Site icon News Gujarat

આ ગુજરાતી 10 વર્ષથી જેઠાલાલના કપડા કરે છે ડિઝાઈન, ક્યારેય નથી થતા રિપિટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનું મુખ્ય પાત્ર છે જેઠાલાલ જે દિલીપ જોશી નિભાવી રહ્યા છે. આ પાત્રને શોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે કારણ કે જ્યારે જ્યારે જેઠાલાલ મુશ્કેલીમાં પડે છે ત્યારે લોકો ખુબ હસે છે. તો બીજી તરફ આ શોમાં તમે જોયુ હશે કે જેઠાલાલનાં કપડાં ખૂબ જ અલગ અને ડિઝાઇનર હોય છે. ખાસ કરીને તેનો શર્ટ. જ્યારે પણ તે કોઈ શર્ટ પહેરે છે ત્યારે તે ખૂબ જ યૂનિક હોય છે.

જેઠાલાલનો આ શર્ટ કોણ ડિઝાઇન કરે છે?

image source

તેમણે મકરસંક્રાંતિ પર પહેરેલો શર્ટ તમને યાદ છે? જેઠાલાલના આ યૂનિક અને ડિઝાઇનર શર્ટની ચર્ચા માત્ર ઘરની જ નહીં પરંતુ ઘરની બહાર પણ કરવામાં આવી હતી. આ સિવાય 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર જેઠાલાલનો આ અંદાજ જોઈને ગોકુલધામવાસીઓ તેના ચાહક બની ગયા હતા. પરંતુ ફક્ત આ બે ખાસ પ્રસંગો પર જ નહીં, પરંતુ જ્યારે પણ કોઈ તહેવાર અથવા ઉતસ્વ હોય છે ત્યારે જેઠાલાલ આ પ્રકારનાં સૌથી અલગ અને અનોખા વસ્ત્રોમાં દેખાય છે. આ શોમાં એકમાત્ર પાત્ર છે, જેનો અંદાજ બીજા કરતા અનોખો છે. પરંતુ જેઠાલાલનો આ શર્ટ કોણ ડિઝાઇન કરે છે?

આ સિરિયલમાં જે કપડાં પહેરે છે તે ક્યારેય રીપીટ થતા નથી

image source

આ અંગે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેઠાલાલના તમામ અનોખા શર્ટ ડિઝાઇન કરવાની જવાબદારી મુંબઈના જીતુ ભાઈ લાખાણીને સોંપવામાં આવી છે. આ શો 2008 માં શરૂ થયો હતો અને ત્યારથી તે જેઠાલાલ માટે શાનદાર શર્ટ બનાવતા આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે NV2 કરીને એક શૉપ છે જે મુંબઈના બોરિવલીમાં છે. અહીં જ જેઠાલાલના કપડા તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં 10 વર્ષથી જેઠાલાલના કપડા NV2માંથી આવે છે. સામાન્ય એપિસોડ માટે ડિઝાઇન પણ સામાન્ય રાખવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે શર્ટ્સ પણ ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. તો બીજી તરફ જેઠાલાલ આ સિરિયલમાં જે કપડાં પહેરે છે તે ક્યારેય રીપીટ થતા નથી.

આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે

image source

જેઠાલાલ ઘણી વાર આ શોમાં એમ કહેતા જોવા મળે છે કે તેને આ શર્ટ્સ અમદાવાદથી મંગાવે છે, પરંતુ એવું નથી, પરંતુ આ શર્ટ્સ મુંબઇમાં જ બનાવવામાં આવે છે, પરંતુ જે લોકો તેનું ઉત્પાદન કરે છે તે ગુજરાતના છે.

image source

જેઠાલાલના આ શર્ટના ચાહકો માત્ર ગોકુલધામના રહેવાસી જ નહીં પરંતુ હવે તેમના ચાહકોને પણ આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે. જેઠાલાલ રિયાલિટી શોમાં પહોંચ્યા ત્યારે પણ તેના શર્ટની ખુબ ચર્ચા થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version