Site icon News Gujarat

આલેલેલે! જેઠાએ બબીતાજીને કહી દીધું I Love you, અને સાંભળી ગયા બાપુજી…પછી જે થયું એ તો બાપ રે બાપ….

તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલનું નામ સાંભળતા જ ચેહરા પર સ્મિત આવી જાય છે. છેલ્લા 12 વર્ષથી આ કોમેડી શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોમાં રોજ કઈક ને કઈક એવું થતું રહે છે જે દર્શકોને પેટ પકડીને હસાવતું હોય છે. પણ આ વખતે જે થયું એ જોઈને તો હસી હસીને તમારા પેટમાં દુખવા લાગશે. આ જાણીતા શોમાં જેઠાલાલ અને બબિતાનો એન્ગલ તો તમને દરેકને ગમતો જ હશે. જેઠાલાલ બબીતાજીની પસંદ કરે છે એ વાતથી તો કોઈ જ અજાણ નથી. પણ દર વખતે બબીતાજી સાથે વાતો કરવાનું બહાનું શોધતા જેઠાલાલ આ વખતે તો બબીતાજીની આઈ લવ યુ જ કહી દે છે. અને જેઠાલાલના ખરાબ નસીબ કે આ વાત બાપુજી સાંભળી જાય છે અને પછી કેવી ધમાલ થાય છે ચાલો જોઈ લઈએ.

જેઠાલાલે બબિતાને કહી દીધુ આઇ લવ યુ

image source

શોના લેટેસ્ટ પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે જેઠાલાલ બબિતાજઈને આઇ લવ યુ કહી રહ્યા છે પણ ત્યાં અચાનક જ બાપૂજી આવી જાય છે અને જેઠાલાલ દ્વારા બોલાયેલું આઈ લવ યુ સાંભળીને બાપુજી જેઠા પર ગુસ્સે થઇ જાય છે. બાપૂજીનો ગુસ્સો એટલો વધી જાય છે કે લાકડી લઇને જેઠાને મારવા દોડે છે. બાપુજી ગુસ્સામાં જેઠાલાલને કહે છે કે તારી હિંમત કેવી રીતે થઇ બબિતાને આઇ લવ યુ કહેવાની.

પ્રેમ પત્ર વાંચી રહ્યા હતા જેઠાલાલ.

image source

એક ક્ષણ માટે તો તમને પણ વિચાર આવી ગયો હશેને કે શું ખરેખર જેઠાલાલે બબીતાજીની આઈ લવ યુ કહી દીધું, તો જવાબ છે ના, એવું કંઈ નથી. વાત જાણે એમ હતી કે બબીતાજીને એમની પાસેના એક પુસ્તકમાં કોઈનો જૂનો પત્ર મળે છે. પત્ર ગુજરાતીમાં લખાયેલો હોવાથી બબીતાજી પત્રમાં શુ લખેલું છે એ જાણવા માટે આ પત્ર લઈને જેઠાલાલ પાસે પહોંચી જાય છે. જેઠાલાલ જ્યારે આ પત્ર વાંચે છે ત્યારે ખબર પડે છે કે આ તો કોઈનો પ્રેમ પત્ર છે. એ બાદ જેઠાલાલ બબીતાજીને આખો પત્ર વાંચીને સમજાવે છે.

પત્રના અંતે પ્રેમીએ પ્રેમિકાને આઈ લવ યુ લખેલું હતું એ પણ જેઠાલાલ બબીતાજી સામે વાંચે છે અને બરાબર એ જ સમયે બાપુજી ત્યાં આવી પહોંચે છે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ગાયબ રહેલી જેઠાલાલની પત્ની દયાબેન એટલે કે દિશા વકાણીની વાપસીની ખબરો પણ આવી રહી છે દયાનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણી પ્રેગ્નનસીના કારણે લિવ પર હતી પણ એમને લિવ લીધી એને ત્રણ વર્ષ વીતી ચુક્યા હોવા છતાં હજી એ શોમાં પરત ફરી નથી. હવે મેકર્સનું કહેવું છે કે ગરબા કવીન દયાબેન ઉર્ફે દિશા વકાણી જલ્દી જ આ શોમાં પરત ફરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version