા, શાસ્ત્રીનગર, કે.કે.નગર, નવા વાડજ,અંકુર ચાર રસ્તા, ચાણક્યપુરી, અખબારનગર સહિતના વિસ્તારોમાં આવેલી ખાણીપીણી દુકાનોની બહાર મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તમામ દુકાનોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.નાની દુકાનોમાં માત્ર પાર્સલ જ આપવામાં આવતું હોવાથી પાર્સલ માટે પણ લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. મોડી સાંજથી રાત સુધી લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

લોકો કલાકો સુધી જમવા માટે વેઈટિંગમાં બેઠા હતા

હોટલ અને રેસ્ટોરાંની બહાર પણ આ પ્રકારનાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. હોટલ 6 વાગ્યાથી શરૂ થઈ જતાંની સાથે જ ત્યાં લોકોનો ધસારો વધુ જોવા મળ્યો હતો. હોટલમાં જગ્યા હાઉસફુલ થઇ જતાં બહાર લોકો કલાકો સુધી જમવા માટે વેઈટિંગમાં બેઠા હતા. 9 વાગ્યાની સમયમર્યાદા હોવાને કારણે લોકો વહેલા આવતા હતા. કેટલીક જગ્યાએ પ્રી-બુકિંગ જ કરવામાં આવતું હતું. 9 વાગ્યા બાદ પણ અનેક જગ્યાએ અગાઉ બેઠેલી વ્યક્તિઓ નવા ગ્રાહકોને બેસાડવામાં ના આવતાં કેટલાક ગ્રાહકો જમ્યા વિના જ પરત ફર્યા હતા.

લોકોની જીવનશૈલી સામાન્ય થવા માંડી

image source

9 વાગ્યા સુધી હોટલ-રેસ્ટોરાંમાં જમવા દેવાની છૂટ મળ્યાના પ્રથમ વીકેન્ડ હોવાને કારણે લોકોની વધુ ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસમાં નોકરી-ધંધાને કારણે લોકો પરિવાર સાથે બહાર જમવા જઈ શકતા નથી. જેથી રવિવારની રજામાં અનેક લોકો પરિવાર સાથે જમવા પહોંચ્યા હતા. કેસમાં ઘટાડો થતાં કોરોનાથી ભયભીત થયેલ લોકો પણ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, એને કારણે પણ અનેક જગ્યાએ ધસારો જોવા મળ્યો હતો. કોરોનાને કારણે લોકોની બદલાયેલી જીવનશૈલી હવે અગાઉની જેમ સામાન્ય થવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!